રાજકોટ: ભાજપનું હ્રદય

આ શહેરે ગુજરાતના ચાર મુખ્ય પ્રધાનો આપ્યા છે. સૌરાષ્ટ્રની રાજધાની રહી છે. રાજકોટમાં બનતી ઘટનાઓ સમગ્ર સૌરાષ્ટ્ર પર અસર કરે છે. સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક શહેર છે. અહીં નાના ઉદ્યોગો છે અને મોટા ઉદ્યોગો પણ છે.

વિધાનસભા બેઠકો: – 66-ટંકારા, 67-વાંકાનેર, 68-રાજકોટ પૂર્વ, 69-રાજકોટ પશ્ચિમ, 70-રાજકોટ દક્ષિણ, 71-રાજકોટ ગ્રામ્ય(SC), 72-જસદણ.

વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC ઓબીસી GENERAL સામાન્ય

નામ
ઠાકોર કોળી રબારી ચૌધરી અન્ય લેઉવા પટેલ કડવા પટેલ ક્રિશ્ચિયન બ્રાહ્મણ જૈન દરબાર અન્ય
66 ટંકારા 1,89,845 12,263 1,085 5,142 0 10,163 9,481 0 25,557 34,140 68,469 189 1,475 1,992 7,800 12,089
67 વાંકાનેર 1,96,654 11,331 1,180 45,696 0 51,245 11,841 0 29,964 9,412 7,386 325 2,475 1,675 8,890 15,234
68 રાજકોટ પૂર્વ 2,20,575 24,950 1,062 27,942 0 17,946 1,572 0 40,124 34,967 21,134 223 4,983 853 10,912 33,907
69 રાજકોટ પશ્ચિમ 2,72,236 2,752 24,945 11,945 0 7,558 1,523 0 69,536 35,956 40,895 1,026 18,096 3,968 16,012 38,024
70 રાજકોટ દક્ષિણ 2,29,423 1,123 25,937 16,845 0 6,085 710 0 68,723 26,302 19,794 185 3,912 3,786 8,987 47,034
71 રાજકોટ ગ્રામ્ય 2,18,379 2,615 11,985 5,236 0 23,756 708 0 68,451 25,549 20,485 115 3,079 1,335 6,023 49,042
72 જસદણ 1,94,383 424 17,452 6,262 0 83,787 15,354 0 16,418 37,765 2,510 118 3,194 538 9,217 1,344
કૂલ  2012 પ્રમાણે 15,21,495 55,458 83,646 1,19,068 0 2,00,540 41,189 0 3,18,773 2,04,091 1,80,673 2,181 37,214 14,147 67,841 1,96,674

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા 2017 વિધાનસભા
BJP 6,21,524 6,26,329
INC 3,75,096 5,40,900
તફાવત 2,46,428 85,429

 

2014 લોકસભા

મતદાર : 1655717
મતદાન : 1057783
કૂલ મતદાન (%) : 63.88

 

ઉમેદવારઉમેદવારનું નામ પક્ષ કૂલ મત % મત
કુંડારીયા મોહનભાઈ કલ્યાણજીભાઈ BJP 621524 58.76
કુંવરજી મોહનભાઈ બાવળીયા INC 375096 35.46
જીવણભાઈ દેવજીભાઈ પરમાર BSP 12653 1.20
અંકૂર અમૃતકુમાર ધેમેલીયા (પટેલ) AAAP 10785 1.02
જીતેન્દ્ર ભુરાભાઈ ચૌહાણ RPI(KH) 990 0.09
દેનગાડા પ્રવીણભાઈ મેઘજીભાઈ RPI(A) 945 0.09
રાજેશભાઈ લવજીભાઈ પિપળીયા LoRP 808 0.08
રોહીતભાઈ મોહનભાઈ સગઠિયા BMUP 1344 0.13
અનિરૂદ્ધસિંહ જુવાનસિંહ ઝાલા IND 1636 0.15
મહેન્દ્રભાઈ મહાજન IND 1161 0.11
પઠાણ બાબાખાન IND 1080 0.10
પોપટભાઈ  ચાવડા IND 1408 0.13
પ્રવિણચંદ્ર પારેખ IND 1562 0.15
બસીરભાઈ સુલેમાનભાઈ સમા IND 2076 0.20
વિનોદભાઈ પ્રાગજીભાઈ મગાણી IND 5752 0.54
None of the Above NOTA 18249 1.73

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2004       ડો. કથિરીયા વલ્લભાઈ રામજીiભાઈ           BJP

2009       કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા              INC

2014       મોહન કુંડારીયા                                                         BJP

