भूपेन्द्र पटेल की सरकार नर्मदा नहर के सिंचाई क्षेत्र को छुपा रही है, Bhupendra Patel’s government hiding the irrigation area of Narmada Canal
દિલીપ પટેલ
અમદાવાદ, 10 જૂન 2026
ગુજરાત સરકારનો સિંચાઈ વિભાગ નર્મદાથી થતી સિંચાઈની વિગતો છૂપાવી રહ્યું છે. ખરેખર કેટલી સિંચાઈ ખેતરોમાં થઈ રહી છે તેની વિગતો જાહેર કરવાનું 2020થી બંધ કરી દીધું છે. હવે સિંચાઈના વિસ્તારોને સંભવીત સિંચાઈ તરીકે બતાવે છે. પણ ખરેખર કેટલી સિંચાઈ થઈ રહી છે તે અંગે વિગતો જાહેર કરતું નથી.
નર્મદા બંધની નહેરોથી સિંચાઈ મંડળીઓએ પાણીની માંગણી કરી હોય તેની વિગતો જાહેર કરવી જોઈએ પણ તે થતી નથી. મંડળીઓએ સિંચાઈ માટે કેટલા નાણાં ભર્યા છે તેની વિગતો આપતું નથી.
કોરોનાથી આંકડાઓ આપવાના બંધ કર્યા છે.
ગુજરાતમાં 2019 થી 2026 દરમિયાન સિંચાઈ, જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગનો હવાલો મુખ્યત્વે
2019થી સિંચાઈ પ્રધાન તરીકે કુવરજી બાવળિયા રહ્યાં છે.

અગાઉ
જયનારાયણ વ્યાસ, નરોત્તમ પટેલ,
બાબુ બોખીરીયા, નીતિન પટેલ, પરબત પટેલ, ચાલુ કુંવરજી બાલળિયા કેબિનેટમાં સિંચાઈનો હવાલો સંભાળતા રહ્યાં છે.
મૂળ મંજૂર ખર્ચ રૂ. 6,406 કરોડ હતું.
સુધારેલ સત્તાવાર પ્રોજેક્ટ ખર્ચ રૂ. 33,413 કરોડ બતાવે છે. 2025 સુધીનો નોંધાયેલ ખર્ચ આશરે રૂ. 31,800 કરોડ બતાવે છે. પણ ડેમ, સમગ્ર નર્મદા કેનાલ સિસ્ટમ, દેવું, વ્યાજ સહિતનો વ્યાપક અંદાજ રૂ. 60થી 70 હજાર કરોડથી વધુ હોઈ શકે છે.
જળસંપત્તિ વિભાગનું અંદાજપત્ર 2021થી 8 હજાર કરોડથી વધીને 2026માં 13 હજાર કરોડ થયું છે.
કુંડીઓ બનાવવાના બદલે સરકાર પાઈપ લાઈનની વાત કરે છે.
તળાવોમાં પાણી નાંખ્યું તેને સિંચાઈ ગણી લે છે. 194 તળાવો અને 6 નાના સિંચાઈ પ્રોજેક્ટોમાં નર્મદા પાણી પહોંચાડવા રૂ. 451.67 કરોડની યોજના મંજૂર કરી હતી. આશરે 5,492 હેક્ટર જમીનને સિંચાઈ થઈ રહ્યો હોવાનું કહેવામાં આવે છે.
આ એક ફ્રોડ છે.
1 કરોડ 9 હજાર હેક્ટર ખેતીની કુલ જમીન છે, જેમાં 53 હજાર ખેડૂતો છે.
જેમાં બોર, કુવા, તળાવ, નહેરની કુલ સિંચાઈ 53 લાખ હેક્ટરમાં સિંચાઈ થાય છે.
એક વખત સિંચાઈ થતી હોય એવો 45 લાખ હેક્ટર છે.
બે વખત સિંચાઈ થતી હોય એવો 2 લાખ 58 હજાર હેક્ટર છે.
સિંચાઈ ન થતી હોય એવો વિસ્તાર 52 લાખ હેક્ટર છે.
2026ના આંકડા કહે છે કે, નહેરથી સિંચાઈ 18 લાખ 500 હેક્ટરમાં થાય છે.
