ગુજરાતમાં 1 લાખ કરોડ લિટર પાણી વાપરતી 7 સેમિકન્ડક્ટર ફેક્ટરી

અમદાવાદ અને સુરત શહેર જેટલું વપરાતું પાણી, 2030 સુધીમાં રાજ્યના 17 મહાનગરોના જેટલું પાણી વપરાશે.

7 सेमीकंडक्टर फ़ैक्टरियाँ 1 लाख करोड़ लीटर पानी का उपयोग कर रही हैं, पानी का उपयोग अहमदाबाद और सूरत शहरों जितना ही किया जाता है, 2030 तक इसमें राज्य के 17 महानगरों जितना पानी खर्च होगा,

7 semiconductor factories are using 1 lakh crore liters of water, Water is used as much as the cities of Ahmedabad and Surat, By 2030, it will consume as much water as 17 metropolitan cities of the state.

દિલીપ પટેલ
અમદાવાદ, 1 જુલાઈ 2026
ટાટા 300 કરોડ, કેયન્સ સેમિકોન 230 કરોડ, માઈક્રોન 135 કરોડ, સુચી સેમિકોન 103 કરોડ, સીજી સેમી, 18 કરોડ સેમિકન્ડક્ટર ચીપ ગુજરાતમાં ઉત્પાદન કરશે અથવા કરી રહી છે. જે કુલ 786 કરોડ ચિપ્સ થાય છે.

એક સેમિકન્ડક્ટર બનાવવા 140 લિટર પાણી જોઈએ છે. એ હિસાબે ગુજરાતની 6 સેમિકન્ડક્ટર ફેક્ટરીઓ અંદાજિત 1 લાખ 10 હજાર કરોડ લિટર પાણી વાપરતી હોવાનું અનુમાન મૂકી શકાય છે.

જે એક શહેરમાં વપરાતા પાણી જેટલો જથ્થો છે. અમદાવાદમાં વર્ષે 66 હજાર કરોડ લિટર પાણી જોઈએ છે. સુરત 57 હજાર કરોડ લિટર પાણી વાપરે છે. મતલબ કે આ બે શહેરના જેટલું પાણી જોઈએ એટલું 6 ફેક્ટરી વાપરી રહી છે. હજી બીજી ફેક્ટરી આવવાની છે ત્યારે ગુજરાતના 17 મહાનગરોને જેટલું પાણી જોઈએ છે એટલું પાણી સેમિકન્ડક્ટર ફેક્ટરી 2030 સુધીમાં વાપરતી હશે.

ભારતના 50 ટકા ચીપ્સ ગુજરાતમાં બનાવવાનો લક્ષ્ય ગુજરાત સરકારે રાખ્યો છે.

અત્યારે ભારતના 10 પ્રોજેક્ટમાંથી 6 પ્રોજેક્ટ ગુજરાતમાં છે. 2030 સુધીમાં રૂ. 1.70 લાખ કરોડ રોકાણ થશે.

S&P ગ્લોબલ રિપોર્ટ
S&P ગ્લોબલ રિપોર્ટ અનુસાર, ચિપ અત્યંત એડવાન્સ એટલે કે AI કે પ્રીમિયમ સ્માર્ટફોનની ચિપ માટે એક ચિપ પાછળ 100થી 140 લિટર સુધી પાણીનો વપરાશ થઈ શકે છે.

સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પાણીનો વપરાશ ખૂબ જ મોટો છે.

અલ્ટ્રા પ્યોર વોટર
ચીપ બનાવવા નળનું કે પીવાનું સામાન્ય પાણી નથી વપરાતું પણ અલ્ટ્રા પ્યોર વોટર વપરાય છે. ફેક્ટરીમાં પાણીને હજારો ગણું શુદ્ધ કરીને અલ્ટ્રા પ્યોર વોટર બનાવવામાં આવે છે, જે પીવાના પાણી કરતાં પણ 1 હજાર ગણું વધુ ચોખ્ખું હોય છે. 1 હજાર લિટર અલ્ટ્રા પ્યોર વોટર બનાવવા માટે આશરે 1400થી 1600 લિટર સામાન્ય પાણી પ્રોસેસ કરવું પડે છે.

