ગાંધીનગર,તા:૨૦
સરકારમાંથી સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયાના કેસમાં દિલ્હીની પીડિત મહિલા નીલુસિંગ ગુજરાત આવી પહોંચી છે અને તેને ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્ય પોલીસ વડાને મળવાનો સમય માંગ્યો છે, મહિલાએ કહ્યું છે કે ગૌરવ દહિયાથી મને એક પુત્રી થઇ છે અને હું તેના ડીએનએ ટેસ્ટ માટે પણ તૈયાર છું, મારી પુત્રીને તેના પિતાથી બધા જ અધિકાર મળવા જ જોઇએ, દહિયાએ મારી સાથે લગ્ન કરીને છેતરપિંડી કરી છે.
પીડિતાએ આક્ષેપ કરતા જણાવ્યું કે આ મામલે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, તેની મને ખબર નથી, પરંતુ હું મુખ્યમંત્રી, રાજ્ય પોલીસવડા અને ગાંધીનગરના SPને મળીને રજૂઆત કરીશ, જ્યાં સુધી મારી ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી હું અહીંયાથી પાછી જવાની નથી, મહિલાએ હવે દહિયા સામે આક્રમક વલણ બતાવ્યું છે, દહિયાએ પણ સામે મહિલા સામે પોલીસમાં બ્લેકમેઇલિંગની અરજી આપી છે, નોંધનિય છે કે દહિયા સામે પુરાવા મળતા ગુજરાત સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા છે.