જ્યારે કુવાથી 19 લાખ હેક્ટર અને બીજી કુવાથી 18 લખ હેક્ટર થાય છે.
63 લાખ હેક્ટરમાં તમામ પ્રકારની સિંચાઈ થાય છે.
વાસ્તવમાં સિંચાઈ
2008માં નર્મદા સહિતના તમામ બંધોથી નહેર મારફતે સિંચાઈ થતી હોય એવો વિસ્તાર 8 લાખ 56 હજાર હેક્ટર હતો.
2023માં તમામ બંધોની નહેરોનો કુલ સિંચાઈ વિસ્તાર 18 લાખ 52 હજાર હેક્ટર થયો છે.
તેનો મતલબ કે નર્મદા સહિતના તમામ બંધો દ્વારા 15 વર્ષમાં 10 લાખ હેક્ટર વિસ્તારમાં નહેરની સિંચાઈ વધી છે.
15 વર્ષમાં નહેરની સિંચાઈ વધી
જિલ્લો 2008 – 2023 – વધારો
સુરેન્દ્રનગર 35300 – 150000 – 1,14,700
મોરબી ***** – 115800 – 100000
અમદાવાદ 53900 – 91700 – 37,800
બનાસકાંઠા 16300 – 135300 – 1,19,000
વડોદરા 32400 – 110800 – 78,400
છોટાઉદેપુર ***** – 19200 – 0000
નર્મદા 9500 – 16700 – 7,200
ગાંધીનગર 3300 – 12100 – 8,800
ડાંગ 0 – 0
ભરૂચ 53900 – 52900 – 000
ખેડા 51800 – 73700 – 21,900
આણંદ 68900 – 112000 – 43,100
મહેસાણા 45300 – 91900 – 46,600
પાટણ 5300 – 84600 – 79,300
પંચમહાલ 23800 – 17100 – 000
દાહોદ 1100 – 32400 – 000
સાબરકાંઠા 23100 – 32800 – 9,700
મહિસાગર ***** – 39900 – 30,000
અરાવલી ***** – 31700 – 15000
ભાવનગર 86800 – 61100 – 000
બોટાદ ***** – 21200 – 000
કચ્છ 29200 – 123000 – 93,800
રાજકોટ 25000 – 69700 – 44,700
કુલ સિંચાઈ 6,00200 – 16,50200 – 10,50,000 (9,74,400)
નર્મદા વગરના જિલ્લા
વલસાડ 11000 – 42000
નવસારી 68900 – 45600
સુરત 136900 – 90400
તાપી 11200 – 38800
અમરેલી 7800 – 28300
જામનગર 21600 – 49200
દ્વારકા ***** – 5700
ભારતમાં સૌથી મોટા સિંચાઈ પ્રોજેક્ટ્સનું કમાન્ડ એરિયા સાથે
પ્રોજેક્ટ રાજ્ય અંદાજિત સિંચાઈ/કમાન્ડ વિસ્તાર
1 ઇન્દિરા ગાંધી કેનાલ પ્રોજેક્ટ રાજસ્થાન ~15.0 લાખ હેક્ટર
2 સરદાર સરોવર ડેમ ગુજરાત 17.92 લાખ હેક્ટર (ગુજરાત) + 2.46 લાખ હેક્ટર (રાજસ્થાન) ≈ 20.4 લાખ હેક્ટર લાભ વિસ્તાર
3 ભાકરા નંગલ પ્રોજેક્ટ પંજાબ વગેરે. સીસીએ 23.70 લાખ હેક્ટર; AIP 16 લાખ હેક્ટર
4 નાગાર્જુન સાગર ડેમ તેલંગાણા/આંધ્રપ્રદેશ ~8.6–9.0 લાખ હેક્ટર
5 હીરાકુડ ડેમ ઓડિશાને ~15 લાખ હેક્ટર સુધીના વિસ્તારનો લાભ મળે છે
6 તુંગભદ્રા ડેમ કર્ણાટક/આંધ્રપ્રદેશ ~5.5 લાખ હેક્ટર
7 ઉકાઈ ડેમ ગુજરાત ~ 4 લાખ હેક્ટર (વિવિધ સત્તાવાર સ્ત્રોતો મુજબ)
8 શ્રી રામ સાગર પ્રોજેક્ટ તેલંગાણા ~3.9 લાખ હેક્ટર
9 જાયકવાડી ડેમ મહારાષ્ટ્ર ~2.4 લાખ હેક્ટર
10 ગાંધી સાગર પ્રોજેક્ટ મધ્યપ્રદેશ/રાજસ્થાન ~2 લાખ હેક્ટર
ઘણા પુસ્તકો અને વેબસાઇટ્સમાં ભાખરા-નાંગલ પ્રોજેક્ટનો સિંચાઈ વિસ્તાર 40 લાખ હેક્ટર દર્શાવવામાં આવે છે, કારણ કે તેમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ફેલાયેલ સમગ્ર કેનાલ નેટવર્કનો લાંબા ગાળાનો લાભ વિસ્તાર સામેલ કરવામાં આવે છે.