પાણી શા માટે
કારણ કે, સિલિકોન શીટ પર ચિપની સર્કિટ દોરતી વખતે ધૂળનો એક નાનો કણ કે પાણીમાં રહેલા ક્ષાર પણ ચિપને બગાડી શકે છે. આથી ચિપને વારંવાર સાફ કરવા (Rinsing) માટે આ પાણી વપરાય છે. પ્રદૂષકો, ખનિજો અને અન્ય અશુદ્ધિઓને દૂર કરવા માટે ડીઓનાઇઝેશન અને રિવર્સ ઓસ્મોસિસ જેવી પ્રક્રિયાઓ દ્વારા ટ્રીટ કરવામાં આવે છે જે ચિપ્સને નુકસાન પહોંચાડી શકે છે.

એક ફેક્ટરીનો પાણી વપરાશ
એક સામાન્ય સેમિકન્ડક્ટર ફેક્ટરી દરરોજ 1.5 કરોડથી 3.5 કરોડ લિટર પાણી વાપરે છે. આ વપરાશ એક મધ્યમ કદના આખા શહેરના રોજના પાણીના વપરાશ જેટલો મોટો હોય છે.

ગુજરાતમાં 7 સેમિકન્ડક્ટર ફેક્ટરી 1 લાખ 10 હજાર કરોડ લિટર અલ્ટ્રા પાણી વર્ષે વપરાય છે

ટેકનોલોજી
આપણે જે ટેકનોલોજી પર આધાર રાખીએ છીએ – સેલફોન અને કમ્પ્યુટરથી લઈને LED બલ્બ અને કાર સુધી – સેમિકન્ડક્ટર વિના કામ કરી શકતી નથી. અને સેમિકન્ડક્ટર પાણી વિના બની શકતા નથી. ટેક કંપનીઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવા અને તેમની કૃત્રિમ બુદ્ધિ (AI) ટેકનોલોજીને ઝડપથી આગળ વધારવા માટે સેમિકન્ડક્ટરની જરૂર હોય છે.
સેમિકન્ડક્ટર શું છે
સેમિકન્ડક્ટર – અર્ધવાહક આધુનિક ઈલેક્ટ્રોનિક્સના મગજ છે. તે કંડકટર જે તાંબુ, તેમાંથી વીજળી સરળતાથી પસાર થાય છે અને વીજળી પસાર થતી નથી એવા પદાર્થો વચ્ચેના પદાર્થ છે.

સેમિકન્ડક્ટરનું મુખ્ય કામ ઈલેક્ટ્રિક કરંટને ચાલુ કે બંધ કરવાનું અને તેના પ્રવાહને નિયંત્રિત કરવાનું છે.
કમ્પ્યુટર, મોબાઈલ અને સર્વરમાં વપરાતી પ્રોસેસર ચિપ્સ સેમિકન્ડક્ટર બનેલી હોય છે.
કરોડો-અબજો ગણતરી ખૂબ જ ઝડપથી કરીને ડેટા પ્રોસેસ કરે છે.
તે ફોટા, વીડિયો અને અન્ય માહિતીને સ્ટોર કરવાનું કામ પણ કરે છે.
એનાલોગ સિગ્નલ જેમ કે આપણા અવાજને ડિજિટલ સિગ્નલને કોમ્પ્યુટર ભાષા 0 અને 1માં બદલે છે. જેના કારણે મોબાઈલ પર વાત કરી શકીએ છીએ અને ઇન્ટરનેટ વાપરી શકીએ છીએ.
પાવર કન્વર્ઝન અલ્ટરનેટિંગ કરંટ (AC) ને ડાયરેક્ટ કરંટ (DC) માં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે.
ચાર્જર અને પાવર સપ્લાય બોર્ડ આના વિના કામ કરી શકતા નથી.

સ્માર્ટફોન, લેપટોપ, ટીવી, સ્માર્ટ ઘડિયાળ, કારની બ્રેકિંગ સિસ્ટમ, ડિસ્પ્લે, એન્જિન કંટ્રોલ યુનિટ, ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાય છે. રેફ્રિજરેટર, એર કંડિશનર અને વોશિંગ મશીનમાં અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સુપર કમ્પ્યુટર અને સેટેલાઇટમાં વપરાય છે.

