સરકાર રૂ.20 કરોડ દારુમાંથી અમદાવાદ અને ગાંધીનગરમાં કમાઈ

અમદાવાદ-ગાંધીનગરમાં દારૂ વેચતી 20 હોટલોમાં સરકારને 4.46 કરોડનો ટેક્સ મળ્યો

ગાંધીનગર- અમદાવાદ અને ગાંધીનગરમાં હોટલોનો 20 હોટલોનો દારૂ આપવાના પરવાના કાઢી આપવામાં આવેલા છે. આ પરવાનાના કારણે દારૂની પરમીટ ધરાવતા વ્યક્તિઓ પાસેથી સરકારને ગયા વર્ષે 2.60 કરોડની આવક થઇ હતી જ્યારે ચાલુ વર્ષે 10.86 કરોડની આવક થઇ છે. 

જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં નશાબંધી અને આબકારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ જવાબ આપ્યો હતો. ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ અને ગાંધીનગરની હોટલોને દારૂની પરવાનગી અંગે પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે 20 હોટલોને દારૂ વેચવાના લાયસન્સ આપવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં સરકારે એક પણ લાયસન્સ કેન્સલ કર્યું નથી.

છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરની હોટલોમાં દારૂના વેચાણથી સરકારને કેટલો ટેક્સ મળ્યો તેવા પૂરક પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે બે વર્ષમાં 31મી મે 2019 સુધીમાં સરકારને 4.46 કરોડ રૂપિયાની આવક થઇ છે.