BBMB દસ્તાવેજ મુજબ:
સિંચાઈ શક્યતા 16 લાખ હેક્ટર
કમાન્ડ વિસ્તાર 23.70 લાખ હેક્ટર
ગ્રોસ કમાન્ડ વિસ્તાર 26.80 લાખ હેક્ટર
કમાન્ડ વિસ્તાર (CCA/GCA) પ્રમાણે 23.70 લાખ હેક્ટર.
વાર્ષિક સિંચાઈ ક્ષમતા (AIP) પ્રમાણે સરદાર સરોવર 18.45 લાખ હેક્ટર છે જ્યારે ભાખરા 16 લાખ હેક્ટર કરતાં વધારે દર્શાવવામાં આવે છે.
વિશ્વના કેટલાક સૌથી મોટા સિંચાઈ-સઘન ડેમ અને તેમની સાથે સંકળાયેલ અંદાજિત સિંચાઈ વિસ્તારો નીચે મુજબ છે:
પ્રોજેક્ટ દેશ સિંચાઈ વિસ્તાર
સિંધુ બેસિન સિંચાઈ પ્રણાલી પાકિસ્તાન ~18 મિલિયન હેક્ટર
નાઇલ સિંચાઇ સિસ્ટમ ઇજિપ્ત ~34 લાખ હેક્ટર
દક્ષિણ-પૂર્વ એનાટોલિયા પ્રોજેક્ટ તુર્કી ~18 લાખ હેક્ટર
નર્મદા કેનાલ પ્રોજેક્ટ ભારત ~18.45 લાખ હેક્ટર
ભાખરા કેનાલ સિસ્ટમ ભારત ~57 લાખ હેક્ટર
ડેમનું નામ દેશ નદી અંદાજિત સિંચાઈ વિસ્તાર
1 તરબેલા ડેમ પાકિસ્તાન સિંધુ ~ 69 લાખ હેક્ટર
2 અસવાન હાઇ ડેમ ઇજિપ્ત નાઇલ ~ 34 લાખ હેક્ટર
3 થ્રી ગોર્જ ડેમ ચાઇના યાંગ્ત્ઝે ~ 20 લાખ હેક્ટર (પરોક્ષ લાભ)
4 અતાતુર્ક ડેમ તુર્કી યુફ્રેટીસ ~18 લાખ હેક્ટર
5 ભાખરા ડેમ ઈન્ડિયા સતલજ ~57 લાખ હેક્ટર
6 હીરાકુડ ડેમ ઈન્ડિયા મહાનદી ~15 લાખ હેક્ટર
7 સરદાર સરોવર ડેમ ઈન્ડિયા નર્મદા ~18.45 લાખ હેક્ટર
8 હૂવર ડેમ યુનાઇટેડ સ્ટેટ્સ કોલોરાડો ~11 લાખ હેક્ટર
9 ટુકુરુઇ ડેમ બ્રાઝિલ ટોકેન્ટિન્સ ~50 લાખ હેક્ટર
10 કરીબા ડેમ ઝામ્બિયા/ઝિમ્બાબ્વે ઝામ્બેઝી ~2 લાખ હેક્ટર

જુનાગઢ 34000 – 27200
સોમનાથ ***** – 25800
પોરબંદર 0 – 4500
કુલ 856300 – 1852900

English





You must be logged in to post a comment.