આફત
સેમિકન્ડક્ટર ઉત્પાદનની મોટી નબળાઈ પાણી બની રહ્યું છે. જ્યાં પાણી મળે ત્યાં ફેક્ટરી બને છે.
તાજા પાણીની અછત છે, ત્યારે 7 કંપનીઓએ પાણી અંગે ગુજરાતની જનતાને જણાવવું જોઈએ.
સમસ્યા ટૂંક સમયમાં દૂર થવાની નથી. સતત દુષ્કાળ અને ભારે હવામાન બની રહ્યું છે. સેમિકન્ડક્ટર કંપનીઓને પાણી સહિતના કુદરતી સંસાધનોને તેમના વ્યવસાય માટે સૌથી મોટા પર્યાવરણીય જોખમ તરીકે ટાંક્યા.

વધુ પડતા પાણીના ઉપયોગ ઉપરાંત, ચિપ ઉત્પાદન પ્રદૂષકો ધરાવતા ગંદા પાણીનું ઉત્પાદન પણ કરે છે – ભારે ધાતુઓ સહિત – જે જળચર ઇકોસિસ્ટમ અને માનવો માટે ઝેરી હોઈ શકે છે.
વસ્તી વૃદ્ધિના કારણે નર્મદા નદી તથા અમદાવાદ ભૂગર્ભ જળના પાણીની અછત છે. તેમાં સેમિકન્ડક્ટર ટેક કંપની પાણીનો વપરાશ કરી રહી છે.

ગુજરાતમાં ફેક્ટરીનું ઉત્પાદન
ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ અને તેમની ક્ષમતા
સુચી સેમિકોન (સુરત): આ પ્લાન્ટ વાર્ષિક અંદાજે 103.3 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરશે.

સીજી સેમી (સાણંદ): વાર્ષિક અંદાજે 18 કરોડ ચિપ્સ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

કેયન્સ સેમિકોન (સાણંદ): વર્ષે 230 ચિપ્સનું ઉત્પાદન કરવાની છે.

માઈક્રોન (સાણંદ): મેમરી ચિપ્સનું એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજિંગ કરે છે, જે વૈશ્વિક સપ્લાય માટે લાખો નંગ તૈયાર કરે છે. 135 કરોડ ચિપ્સ. રૂ. 22 હજાર 516 કરોડનું રોકાણ છે.

ટાટા – પીએસએમસી ધોલેરા SIR- દેશનો પ્રથમ વિશાળ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ છે,
વર્ષે આશરે 6 લાખ સિલિકોન શીટ્સ પ્રોસેસ કરીને અંદાજે 300 કરોડ સેમિકન્ડક્ટર ચિપ્સ બની શકે છે.
દર મહિને 25 કરોડ, રોજ 83 લાખ ચિપ્સ બનશે. વર્ષે
300 mm – 12 ઇંચની શીટ્સ પ્રોસેસ કરશે. 28 નેનોમીટરથી લઈને 110 નેનો મીટર સુધીની લોજિક અને પાવર મેનેજમેન્ટ ચિપ્સ બનશે.
જેનો ઉપયોગ મોબાઈલ, ઇલેક્ટ્રિક વાહનો, ઓટોમોટિવ, 5G કમ્યુનિકેશન અને ડેટા સ્ટોરેજ ડિવાઇસીસમાં થશે. ટાટાએ ડચ કંપની ASML (જે ચીપ બનાવવાનું મશીન બનાવે છે) અને તાઈવાનની PSMC સાથે ટેકનિકલ કરાર કર્યા છે. રૂ. 91 હજાર કરોડનું રોકાણ છે.

ટાટાનું સારું કામ
ટાટા અને માઇક્રોન જેવી આધુનિક કંપનીઓ ફેક્ટરીમાં વપરાયેલા પાણીમાંથી 65 ટકાથી 85 ટકા પાણીને રિસાયકલ (ફરી શુદ્ધ) કરીને ઉત્પાદનમાં પાછું વાપરે છે.

ગ્લોબલ રિપોર્ટ
S&P ગ્લોબલ રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં, તેઓ પહેલાથી જ 7.5 મિલિયનની વસ્તી ધરાવતા હોંગકોંગ શહેર જેટલું પાણી વાપરે છે.

