વધું GIDC બનાવવા જાહેરાત, સાવરકુંડલાને દરેક ચૂંટણીમાં વચન

રાજ્યમાં નવ નવી ઔદ્યોગિક વસાહત (GIDC)સ્થાપવા સરકારે 1050.30 હેક્ટર જમીન ફાળવી હતી. જેમાંથી સૌરાષ્ટ્રમાં પાંચ GIDC રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને બે GIDC ભાવનગર નજીક બનાવવાનું નક્કી કરાયું છે. GIDC કારણે લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો સ્થપાશે. ફરી એક વખત સરકારે વચન આપ્યું છે પણ અગાઉ અનેક સ્થળે ચૂંટણીમાં વચનો આપેલાં તે અંગે ભાજપ સરકાર કંઈ કરવા તૈયાર નથી. મોટા ઉદ્યોગ સ્થાપવાનો હોય તો તેના માટે તમામ કામ સરકાર કરી આપે છે. પણ જ્યાં નાના એકમ સ્થપાવાના છે એવા સ્થળે રૂપાણીની સરકાર ધ્યાન આપતી નથ.

પાટણના વાગોસણા GIDC માટે 51.46 હેક્ટર, મહેસાણાના ઐઠોર માટે 47 હેક્ટર, આણંદના ઇન્દ્રજણ માટે 40.19 હેક્ટર, રાજકોટના ખીરસરા GIDC માટે 93.63 હેક્ટર, મોરબીના છત્તર માટે 24.69 હેક્ટર, સુરેન્દ્રનગરના વણોદ માટે 371.60 હેમર ભાવનગરના નવા માઢિયા માટે 300 હેક્ટર તથા નારી માટે 115.25 હેક્ટર અને ગાંધીનગર જિલ્લાના ભાટ GIDCમાં નિર્માણ થનારી જીઆઇડીસી માટે જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે.

70 ટકા જમીન બજાર કિંમતના 50 ટકા ભાવે તથા બાકીની 30 ટકા જમીન વર્તમાન બજાર કિંમત અનુસાર GIDCને આપવામાં આવશે. GIDC દ્વારા નાના ઉદ્યોગકારોને નક્કી કરેલી કિંમતના 50 ટકા ભાવે પ્લોટ ફાળવવામાં આવશે.

2017ના વચનોનું શું થયું

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે 11 ઓક્ટોબર 2017માં જાહેર કર્યું હતું કે, ગુજરાતના 14 જિલ્લામાં 16 GIDC બનાવીશું. ચૂંટણી જીતી ગયા બાદ તેઓએ કંઈ જ કર્યું નથી. ફરી ફરીને વાતો કરવામાં આવે છે.

ક્યાં GIDC 2017માં બનવાની હતી

સ્થળ–તાલુકો – જિલ્લો – વિસ્તાર હેકટરમાં –  પ્લોટોની સંખ્યા

દેવગામ-ખીરસરા-લોધીકા-રાજકોટ – 150 – 715

છત્તર-મીત્તાણા-ટંકારા-મોરબી – 27 – 332

ધ્રોલ-જામનગર-જામનગર – 02 -100

મોટી ચિરાઇ-ભચાઉ-કચ્છ – 131 – 493

વણોદ-પાટડી-સુરેન્દ્રનગર – 900 – 3275

છાપી-મગરવાડા-વડગામ-બનાસકાંઠા – 200 – 1310

ભગાપુરા-વિરમગામ-અમદાવાદ – 300 – 1345

શીણાવાડ-મોડાસા-અરવલ્લી – 35 – 330

દાહોદ (ખરેડી)-દાહોદ-દાહોદ – 60 – 580

ઇન્દ્રણજ -તારાપુર-આણંદ – 51 – 427

સાવરકુંડલા-સાવરકુંડલા-અમરેલી – 60 -830

લાઠી-લાઠી-અમરેલી – 45 – 880

નારીગામ-ભાવનગર-ભાવનગર – 60 – 625

માઢીયા-ભાવનગર-ભાવનગર – 300 – 2570

મીયાવાડી-બારડોલી-સુરત – 119 – 493

બોરખડી-વ્યારા-તાપી – 20 – 235

કૂલ – ——— 2460 – 14,540

વજન કાંટાના શહેરને GIDC નહીં

દેશનો એક માત્ર કાંટા ઉદ્યોગ અમરેલીના સાવરકુંડલામાં આવેલો છે. છેલ્લા 7 વર્ષથી GIDCની માંગણી છે. સરકારે 10 વર્ષથી વચન આપ્યું છે કે અહીં GIDC આપશે. છતાં GIDC આપવામાં આવતી નથી. કાંટા ઉધોગને કારણે 20 હજાર લોકોને સીધી રોજગારી મળે છે. 309  વજન કાંટાના કારખાના સાવરકુંડલામાં છે. GIDCન બનવાના કારણે હવે કાંટા ઉદ્યોગ મંદી તરફ જઈ રહ્યો છે. અમદાવાદની કાપડ મીલો જે રીતે તૂટી ગઈ તે રીતે હવે સાવરકુંડલાનો વજન કાંટા ઉદ્યોગ તૂટવાની તૈયારીમાં છે.

દરેક ચૂંટણીમાં વચન

2012માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સવારકુંડલની ચૂંટણી સભામાં જાહેરાત કરી હતી કે GIDC આપીશું. 2017 ની ચૂંટણી વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે GIDC મંજુર કર્યાની વાત કરી હતી. તોલવાનું પાક્કુ કામ કરતાં કાંટાના શહેરમાં વચનો તોલ્યા વગર આપવામાં આવ્યા હોવાનું ઉદ્યોગકારો માની રહ્યાં છે.

સાવરકુંડલા વજન કાંટા ઉદ્યોગ ઉપરાંત વણકરો દ્વારા વણવામાં આવતા ઊનના ધાબળા માટે પ્રખ્યાત છે. આ બન્ને ઊગ્યોગ સારી રીતે વિકસિત થઈ શકે તેમ છે. તેમ છતાં અહીં GIDC આપમાં આવતી નથી. દિવાળીમાં દેશી પ્રકારના ફટાકડા ઇંગોરિયાની રમત માટે સાવરકુંડલા જાણીતું છે. તેનો ઉદ્યોગ પણ થઈ શકે કેમ છે. 60થી70 વર્ષ પહેલા હાથ બનાવટ કાંટા બનતા હતા. હવે ઇલેકટ્રીક કાંટા બનવવા લાગ્‍યા અને 10 હજાર કારીગર બેકાર બન્યા છે. ઇલેકટ્રીક કાંટા બજારમાં આવતા આ વર્ષા જુનો અને વિશ્વ પ્રખ્‍યાત હાથ બનાવવા કાંટાની માંગ સાવ બંધ થઈ છે. હવે ઈલેક્ટ્રીક કાંટા બની રહ્યાં છે.

(દિલીપ પટેલ)