સુરતમાં વધુ એક છેડતીની ઘટના સામે આવી છે, અહીના વેસુ વીઆઇપી રોડ પર ચાલીને જઇ રહેલી યુવતીની એક રિક્ષા ચાલકે છેડતી કર્યા બાદ મોટી માથાકૂટ થઇ હતી, ગુસ્સે ભરાયેલી યુવતીએ રિક્ષાચાલક યુવકને નીચે ઉતારીને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો, એટલું જ નહીં યુવતીએ ચપ્પલ વડે છેડતી કરનાર શખ્સને માર માર્યો હતો, ઘટનાને પગલે અહી મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને તેમને પણ રિક્ષાચાલકને સબક શિખવ્યો હતો, સુરતમાં થોડા સમય પહેલા પણ એક રોમિયોની એક મહિલાએ જાહેરમાં ધોલાઇ કરી હતી, અને હવે વધુ એક રોમિયોને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.