રૂ.૧,૮૦૦ કરોડનું મજૂરોનું ફંડ રેનબસેરા માટે વાપરો

ગુજરાતમાં બાંધકામ સહિત અન્‍ય વ્‍યવસાય સાથે જોડાયેલાં આદિવાસી મજૂરો રોજગારી માટે જીલ્લામાંથી સ્‍થળાંતર કરી અમદાવાદ જેવા શહેરોમાં જાય છે. ખાસ કરીને દાહોદ, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર જેવા જીલ્લાના મોટાભાગના આદિવાસી મજૂરો પોતાનો પેટનો ખાડો પૂરવા શહેરોમાં જાય છે. આ આદિવાસી મજૂરોની રજીસ્‍ટર્ડ નોંધણી થતી નથી. જેના કારણે બાંધકામ સ્‍થળે મૃત્‍યુ થાય તો સરકાર દ્વારા લાભો મળતા નથી.

આ મજૂરો ફુટપાથ પર રોડ પર અથવા ખુલ્લા મેદાનોમાં હાલ ગુજરાત હોય છે. પરંતુ કંસ્‍ટ્રકશન વર્કસ વેલ્‍ફર ફંડમાં આ મજૂરો માટે કોઈ ખર્ચ કરવામાં આવતો નથી. જેના લીધે રૂ.૧,૮૦૦ કરોડ જેટલી માતબર રકમ વણવપરાયેલી પડી રહી છે. ધારાસભ્‍ય અને દંડકશ્રી અશ્વિન કોટવાલે માંગણી કરી છે કે, આદિવાસી મજૂરોની રજીસ્‍ટર્ડ નોંધણી થવી જોઈએ. કન્‍સ્‍ટ્રકશન વર્કસ વેલ્‍ફર બોર્ડમાં પડેલી રકમ આદિવાસી મજૂરોના કલ્‍યાણકારી કામો પાછળ પુરતો ખર્ચ કરવો જોઈએ. શહેરોમાં આ મજૂરો માટે અલાયદા રેનબસેરા બનાવવા જોઈએ. અકસ્‍માતે થતાં મૃત્‍યુમાં વળતરની રકમ એક લાખથીવ ધારીને પાંચ લાખ કરવું જોઈએ