સાબરકાંઠાઃ 38 ગામો એવા છે કે તેમણે 2થી 5 કિ.મી. ચાલીને પાણી ભરવા જવું પડે છે

વિધાનસભા બેઠકો: – 27-હીંમતનગર, 28-ઈડર(SC), 29-ખેડબ્રહ્મા(ST), 30-ભીલોડા(ST), 31-મોડાસા, 32-બાયડ, 33-પ્રાંતિજ.

લોકસભામાં જ્ઞાતિના સમીકરણ:

વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC ઓબીસી GENERAL સામાન્ય

નામ
ઠાકોર કોળી રબારી ચૌધરી અન્ય લેઉવા પટેલ કડવા પટેલ ક્રિશ્ચિયન બ્રાહ્મણ જૈન દરબાર અન્ય
27 હીંમતનગર 2,14,375 23,740 2,967 22,718 63,497 0 3,842 2,100 14,134 10,582 43,880 765 9,215 11,085 3,250 2,600
28 ઈડર 2,27,156 31,148 10,466 20,762 46,984 0 5,368 23,098 14,394 2,800 36,504 0 8,381 5,862 17,596 3,793
29 ખેડબ્રહ્મા 1,92,077 7,111 1,20,071 1,200 24,984 0 1,362 8,410 5,272 0 4,850 3,116 6,430 4,340 3,696 1,235
30 ભીલોડા 2,35,032 12,539 1,17,903 5,114 52,599 0 1,120 9,772 14,845 0 3,029 3,039 3,833 3,833 1,875 5,531
31 મોડાસા 2,10,257 19,185 4,291 28,792 77,347 0 5,632 16,712 23,376 850 20,498 50 4,003 4,742 2,229 2,550
32 બાયડ 1,96,645 10,897 3,345 3,847 1,03,965 0 2,670 7,400 14,438 12,300 28,223 250 2,761 1,109 3,145 2,295
33 પ્રાંતિજ 2,05,705 19,092 150 8,126 92,682 0 7,071 13,700 12,368 4,998 30,572 600 3,920 5,280 3,042 4,104
કૂલ  2012 પ્રમાણે 14,81,247 1,23,712 2,59,193 90,559 4,62,058 0 27,065 81,192 98,827 31,530 1,67,556 7,820 38,543 36,251 34,833 22,108

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા 2017 વિધાનસભા
BJP 5,52,205 5,88,150
INC 4,67,750 6,02,163
તફાવત 84,455 14,013

 

2014 લોકસભા

મતદાર : 1615840
મતદાન : 1095863
કૂલ મતદાન (%) : 67.82

 

CANDIDATES NAME PARTY NAME TOTAL VOTE %  VOTES
ભેમાભાઈ ચંદુભાઈ મુળચંદભાઈ BSP 16665 1.52
રાઠોડ દીપસિંહ શંકરસિંહ BJP 552205 50.39
શંકરસિંહ વાઘેલા બાપુ INC 467750 42.69
પટેલ ભોગીલાલ હરીભાઈ BNJD 9046 0.83
શેખ આરીફ ખાન SP 2314 0.21
પટેલ ઈશ્વરભાઈ શકરાજી IND 1674 0.15
પટેલ પુરુષોત્તમભાઈ અંબાલાલ IND 1876 0.17
બાબુસીંઘ સોમાનસિંઘ નરવે IND 3527 0.32
વેલાણી શાંતિલાલ કરમશી IND 6816 0.62
સોલંકી છગનભાઈ કેવળભાઈ IND 9795 0.89
None of the Above NOTA 22334 2.04

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2004       મધુસુદન મિસ્ત્રી                         INC

