વડોદરા કલેક્ટર કચેરી પાસે કોણ સળગી ઉઠ્યું તેનું રહસ્ય

વડોરા જિલ્લા કલેક્ટર કચેરી પાસે 14 ઓગસ્ટ 2018ને ગુરુવારે સાંજે એક વ્યક્તિ સળગી ઉઠ્યો હતો. સળગી ઉઠેલી વ્યક્તિ કોણ હતી? કેવી રીતે સળગ્યો? વગેરે સવાલો વચ્ચે રહસ્યના વમળો સર્જાય છે. જમવાનું આપે તો તે જમતો હતો. છેલ્લા કેટલાંક સમયથી આ વ્યક્તિ દયનીય હાલતમાં ફૂટપાથ ઉપર દિવસો પસાર કરતો હતો. લોકોએ આગ બુઝાવીને એમ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. કલેક્ટર કચેરી બહાર આત્મવિલોપન કર્યુ હોવાની વાત ફેલાઈ હતી. સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલા આ અજાણ્યા વ્યક્તિની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.