ગુજરાતના ખેડૂતો માટે વિમા કંપનીએ રૂપિયા 2600 કરોડની પાકવિમા રકમ મંજુર કરેલ છે અને આ પાક વિમા રકમ ખેડૂતોના ખાતામાં માર્ચ મહિનાના અંત સુધીમાં તેમના ખાતામાં જમા થઇ જશે.
અમારી સરકાર ખેડૂતોની સરકાર છે. અમારી સરકાર ગામડાની સરકાર છે. અગાઉ 1995-96 સુધીમાં કૃષિ ઉત્પાદન
માત્ર 13,948 કરોડ રૂપિયાનું હતું જ્યારે આજે તેમાં 12 ગણો વધારો કરીને આ ઉત્પાદન 1,68,432 કરોડ રૂપિયાનું
થયેલ છે જેનો મતલબ ખૂબજ સ્પષ્ટ છે સરકારની પ્રોત્સાહક નિતિ ગુજરાતના ખેડૂતોનો પરિશ્રમ આજે ભારતની માર્કેટ
સર કરીને બેઠો છે.
મગફળીના ઉત્પાદનમાં 39.36 લાખ ટન સાથે ગુજરાત નંબર-1 ઉપર છે. એવી જ રીતે કપાસના ઉત્પાદનમાં 101 લાખ ગાસડીઓમાં ગુજરાત નંબર-1 છે. તેવીજ રીતે દૂધના ઉત્પાદનમાં 135 લાખ કરીને પણ ગુજરાત રાજય નંબર-1 ઉપર છે. ખેડૂતો પાસેથી અત્યાસ સુધીમાં રૂ. 2200 કરોડથી વધુની મગફળીની ખરીદી કરેલી છે.
રાજય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 8500 કરોડની મગફળીની ખરીદી કરી છે અને ચાલુ વર્ષે પણ 2200 કરોડથી વધુ રકમની મગફળી ખરીદી કરી હતી.
સૌરષ્ટ્ર-કચ્છની પ્રજાને દુષ્કાળ ભૂતકાળ બને તે માટે સૌની યોજનામાં સૌરાષ્ટ્રના 115 ડેમો નર્મદાના નિરથી ભરી દેવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ કાલાવડ ખાતે નિર્માણાધિન થનાર અધ્યતન માર્કેટીંગ યાર્ડનું ભૂમિ પૂજન, રૂ. 69.91 કરોડના ખર્ચે તૈયાર થનાર અધ્યતન ઔદ્યોગિક વસાહતનું લોકાર્પણ, રૂ. 164 લાખના ખર્ચે (પૂર્વ) અને કાલાવડ (પશ્ચિમ)ની નવનિર્મિત પી.જી.વી.સી.એલ.ની પેટા વિભાગીય કચેરીનું થયેલું લોકાર્પણનો કર્યું હતું.