શિક્ષીકા અને 8માં ધોરણમાં ભણતો શિષ્ય ભાગી ગયા

ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં કામ કરતા સરકારી કર્મચારીએ તેના 8માં ધોરણમાં ભણતા 14 વર્ષના પુત્રના ગાયબ થવા અંગે ફરિયાદ નોંધાઈ છે. પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે, તેનો પુત્ર એક 26 વર્ષની શિક્ષક સાથે ફરાર થઈ ગયો છે.

મહિલા ટીચરે તેના પુત્રને લલચાવી ફોસલાવીને પોતાની સાથે ભગાડી ગઈ છે. શુક્રવારે સાંજે 4 વાગ્યા બાદ તેનો દીકરો ગૂમ છે અને તપાસ કરતા ક્લાસ ટીચર પણ ગુમ છે. કલોલ પોલીસે આ કેસમાં IPCની કલમ 363 અંતર્ગત FIR નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. FIR મુજબ શિક્ષિકા કલોલ ગામના દરબારી ચોલમાં રહેતી હતી.

એક મહિલા શિક્ષિકા વિદ્યાર્થી સાથે અફેર કરી રહી હતી, જે એક વર્ષથી કથિત રીતે ગુમ થયેલી હતી. શાળા પ્રશાસને જણાવ્યુ હતું કે, તમારા બન્નેના સંબંધો સ્વીકારી શકાય તેમ નથી. જેના કારણે તેઓ શુક્રવારે ઘરેથી નીકળી ગયા હતા. કોઈ શિક્ષક તેના વિદ્યાર્થી સાથે ભાગી ગયો હોવાનો કેસ ભાગ્યે જ જોવા મળે છે. વિદ્યાર્થી આઠમા વર્ગનો વિદ્યાર્થી છે.

વિદ્યાર્થીના પિતાએ જણાવ્યુ છે કે, હું તેના ટીચરના ઘરે પણ ગયો હતો પરતું ત્યા પણ કોઈ જોવા મળ્યું ન હતું. ગુમ થયેલા શિક્ષિકા અને વિદ્યાર્થી સાથે સેલ ફોન ન લઈ ગયા હોવાથી શોધવામાં મુશ્કેલી આવી રહી છે.