[:gj]રેલવે સ્ટેશન પર ખાનપાનની વસ્તુઓ મળશે કેળનાં અને બદામનાં પાનમાં [:]

[:gj]રાજકોટ,તા:૨૪ પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવેલા પ્લાસ્ટિકના પ્રદૂષણ સામેના અભિયાનને સૌરાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર સારો આવકાર મળી રહ્યો છે. જેના ભાગરૂપે રાજકોટના બંને રેલવે સ્ટેશન પર વેચવામાં આવતું ભોજન અને નાસ્તો પતરાળાંમાં જ પિરસાશે. જે મુજબ ભોજન કેળનાં પાનમાં અને નાસ્તો બદામનાં પાનમાં પિરસવામાં આવશે. પ્રદૂષણમાં ઘટાડાના આશયથી પતરાળામાં ખાન-પાનની વસ્તુઓ મળતી થતાં પ્રદૂષણમાં હાલમાં આંશિક ઘટાડો નોંધાતો થયો છે. રેલવે વિભાગના આ અભિયાન હેઠળ હવેથી પ્લાસ્ટિક બેગ, ડિશ કે ગ્લાસ હવેથી કોઈ નાસ્તાના સ્ટોલ કે હોટેલ પર જોવા મળશે નહીં.

પશ્ચિમ રેલવેના આ અભિયાનમાં નાનાંનાનાં રેલવે સ્ટેશન પણ જોડાયાં છે. જેના ભાગરૂપે જૂનાગઢ લાઈન પરના જેતલસર ખાતેનાં પ્રખ્યાત ભજિયાં હવે કેળનાં પાનમાં પિરસવામાં આવશે. આ અભિયાનને લોકો વચ્ચે લઈ જવા અને જાગૃતિ માટે રેલવે વિભાગે રાજકોટના ભક્તિનગર અને રાજકોટ જંક્શન ખાતે સેલ્ફી પોઈન્ટ ઊભાં કર્યાં છે. જ્યાં સેલ્ફી પડાવનારી વ્યક્તિને કાપડની બેગ અને બાળકોને ચોકલેટ ગિફ્ટ આપવામાં આવી રહી છે.[:]