વિકાસના કામો

  • રાજકોટ-અમદાવાદ વચ્‍ચે 201 કી.મી.નો રાષ્ટ્રીય ધોરી માર્ગ રૂ.3488 કરોડના ખર્ચે છ માર્ગીય કરવા કામ શરૂ કરાયું છે. કેશુભાઈની સરકારે ચાર માર્ગીય કર્યો હતો. મોદી સરકારે છ માર્ગીય ન કર્યો પછી સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવતાં હવે સૌરાષ્ટ્રને ન્યાય મળ્યો છે.
  • રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે ટ્રાફિકની સમસ્યા દર કરવા નેશનલ હાઇવે નં 27 કે જે પોરબંદર – જેતપુર – ગોંડલ – રાજકોટ અને બામણબોરને જોડે છે તેને રાજ્યનો પ્રથમ 6 લેન વાળો એલીવેટડ બ્રીજ બનાવવાનું કામ શરૂ થયું છે.

પ્રશ્નો ઘટનાઓ

  • રાજકોટને દેશના નકશામાં સોળે કળાએ ખીલવશું, હું રાજકોટની પ્રજાનો વિશ્વાસ એળે નહીં જવા દઉં, એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કહ્યું પણ રાજકોટમાં ચારેબાજું પ્રશ્નો છે.
  • ભાજપના કહેવા પ્રમાણે રાજકોટનો વિકાસ ‘ઓન ફાસ્ટ ટ્રેક’ દેખાતો નથી. પણ ગુનાખોરીએ માઝા મૂકી છે. રોજ એક ખૂન થાય છે. ભાજપના નેતાઓ મારા મારી કરે છે. ગોંડલ-રીબડમાં ભાજપના નેતાઓ જ લુખાગારી કરી રહ્યાં છે.

2019ની સંભાવના

  • મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો મત વિસ્તાર છે.
  • રાજકોટ બેઠક અને પોરબંદર બેઠક એક બીજા સાથે રાજકીય રીતે જોડાયેલી છે. આ બન્ને બેઠક પર ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડીયાનું પ્રભુત્વ છે. તેઓ લાંબા સમયથી બિમાર છે અને નિર્ણય લઈ શકે એવી અવસ્થામાં નથી. તેથી અહીં ભાજપને રાજકીય રીતે મોટો ફટકો પડી શકે છે. જે રીતે મોદીએ વિઠ્ઠલ રાદડીયાને કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષાંતર કરાવીને પોરબંદર અને રાજકોટ એમ બન્ને બેઠકો સલામત કરી હતી એવી જ રીતે કુંવરજી બાવળીયાને કોંગ્રેસ માંથી ભાજપમાં લાવવા માટે રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર લોકસભા બેઠકો ભાજપે સલામત કરી લીધી છે. આમ કોંગ્રેસના આ બન્ને નેતાઓ જો ભાજપમાં ન હોય તો આ ત્રણ બેઠક ભાજપ ગુમાવે તેમ હતો. મતનું આ પક્ષાંતર છે.
  • સોમનાથમાં રાષ્ટ્રીય સ્વયંમ્ સેવક સંઘની બેઠક મળી હતી. ભાગવતે રાજકોટમાં એવું નિવેદન કર્યું હતું કે, હું કાંઈ બોલીશ તો મારી નોકરી જતી રહેશે. આમ સંઘ પણ અહીં પૂરી ભૂમિકામાં છે.
  • ભાજપની એકતા યાત્રા સારી રહી નથી. ભીડ એકઠી કરવામાં રૂપાણી સરકાર નિષ્ફળ નીવડી રહી છે. રાજકોટમાં મોદીની સભામાં પણ ભીડ એકઠી થઈ શકી ન હતી. ગુજરાતમાં રૂપાણી સરકાર સામે ખેડૂતોનો વિરોધ છે.
  • ટંકારા, વાંકાનેર અને જસદણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ તો રાજકોટ પશ્ચિમ, રાજકોટ પૂર્વ, રાજકોટ દક્ષિણ અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાજપ જીતેલી છે.
  • આ બધું જ બતાવે છે કે ભાજપ સૌરાષ્ટ્રનું હ્રદય રાજકોટ ગુમાવી શકે છે.

ભાજપ

  • આ વિસ્તારોમાં ખેડૂતોનું પ્રમાણ ઘણું વધારે છે. રાજકોટમાં મોટાભાગના ખેડૂતો ભાજપ સરકારની નીતિનો વિરોધ કરી રહ્યા છે.
  • પાટીદાર નારાજ છે, એસપીજીએ પણ રાજકોટમાં મોદીના કેવડીયા કોલોનીના કાર્યક્રમની સમાંતર કાર્યક્રમ ગોઠવ્યો હતો.
  • વિધાનસભાની સરસાઈને આધારે આ બેઠક પર ભાજપ આગળ છે.
  • રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયાને પણ રિપીટ કરવામાં આવી શકે છે. મોહન કુંડારિયાનો કેન્દ્રીય તેમજ સ્થાનિક નેતાઓ સાથે સારો સંબંધ છે.