2009       મહેન્દ્રસિંહ ચૌહાણ               BJP

2014       દીલસિંહ શંકરસિંહ રાઠોડ               BJP

વિકાસના કામો

  • ગાંધીનગરથી 60 કિલોમીટરના અંતરે ગુજરાતનું ‘ફાઇવસ્ટાર’ પુંસરી ગામ આવેલું છે. સાબરકાંઠા જિલ્લાના આ ગામની મુલાકાતે 60 દેશોનું એક પ્રતિનિધિ મંડળ આવ્યું હતુ. જેને દેશની શ્રેષ્ઠ પંચાયતનો એવોર્ડ મળેલો છે.
  • બેંકના ચેરમેન દ્વારા દૂધ મંડળીઓના ગ્રાહકોનું દૂધનું પેમેન્ટ માઈક્રોએ.ટી.એમ દ્વારા કરવામાં આહવાન કરવામાં આવેલ. બેંકના ચેરમેન એ ડિજિટલ બેંકિંગ ક્ષેત્રે બેંકે કરેલ કામગીરીની વિસ્તૂત છણાવટ કરી જેના અન્વયે તાજેતરમાં નવી દિલ્હી ખાતે બેન્કિંગ ફન્ટીયર મેગેઝિન દ્વારા બેસ્ટ ડેબિટ કાર્ડ ઇનીશિએટીવ નો એવોર્ડ રિઝર્વ બેંકના ડાયરેક્ટર શ્રી ના વરદ હસ્તે બેંકને એનાયત થયેલ છે
  • શામળાજી મંદિરનો વિકાસ કર્યો છે. મ્યુઝિયમ બનાવાયું છે અને દબાણો દૂર કરાયા છે.
  • જમીન રીસરવે કરવામાં આવ્યો છે
  • કામધેનું યુનિવર્સિટી રાજપુરમાં 300 હેક્ટર જમીન પર બનાવી છે.
  • ખડોદા સોલાર પાર્ક ઊભો કરાયો છે. રૂ.150 કરોડના ખર્ચે 64 લાખ પેનલ્સ મૂકવામાં આવી છે. 200 લોકોને રોજગારી, 150 ગામના 20 હજાર ઘરને વીજળી મળી શકશે.
  • 40 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ 150 વિદ્યાર્થીઓ અને 750 પથારી ઊભી થતાં લોકોને ફાયદો

પ્રશ્નો ઘટનાઓ

  • સાબરકાંઠાઃ દૂધના ભાવ ઘટાડાતાં ખેડૂતોનું વિરોધપ્રદર્શન, રાજ્ય સરકાર સામે વિરોધનો વંટોળ છે. ખેડૂતોની નારાજગી ગ્રામ્યક્ષેત્રે અસર કરશે.
  • મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો, ઘઉંના ભાવ ઓછા મળતા હરાજી બંધ કરાવી હતી. ભાવ ન મળવાના કારણે પ્રાંતિજ હાઈવે પર ખેડૂતોએ શાકભાજી ઠાલવી વિરોધ કર્યો હતો.
  • 1389 ગામોની 40 લાખ ખેતીની જમીનના ટૂકડાઓનો રીસરવે કરાયો છે તેમાં સરકારની સામે ખેડૂતોનો વિરોધ છે
  • સાબરકાંઠા જીલ્લાનાં ઇડર અને ખેડબ્રહ્મા તાલુકાનાં 4 ગામની માધ્યમિક શાળાઓમાં 42 શિક્ષકોની બોગસ ભરતી કાંડ બાદ અહીં લોકોમાં શિક્ષણના કૌભાંડોથી ત્રસ્ત છે.
  • અહીં જૂની ચલણી નોટોનો વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો.

પ્રભાવશાળી વ્યક્તિઓ

  • સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી ચેરમેન મહેશભાઈ અમીચંદભાઈ પટેલ
  • લંકેશ અને લોકસભાના પૂર્વ સભ્ય અરવિંદ ત્રિવેદીનો અહીં આજે પણ પ્રભાવ છે

સંભવિત સ્થિતી

  • ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વતન ઉત્તર ગુજરાતની ચાર લોકસભા બેઠકો જીતી લાવવી ભાજપ માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બન્યો છે. ચારેય બેઠકોમાં સહુથી વધુ તાકાત ભાજપ સાબરકાંઠામાં જ લગાડી રહી છે. 2009 લોકસભા ચૂંટણીમાં ભાજપે સાબરકાંઠા બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી પણ પાટણ બેઠક ગુમાવવી પડી હતી.
  • આ વખતે ચારેય બેઠકો જીતવા ભાજપે બધા નેતાઓને કામે લગાડયાં છે. હિંમતનગરના કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં ભેળવી તેમને ફરી ટિકિટ આપી ભાજપનું કોંગ્રેસીકરણ પણ થયું છે. નવો અરવલ્લી જિલ્લો બનાવી ભાજપે ગણિત પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કર્યો પણ કોંગ્રેસે પીઠ નેતા શંકરસિંહ વાઘેલાને મેદાનમાં ઉતારી ભાજપના બધા ગણિત ઊંધા પાડી દીધા.

