સુરત : સુરતમાં જ નહીં પણ દેશની ડાયમંડ કંપનીમાંઓ હરીક્રષ્ના એકસપોર્ટ પ્રાઈવેટ લિમીટેડનું નામ મોટુ છે જો કે આ ડાયમંડ કંપનીના માલિક સવજી ધોળકીયાઓ પોતાની કરામત અને માર્કેટીંગની સ્ટાઈલને કારણે માત્ર ડાયમંડ કિંગ જ નહીં પણ દાનવીર તરીકેની ખ્યાતી મેળવી જો કે અમે થોડા મહિના અગાઉ દાનવીર સવજી ધોળકીયા કઈ રીતે કર્મચારીઓને મળવા પાત્ર બોનસની રકમને પોતાની ગણાવી તેમાંથી કાર ખરીદી જાણે પોતે હજારો કર્મચારીઓને કાર આપી રહ્યા છે તેવો દેખાડો કર્યો અને જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમારંભ ગોઠવી નરેન્દ્રી મોદીને પણ અંધારામાં રાખી તેમના નામનો ઉપયોગ કર્યો હતો, જો કે દેશ વિકાસ કરી રહ્યો છે તેવા દાવા વચ્ચે સુરતનો હિરા ઉધ્યોગ પણ મંદીનો સામનો કરે તે સ્વભાવીક છે પણ આ દરમિયાન સવજી ધોળકીયા પોતાના કર્મચારી પાસે અમારી કારના હપ્તા કંપની ભરી રહી છે તેવુ લખાણ લખાવી રહ્યા છે તેવુ બે રત્ન કલાકારોએ સોશીયલ મિડીયા ઉપર વાયરલ કરતા ધોળકીયાને તેમને નોકરીમાંથી કાઢી મુકી આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચમમાં પોતાની બદનામી થઈ રહી છે તેવા મતલબનની ફરિયાદ આપી છે જેની સામે રત્ન કલાકારોના ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્નારા સુરત પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપી પોતાનો પક્ષ પણ રજુ કર્યો છે.
ઘટનાની શરૂઆત આ પ્રમાણે થઈ હતી સુરતમાં પોતાની દાનવીર તરીકે છાપ ઉભી કરનાર સવજી ધોળકીયાએ પોતાના કર્મચારીઓ દિવાળીમાં કાર અને ફલેટ આપે છે તેવી ખ્યાતી તેમણે ગુજરાત સહિત સમગ્ર દેશના મિડીયામાં ઉભી કરી છે પણ વાસ્વીકતા એવી હતી કે દિવાળીના બોનસ પેટે રત્ન કલાકારોના પગારમાંથી દર મહિને કાપવામાં આવતી રકમ કારના ડાઉન પેમેન્ટ તરીકે ભરવામાં આવતી હતી, ગત દિવાળીમાં જયારે આ ભાંડો ફટતા સવજી ધોળકીયાએ જાહેરાંત કરી હતી કે હવે કારના હપ્તા કંપની ભરશે જો કે તેવુ થયુ ન્હોતુ આથી રત્ન કલાકારો દ્વારા પોતાની સાથે થઈ રહેલી છેતરપીંડી અંગે સોશીયલ મિડીયા ઉપર લખતા સવજી ધોળકીયા ભડકયા હતા અને તેમણે તમામ રત્ન કલાકારો પાસે લખાવી લીધુ હતું કે અમારા કારના હપ્તા કંપની ભરે છે જો આ વાત સાચી હોય તો ધોળકીયાએ આવુ લખાણ લખાવી લેવાની જરૂર ન્હોતી,, ત્યાર બાદ વગદાર ધોળકીયાએ સુરત ક્રાઈમમાં પોતાની બદનામી થઈ રહી છે તેવી ફરિયાદ પણ આપી હતી
આ આખી ઘટના પાછળ રત્ન કલાકાર અને યુનિયનના નેતા ભાવેશ ટાંક અને હરેશ કુબાવત છે તેવી શંકા જતાં તેમને નોકરીમાંથી કાઢી મુકયા હતા. આ મામલે યુનિયન દ્વારા સુરત પોલીસ કમિશનરને એક આવેદન પત્ર આપી પોતાનો પક્ષ રજુ કર્યો છે તેમનો દાવો છે કે તેમણે સોશીયલ મિડીયા ઉપર કઈ રીતે રત્ન કલાકારો મુર્ખ બનાવવામાં આવી રહ્યા છે તે અંગે વાકેફ કર્યા છે તેમનો ઈરાદો ધોળકીયાની બદનામીનો નથી આ ઉપરાંત યુનિયન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પણ રજુઆત કરવામાં આવી છે સાથે કારના હપ્તા જો કંપની ભરે છે તો પગાર સ્લીપમાં તેનો ઉલ્લેખ કેમ નથી તેવો પ્રશ્ન પણ પુછવામાં આવ્યો છે.
આ મામલે સુરતના અખબારો દ્વારા જયારે સવજી ઘોળકીયાનો સંપર્ક કરી તેમનો મત જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે અખબારનવેશોને પણ જો કોઈ સમાચાર છાપ્યા તો માનહાનીનો કેસ કરીશ તેવી ધમકી આપી હતી, આ ઉપરાંત એક રાજકિય દાવ પણ રમ્યા છે જેમાં તેઓ પોતાનો બચાવ એવો કરી રહ્યા છે કે આહીર જ્ઞાતિના રત્ન કલાકારો તેમની સામે પડયા છે અને તેઓ પાટીદારના ધંધા બંધ કરવા માટે કારસો ઘડી રહ્યા છે.