સ્ટાર્ટઅપ્સ મોડેલ ફેલ, ગુજરાતમાં 2000થી વધુ કંપનીઓ બંધ  કેમ ?

ગાંધીનગરઃતા:૨૪ દેશના સ્ટાર્ટઅપ મિશનમાં ગુજરાત ત્રીજા નંબરે બતાવીને ભાજપની રૂપાણી અને મોદીએ ભરપુર પ્રસિદ્ધિ મેળવીને લોકોને અવળા માર્ગે દોર્યા હતા. ગુજરાતમાં આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ સ્ટાર્ટઅપ નીતિની પહેલી ઘોષણા કરવામાં આવી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાના પૈસે પૂરજોશથી પ્રમોશનમાં લાગી ગયા હતા.  2000 કંપનીઓ માટે નોટિસ જાહેર થઈ, બંધ થઈ. કંપનીઓએ પાછલા બે વર્ષમાં કંઈ પ્રોગ્રેસ કર્યું નહોતું.

જેમાં 1692 ખાનગી કંપનીઓ છે, જ્યારે 216 સાર્વજનિક કંપનીઓ છે. નોટિસ મુજબ આ કંપનીઓએ પાછલા બે વર્ષમાં કારોબાર શરૂ કર્યો નથી. જેમાંથી મોટાભાગના કંપનીઓએ પોતાનું વાર્ષિક રિટર્ન પણ દાખલ કર્યું નથી. આ ઉપરાંત જે કંપનીઓને નોટિસ મળી છે, તેમણે કોઈ જવાબ આપ્યો નથી. જેને પગલે કેટલીય કંપનીઓને રેકોર્ડથી હટાવી દેવામાં આવી છે. રજિસ્ટ્રાર ઑફ કંપની સાથે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કેટલીય કંપનીઓને રેકોર્ડથી હટાવી દેવામાં આવી રજિસ્ટાર ઑફ કંપનીઝ તરફથી રાજ્યની 1963 કંપનીઓને નોટિસ મોકલવામાં આવી હતી.

પાછલા વર્ષે રજિસ્ટ્રાર ઑફ કંપનીઝે નિષ્ક્ર્રિયતા માટે 7134 કંપનીઓ બંધ કરવાનો ફેસલો

કર્યો, જેમાં 2012 પછી સામેલ થયેલ 3430 કંપનીઓ હતી, જે નિષ્ક્રિય જણાઈ હતી. 2013-15 દરમિયાન સ્ટાર્ટઅપ મિશન અંતર્ગત ગુજરાતમાં 1963 કંપનીઓ રજિસ્ટર્ડ થઈ હતી. જેમાંથી 1171 કંપનીઓ એવી મળી આવી જેમણે નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19 દરમિયાન કોઈપણ પ્રકારનો કારોબાર કર્યો નથી અને રિટર્ન દાખલ નથી કર્યું.

સ્ટાર્ટઅપ ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની સ્થિતિને લઈ સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં સ્ટાર્ટઅપ કઈ રીતે નિષ્ફળ રહ્યા છે તે વાતની સરકારને પરવા નથી. દર વર્ષે 1.5 લાખથી વધુ કંપનીઓ સામેલ થાય છે, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને લૉજિસ્ટિક્સ આખા દેશમાં સૌથી સારું છે પરંતુ માર્કેટ સર્વે વિના સ્ટાર્ટઅપ શરૂ કરવાથી રાજ્યમાં બિઝનેસ મોડેલ ફેલ થઈ રહ્યું છે.