ભાજપ

  • સાબરકાંઠા દિપસિંહ રાઠોડનો તેમના મતક્ષેત્રમાં વિરોધ છે. ત્યાંના સ્થાનિક ભાજપમાં પણ તેમની સામે રોષ છે.
  • શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા. હવે લોકસભાની ચૂંટણી પહેલાં મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા ત્યારે સાંબરકાંઠાની સીટ પરથી લોકસભા લડે તેવી સંભાવનાઓ હતી. શંકરસિંહ વાધેલા સારી રીતે જાણે છે કે, સાબરકાંઠામાં ભાજપને જીતવું એ આ લોકસભામાં લોઢાના ચણા ચાવવા જેવું છે. જેને પગલે દિકરો બલીનો બકરો બની જશે અને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થવાની સાથે દીકરાની કારકીર્દી પૂરી થઈ જશે. ભાજપને પણ શંકરસિંહ સારી રીતે જાણે છે. એટલે રિસ્ક ન લીધું તેમ કહેવાય છે.

કોંગ્રેસ

  • ચારેય સીટો પર જ્ઞાતિવાદના આધારે જ ભાજપ-કોંગ્રેસ સંપૂર્ણ લડાઈ લડી રહ્યા છે. પાટણમાં ઠાકોર સામે ઠાકોર, મહેસાણામાં પટેલ સામે પટેલ, બનાસકાંઠામાં ચૌધરી સામે ચૌધરી અને સાબરકાંઠામાં ક્ષત્રિય સામે ક્ષત્રિય. આમ બંને પાર્ટીઓ જ્ઞાતિવાદના આધારે જ ચૂંટણી જીતવાની રણનીતિ બનાવીને આગળ વધી રહી છે. ભાજપ તમામ ચાર બેઠક કોઈપણ ભોગે જીતવાના મરણીયા પ્રયાસો કરી રહી છે. તો કોંગ્રેસ પાટણ ફરી જાળવી રાખવા અને મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભાજપને આંચકો આપવા રણનીતિ ઘડી રહી છે.
  • સાબરકાંઠા લોકસભા બેઠક પર 3 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક પરથી એઆઈસીસીના મંત્રી મધુસુદન મિસ્ત્રી, ડાહ્યાભાઇ પટેલ અને અશ્વિન કોટવાલે કરી દાવેદારી કરી હતી.
  • બાયડ કોંગ્રેસમાં ગાબડું, તાલુકા પંચાયતના 3 સદસ્યો ભાજપમાં જોડાયા

વચનો પુરા ન થયા

  • અહીં આદિવાસી વિસ્તારોના 45 પછાત તાલુકાઓમાં વિકાસના કામો કરવા માટે સરકારે પુરતું બજેટ આપ્યું ન હોવાનું લોકોને લગતાં તેઓ છેતરાયા હોવાનું માને છે. સાબરકાંઠા ના પોશીના તાલુકો જ્યા રાજસ્થાન સરહદ ની પાસે આવેલું છે ત્યાં આજુબાજુ આદિવાસી વિસ્તાર છે અને જ્યા વિકાસ નથી થયો.
  • જમીન રી સરવે માટે કામગીરી ફરીથી કરવા માટે ખેડૂતોને વચન આપ્યું હતું પણ તેમનું વચન પૂરું થયું નથી.
  • સોલાર પાર્કમાંથી વીજળી પેદા થશે તે આસપાસના 120 ગામમાં આપવામાં આવશે એવો વાયદો કરાયો હતો તે પૂરો થયો નથી.
  • વણજ ડેમ બનાવવા માટે આ આદિવાસીઓની જમીન લઇ લેવામાં આવી. બીજે જમીનના વાયદા પણ કરાયા. પણ આજ સુધી વેંત જમીન પણ નથી અપાઇ. જેના કારણે જમીન માલિકમાંથી હવે આ લોકો મજૂર બન્યા છે.
  • પીવાનું પાણી આપવાનું વચન આપવામાં આવ્યું હતું પણ 38 ગામો એવા છે કે તેમણે 2થી 5 કિ.મી. ચાલીને પાણી ભરવા જવું પડે છે.