કોંગ્રેસ

  • ઉમેદવારી નોંધાવવા માટે કોઈ દાવેદાર નથી.
  • રાજકોટ લોકસભા બેઠકો એવી છે, જ્યાં કોંગ્રેસ સારા ઉમેદવાર અને સારી રણ-નીતિ સાથે મેદાનમાં ઉતરે તો લોકસભા બેઠકો આંચકી શકે છે.
  • કોંગ્રેસ માટે કસોકસ હોય તેવી રાજકોટ બેઠક છે.
  • રાજકોટ કોંગ્રેસમાં વિધાનસભા પછી મોટી ઉથલ પાથલ થઈ ગઈ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામે ચૂંટણી લડી ચૂકેલાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂજીએ રાજીનામું આપી દીધું છે.
  • કોંગ્રેસ મજબૂતાઈ બતાવે તો રાજકોટ અને પોરબંદર બેઠક પર સારો દેખાવ કરીને ભાજપને પડકાર ફેંકી શકે છે. જીત માટે દાવો કરી શકે તેમ છે.

પ્રભાવશાળી વ્યક્તિઓ

  • ભાજપના વિઠ્ઠલ રાદડીયા, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, કુંવરજી બાવળીયા, કિશોર આંદિપરા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, સિદસર ઉમિયા મંદિરના જયરામભાઈ વાંસજાળિયા છે.

વચનો પુરા ન થયા

  • વિઠ્ઠલભાઇ રાદડિયા બે વર્ષથી બિમારીને કારણે હોસ્પિટલના બિછાને છે. સંસદમાં હાજરી નથી આપી શકયા. તેથી પ્રજાને તેઓ વચનો પુરા કરી શક્યા નથી. તેમના પુત્ર જયેશ રાદડીયા તેમના જેવા બનવાની કોશિષ કરે છે પણ થઈ શકતાં નથી. રાજકોટ જિલ્લા સહકારી બેંકમાંથી વિઠ્ઠલ રાદડીયાએ રાજનામું આપી દીધું છે.
  • શહેરમાં પ્રદુષણનો ઈન્ડેક્સ 100થી નીચે રહેવો જોઈએ તેના બદલે આ પ્રમાણ ૩૦૦ને પાર કરી જાય છે. પ્રદૂષણ મુક્ત રાજકોટ રાખવાનું વચન પૂરું થયું નથી.
  • રાજકોટને પૂરતું પાણી આપવાનું વચન હતું. પણ ઉનાળાની શરૂ થતા રોજ 27 કરોડ લિટર પાણીના વિતરણ માટે વર્ષમાં 117 કરોડ રૂપિયા પાણી વિતરણ માટે ખર્ચ કર્યું 70 કરોડ લીટર પાણી બગડે છે. પાણી પાઇપ લાઇન લીકેજની વર્ષે 3680 ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણી નહીં મળ્યાની 3750 ફરિયાદ મળી હતી. કંઈ જ ન કર્યું. 2018-19માં પાણી માટે માસ્ટર પ્લાન બનાવવા માટે મુખ્ય પ્રધાને આદેશ આપવા પડ્યા છે. વડાપ્રધાને પાણીની તકલીફ 100 ટકા દૂર કરવા વચન આપ્યું હતું જે પાળ્યું નથી. આજી ડેમને વીજળીથી સણદારીને આખું રાજકોટ સણગારવામાં આવ્યું હતું પણ તે માત્ર દેખાવ હતો.
  • વરસાદ ન થયો અને પાક નિષ્ફળ ગયો, તમામ ખેડૂતોએ વીમાનું પ્રિમિયમ ભર્યું છતાં વીમો ન મળ્યો, તમામને વીમો આપવાની સરકારે જાહેરાત કરી હતી જે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના વિસ્તારમાં કંઈ ન થયું.
  • મુખ્યમંત્રીએ રાજકોટ શહેરને રૂ.175 કરોડના માતબર રકમના વિકાસ કામોની સોગાદ આપી. પણ પ્રશ્નો તો ઠેરના ઠેર છે.
  • 2017ના વર્ષમાં રાજકોટ શહેરમાં 40 હજાર બાળકોનો જન્મ થયો હતો. જેમાં માત્ર 6ના નામ વિકાસ રાખવામાં આવ્યું હતું. વિકાસ ગાંડો થયો છે એવું સૂત્ર વિજય રૂપાણી માટે વહેતું થયા બાદ સામજમાં આવું ચિત્ર ઊભું થયું છે.