ઉપાય
ચિપ ફેક્ટરી શહેર સાથે ભાગીદારી કરીને પુનઃપ્રાપ્ત પાણીની સુવિધા બનાવી શકે છે. ઉત્પાદિત પાણી ભૂગર્ભ જળ પુરવઠાને ફરીથી ભરી શકે છે. ઠંડક પ્રણાલીઓ માટે વધુ પાણી પૂરું પાડી શકે છે.
ગંદા પાણીના રિસાયક્લિંગ કરી શકે છે.
ઓછા પાણીની જરૂર હોય તેવી નવી તકનીકો અપનાવી શકે છે.

પૂર્વી ચીન અને દક્ષિણ કોરિયા સહિત સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધાઓની આસપાસની પાણી પ્રણાલીમાં પ્રદૂષણનું ઉચ્ચ સ્તર પર્યાવરણીય ઉલ્લંઘન કરે છે.

ખનીજ ખોદકામ
પાણીના જોખમ પરિબળો સંપૂર્ણપણે ઓળખવાની જરૂર છે, ખાસ કરીને ચિપ ઉત્પાદન અને મેટલ માઇનિંગમાં પુરાવા મળે છે. કિંમતી ધાતુ અને દુર્લભ પૃથ્વી તત્વોનું ખાણકામ, જે સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે જરૂરી છે, તે પણ પાણીનો ઉપયોગ કરે છે અને જળ સંસાધનોને પ્રદૂષિત કરે છે.
સેમિકન્ડક્ટર ફેક્ટરીઓ સિસ્ટમોને ઠંડુ કરવા અને વીજળી ઉત્પન્ન કરવા માટે પાણી પર આધાર રાખે છે.

આર્થિક લાભો અપાયા
ગુજરાત ઔદ્યોગિક નીતિ 2025–30ના મુખ્ય લક્ષ્યોમાં ગુજરાતને ભારતનું સૌથી મોટું સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર બનાવવું. ગુજરાત સરકારે 2025-30ની ઉદ્યોગનીતિમાં હાઇ-ટેક ઉત્પાદન કરે એવા ઉદ્યોગોને માટે નીતિ બનાવી છે. જેમાં સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, AI હાર્ડવેર, ડ્રોન, સ્પેસ ટેકનોલોજી, ડિફેન્સ સિસ્ટમ્સને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. મુખ્ય રોકાણ કેન્દ્ર તરીકે ધોલેરા ખાસ રોકાણ વિસ્તાર ફરી એક વખત જાહેર કર્યો છે. સેમિકન્ડક્ટરની 7 ફેક્ટરીઓને અંદાજે રૂ. 1 લાખ કરોડની સબસિડી આપી હોઈ શકે છે. જેની જાહેરાત સરકારે કરી નથી. હવે 2030 સુધીમાં બીજી એટલી સબસિડી આપી શકે છે.

આર્થિક લાખ
ભારત સરકારની India Semiconductor Mission હેઠળ પ્રોજેકટ ખર્ચના 50% સુધીની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી હતી એ અંદાજે રૂ.45,500 કરોડ હોઈ શકે છે. ગુજરાત સરકાર પ્રોજેકટ ખર્ચના 20% સુધીની સહાય આપે છે. ટાટાને અંદાજે રૂ. 18,200 કરોડ આપી હોઈ શકે છે. આમ બન્ને સરકારની કુલ 70 ટકા સીધી સહાય અંદાજે રૂ. 63,700 કરોડ હોઈ શકે છે.

આમ સેમિકન્ડક્ટર ઉદ્યોગ લાવવામાં કેન્દ્ર અને ભારત સરકારે મળીને સીધી અને બીજી સહાય રૂ. 1 લાખ કરોડ સુધી હોઈ શકે છે.

જમીનના લાભ
ટાટા ઈલેક્ટ્રોનિક્સ માટે ધોલેરામાં ગુજરાત સરકારે આશરે 160 એકર જમીન ફાળવી હતી. અહીં એક એકર જમીનના રૂ. 1 કરોડ ભાવ છે. 2026માં જાહેર થયેલા SEZ વિસ્તારમાં 163 એકર જમીને આપી છે. જેમાં રોકાણ રૂ, 91,000 કરોડ કરવાનું કંપનીઓએ નક્કી કર્યું છે.

સાણંદમાં સીજી પાવરને 28 એકર જમીન આપી છે. અહીં જમીનનો બજાર ભાવ એક એકરનો રૂ. 5 કરોડ છે. રોકાણ રૂ. 7,600 કરોડ આવી શકે છે.
સાણંદમાં માઈક્રોન ટેકનોલોજીનું રૂ. 22,516 કરોડનો ATMP પ્લાન્ટ શરૂ થયો છે. પ્રોજેક્ટના 70 ટકા રાહતો ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને તરફથી નાણાં રાહતો આપી છે.

