ગુજરાત
7000 સીસીટીવી કેમેરાથી 371 ગુના ઉકેલાયા
બંદોબસ્ત સમયે વિશ્વાસ પ્રોજેક્ટ ખુબ જ ઉપયોગી સાબિત થયો
માર્ચ 2019માં 7-જિલ્લામાં ‘વિશ્વાસ પ્રોજેક્ટ’નો પાલનપુરથી ભારંભ કરવામાં બાદ અમિત શાહે રાજ્યમાં જાન્યુઆરી 2020માં કરાવ્યો હતો.
CCTV કેમેરા નેટવર્ક અકસ્માત, હિટ એન્ડ રન, ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ, કિડનેપિંગ, ગુમ થયેલ વ્યક્તિ, મહાનુભાવોના બંદોબસ્ત તેમજ મેળા-ઉત્સવો પ્રસંગે ટ્રાફિક નિયમન, તોફાનો વિગેરેમાં અત્યાર સુધીમાં 371 જેટલા બનાવો વખતે ગુન્હા ઉકેલવામાં, ઇન્વેસ્ટીગેશનમાં તેમજ બંદોબસ્ત સમયે ગુજરાત પોલીસને આ પ્રોજેક્ટ ઉપયોગી થયો હતો.
34 જિલ્લાના મુખ્ય શહેર, ૬-યાત્રાધામો અને 41 શહેરોમાં ટ્રાફિક જંકશન, એન્ટ્રી, એક્ઝિટ પોઇન્ટ અને અન્ય સ્ટ્રેટેજિક સ્થળોએ 7000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ૩૪-જિલ્લા મુખ્ય મથકો ખાતે વિડીયો વૉલ, વર્ક સ્ટેશન, ડેટા સર્વર અને આધુનિક સોફ્ટવેરથી સજ્જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – નેત્રમ છે. નેત્રમને રાજ્યકક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’ સાથે જોડવામાં આવ્યા છે.
દરેક નેત્રમ ખાતે સીસીટીવી કેમેરાના વિડીયો ફુટેજને સાચવવામાં આવશે. આ પૈકી કોઇપણ જિલ્લાના કોઇપણ કેમેરાના વિડીયો ફુટેજને ‘ત્રિનેત્ર’ ખાતેથી જોઇ શકાશે.
41 શહેરોમાં 1200થી વધુ જંકશનોને સીસીટીવી કેમેરા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પોઇન્ટ ટુ પોઇન્ટ ફાઇબર કનેક્ટીવીટીથી જિલ્લા કક્ષાના નેત્રમ સાથે જોડવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદેશ ઇ-ચલણ ઇસ્યુ કરવાનો નથી પરંતુ નાગરિકોમાં ટ્રાફીક નિયમો અંગે જાગૃતતા ફેલાવવાનો તેમજ અસામાજિક તત્વોની ગુનાહિત પ્રવૃતિઓ પર નજર રાખવાનો છે.
ટ્રાફીક નિયમોના ભંગ બદલ કોઇ નાગરિકને જે-તે સ્થળે ટ્રાફિક પોલીસ દ્વારા રોકવાને બદલે વાહનમાલિકના સરનામે ઇ-ચલણ મોકલવામાં આવશે.
સીસીટીવી કેમેરાઓ ફિક્સ, પાન-ટિલ્ટ ઝૂમ, રેડ-લાઇટ વાયોલેશન ડિટેકશન અને ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નીકેશન પ્રકારના છે. સીસીટીવી કેમેરા સિસ્ટમ વૈશ્વિક ધોરણના એનાલિટિક ટૂલ સાથે, ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર પાર્કિંગ, ટ્રાફિકનું ઉલ્લંઘન, ભીડ એકઠી થાય તો ડીટેક્શન, અનઅટેન્ડેડ બેગ ડિટેકશન, હેડ કાઉન્ટ, કેમેરામાં ચેડાં અને ઘુસણખોરી તપાસ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.
