પ્રશાંત.પંડીત,તા.૧૯
જ્યારે આપણે અમદાવાદ મહાનગરપાલિકામાં હોંશેહોંશે મિલકતવેરો ભરીને સંતોષ માની લઇએ છેકે એક વર્ષ માટે આપણે સરકારને આપવાનો વેરો ચૂકવી દીધો છે જેથી તંત્ર દ્વારા સારા વિકાસ કામો થશે અને આપણને સુવિધા પણ મળી રહેશે. પરંતુ આપણે જે મિલકત વેરો ભરીએ છીએ તેની રકમ કઇ રહીતે ગણાય છે અને તે ક્યાં આધારે ગણતરી થાય છે તેની આપણે દરકાર લીધી છે? આપણને આપણા તંત્ર પર અત્યાર સુધી ભરોસો હતો કે મિલકતવેરા વિભાગ બરોબરની ગણતરી કરીને આપણને કહેતુ હશે. એ પ્રમાણે આપણે વર્ષેદહાડે વેરો ભરી દઇએ છીએ. પરંતુ સવાલએ થાય છે કે આ મિલકતવેરાની ગણતરી સાચી છે કેખોટી તેની દરકાર આપણે લેતાં નથી. પરંતુ અમદાવાદના એક રહિશ અને પૂર્વ ઇન્સ્પેક્ટર પુનમ પરમારે આ દરકાર લીધી હતી અને તેમણે એક માહિતી અધિકાર હેઠળ આરટીઆઇ કરી હતી. આ આરટીઆઇમાં જે માહિતી બહાર આવી તે કદાચ અમદાવાદના દરેક નાગરિકને હચમચાવી નાંખે તેવી છે. આ માહિતી સ્ફોટક પણ એટલી છેકે ભલભલાને તંત્ર ઉપર ગુસ્સો આવે…તંત્ર પ્રત્યે ફિટકાર સિવાય કશું ન આવે..
વાત જાણે એમ છેકે ,
અમદાવાદ શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ મળીને આવેલી કુલ ૨૩.૫૦ લાખ મિલ્કતોના મિલ્કતધારકો પાસેથી કયા આધારે મિલ્કતવેરો વસૂલવામાં આવે છે એની કોઈ વિગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર પાસે ન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ માહીતી અધિકાર કાયદા હેઠળ માંગવામાં આવેલી માહીતીમા બહાર આવ્યો છે.સાથે જ શહેરમાં હાલ જે કાર્પેટ એરીયા આધારીત પધ્ધતિથી મિલ્કતવેરો વસૂલવામાં આવે છે એના ગેઝેટની કોપી પણ અમપાના વહીવટીતંત્ર પાસે નથી.
અરજદાર પુનમભાઈ પરમાર દ્વારા માહીતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ અમદાવાદ શહેરમાં વસતા મિલ્કતધારકો પાસેથી મિલ્કતવેરો કાયદાની કઈ જોગવાઈ અને કઈ પધ્ધતિથી વસૂલાય છે તે અંગે માહીતી માંગી હતી.સાથે જ તેમણે શહેરીજનો દ્વારા કોઈ કારણોસર મોડેથી ભરવામાં આવતા મિલ્કતવેરા ઉપર વસૂલાતા મિલ્કતવેરા પર વસૂલાતા ૧૮ ટકા વ્યાજ કયા નિયમ હેઠળ વસૂલાય છે એ અંગે માહીતી માંગી હતી.
અરજદારને આપવામાં આવેલા લેખિત જવાબમાં કહેવાયુ,વાર્ષિક મિલ્કતવેરો કયા આધારે લેવામાં આવે છે એનો કોઈ રેકર્ડ ઉપલબ્ધ નથી.ટેકસ વિભાગના એક નિવૃત્ત અધિકારીએ કહ્યુ,ગુજરાત પ્રોવેન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ-૧૯૪૯ના શિડયુલ(અ)પ્રકરણ-આઠના વિનિયમ-૩૦ મુજબ મિલ્કતવેરા પૈકી દરેક મિલ્કતવેરો છ માસિક હપ્તા મુજબ પહેલી અને પહેલી ઓકટોબર એમ બે હપ્તામાં વસુલવાનો મૂળ નિયમ હોવાછતા વાર્ષિક મિલ્કતવેરાની વસૂલાત કોણે શરૂ કરાવી એ તપાસનો વિષય છે.
આઘાતજનક તથ્ય તો એ બહાર આવવા પામ્યુ છે કે,હાલ જે કાર્પેટ એરીયા આધારીત મિલ્કતવેરાની વસૂલાત કરાય છે એ અંગેનુ ગેઝેટ ૨૫ સપ્ટેમ્બર-૨૦૧૧ના રોજ બહાર પાડવામાં આવ્યુ હતુ એની નકલ પણ અમપા પાસે ન હોવાનુ અરજદારને લેખિતમાં કહેવામાં આવ્યુ છે.
યુઝર ચાર્જમાં ઓનલાઈન વ્યાજ ચઢાવાય છે..
અમપા ટેકસ વિભાગમાં કેટલી હદે ગેરરીતી ચાલી રહી છે તેનો વધુ એક નમૂનો સામે આવવા પામ્યો છે.વર્ષ-૨૦૧૮-૧૯નો જેમણે ટેકસ ભરી દીધો હોય.વર્ષ-૨૦૧૯-૨૦નો વેરો ભરવાની તારીખ વીતી ગઈ હોય,તેમાં બે વર્ષના વેરાને યુઝર ચાર્જ પર ઓનલાઈન કોમ્પયુટરમાં વ્યાજ ગણાતુ હોવાનો આક્ષેપ પૂર્વ ઈન્સપેકટર પુનમ પરમારે કર્યો છે.
અધિકારી શુ કહે છે..
આ અંગે એસેસર અને ટેકસ કલેકટર દેબાશિષ બેનર્જીને પુછતા તેમણે કહ્યુ,આ અંગે કોઈ જાણ નથી.પરંતુ તાતા કન્સલ્ટન્સીને આપણે કામગીરી સોંપેલી છે.જેથી જો કોઈ સ્થળે સોફટવેરમાં ખામીના કારણે આમ થતુ હશે તો તપાસ કરાવી લઉ છુ.