પ્રોજેક્ટ હેઠળ સ્થાપિત કરવામાં આવેલા ઇન્ટીગ્રેટેડ ટ્રાફીક મેનેજમેન્ટ સિસ્ટમના ઉપયોગથી ગુનાખોરી અટકાવવા, બનેલા ગુનાઓની તપાસ કરવા, ગુનાખોરીમાં સંડોવાયેલા વાહનો બાબતે ગુન્હો થયા બાદની તપાસ કરવા, ટ્રાફીક મેનેજમેન્ટ અને ટ્રાફીક એન્ફોર્સમેન્ટના ક્ષેત્રમાં કામ કરી શકાશે.
કેજરીવાલના દિલ્હીમાં કેવા છે સીસીટીવી કેમેરા
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીની 5,500 બસોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. તેમણે કહ્યું કે દરેક બસમાં ત્રણ કેમેરા હશે. તેમણે કહ્યું કે બસમાં 10 ગભરાટ બટનો અને સ્વચાલિત વાહન લોકેશન સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવશે.
દિલ્હીમાં 3 લાખ સીસીટીવી કેમરા લગાવી દેવામાં આવ્યા છે. પીડબ્લ્યુડી દિલ્હીમાં પ્રથમ તબક્કામાં 1,40,000 સીસીટીવી અને શાળાઓમાં 1.50 લાખ સીસીટીવી ગલાવી દેવાયા છે.
સીસીટીવી કેમેરાથી લાઇવ ફુટેજ ફક્ત આરડબ્લ્યુએ સભ્યો, પીડબ્લ્યુડી અધિકારીઓ, દિલ્હી પોલીસ અને કંપનીના પ્રતિનિધિઓ જ જોશે કે જેના પર તેમને ઇન્સ્ટોલેશન અને જાળવણીનું કામ સોંપવામાં આવ્યું છે.
દિલ્હીમાં 70 વિધાનસભા મતદારક્ષેત્રમાં દરેકમાં બે હજાર કેમેરા લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એક વિધાનસભા વિસ્તારમાં રૂ.2 કરોડનો ખર્ચ થશે.
નવી દિલ્હી વિધાનસભા મતક્ષેત્રમાં કેમેરા લગાવવા પાછળ 02 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ બેઠક પરથી ધારાસભ્ય છે.
દિલ્હીમાં 2.8 લાખ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. રૂ.320.96 કરોડનો ખર્ચ કેમેરા સ્થાપિત કરવા માટે કર્યો છે. 250.44 કરોડ જાળવણી પાછળ ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પર કુલ 571.40 કરોડ રૂપિયા ખર્ચ
1000 કરોડ રૂપિયા પોલીસની સૂચિત ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ સ્થાપિત કેમેરા પર હશે.
જીવંત દૃશ્ય અંધારામાં પણ જોવા મળશે
ઇન્ફ્રારેડ કેમેરાથી ચાર મેગાપિક્સલ અને ઉચ્ચ રીઝોલ્યુશનવાળા હશે. તેમની પાસે નાઇટ વિઝન સુવિધા પણ હશે. આ કેમેરા અંધારામાં પણ લાઇવ વ્યૂ બતાવશે
કેમેરા વાઇફાઇ અને જીએસએમથી સજ્જ હશે.
હાર્ડ ડિસ્ક ત્રીસ દિવસના સીસીટીવી ફૂટેજ સંગ્રહિત કરશે.
જો સીસીટીવીમાં ચેડા કરાઈ છે અથવા નુકસાન થયું છે તો દરેકને એસએમએસ મળશે. કોઈ ખામી હોય તો, કેમેરા ઇન્સ્ટોલ કરનારી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઇએલ) તેને 24 કલાકમાં ઠીક કરશે, નહીં તો કેમેરા દીઠ 500 રૂપિયા દંડ દૈનિક લેવામાં આવશે.
સીસીટીવીનું કોઈ જીવંત નિરીક્ષણ કરવામાં આવશે નહીં, જેના કારણે નિષ્ણાતો આ સમગ્ર યોજનાના હેતુ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેઓ પૂછે છે કે જો કંઇક અજુગતું બને તો પહેલા પગલા ભરવા માટે જવાબદાર કોણ હશે?
દિલ્હીની શાળાઓમાં 1.46 લાખ સીસીટીવી કેમેરા લગાવાયા છે.