અન્ય લાભ
ઉપરાંત જમીન ફાળવણી, સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત, વીજળી, પાણી અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ તથા માર્ગ, લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ઝડપી મંજૂરી પ્રક્રિયા અને સિંગલ-વિન્ડો ક્લિયરન્સ આપ્યું હતું. જેનું મૂલ્ય જાહેર કરાયું નથી પણ તે ઘણી મોટી રાહત છે.
રૂ. 4 હજાર કરોડ જેની બીજી રાહતો હોઈ શકે છે. આમ 22500 કરોડના પ્રોજેક્ટમાં 20 હજાર કરોડ કંપનીને ફાયદો કરી આપ્યો છે.

ટાટા
ધોલેરામાં ટાટા સેમિકન્ડક્ટરના રૂ. 91 હજાર કરોડના રોકાણમાં કેન્દ્ર અને રાજ્ય મળીને નાણાકીય રાહતો 70 ટકા અને જમીનમાં રાહતો આપી છે.
અગાઉ સાણંદમાં ટાટા નેનોને રૂ. 2,000–2,500 કરોડ સીધી અને બીજી મળીને રૂ. 33 હજાર કરોડની રાહતો આપી હોવાની વિગતો અગાઉ વિપક્ષ દ્વારા જાહેર કરાઈ હતી.
રોકાણના 70 ટકા મદદ
ભારતની મોદી સરકારે પ્રોજેકટ ખર્ચના 50% સુધીની નાણાકીય સહાય
રૂ. 11,250 કરોડ અને ગુજરાત સરકારની સહાય પ્રોજેક્ટ ખર્ચના 20% સુધીની રૂ. 4,500 કરોડ નાણાં મળીને કુલ રૂ. 15,750 કરોડ સીધી રાહતો છે.

ભાજપને લાભ
ભાજપની સરકાર ભારત અને ગુજરાતમાં હોવાથી તેને ભરપૂર પૈસા મળી રહ્યા છે. સાણંદમાં ચીપ બનાવતી કંપનીએ ભાજપને ઘણા નાણાં આપ્યા છે. મૈસૂર સ્થિત કેન્સ ટેકનોલોજી ઇન્ડિયા લિમિટેડના સંસ્થાપક રમેશ કુન્હીકન્નને વર્ષ 2024-25માં ભાજપને 17 કરોડ રૂપિયા આપ્યા હતા. તે પહેલાં ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર એકમ સ્થાપવા માટે કેન્સ સેમિકૉન પ્રાઇવેટ લિમિટેડના પ્રસ્તાવને મંજૂરી આપી. જે કેન્સ ટેકનોલોજીની જ એક સહાયક કંપની છે. કારખાનું 3 હજાર 300 કરોડ રૂપિયાના રોકાણથી 2023થી સ્થપાઈ રહ્યા છે. પ્રતિ દિવસ 60 લાખ ચિપ્સ બનાવવાની હશે.

સેમિકન્ડક્ટર શેમાંથી બને છે
સેમિકન્ડક્ટર સામાન્ય રીતે કોઈ શુદ્ધ ધાતુમાંથી નથી બનતા, પરંતુ તે અર્ધધાતુ અથવા રાસાયણિક સંયોજનો માંથી બનાવવામાં આવે છે.
તેને બનાવવા માટે સિલિકોન સૌથી મુખ્ય તત્વ છે. વિસ્વની 95 ટકા સેમિકન્ડક્ટર ચિપ્સ સરળતાથી મળતા સિલિકોનમાંથી બને છે. તે રેતી માંથી મેળવવામાં આવે છે. જે ભરૂચમાં ગેરકાયદે ખોદી કાઢવામાં આવે છે.
જર્મેનિયમનો ઉપયોગ મર્યાદિત છે, પણ હાઈ-સ્પીડ ઈલેક્ટ્રોનિક્સ અને ફાઈબર ઓપ્ટિક્સમાં હજુ પણ તે વપરાય છે.
વધુ સ્પીડ અને તાપમાન સહન કરવા માટે બે અથવા વધુ તત્વોને ભેગા કરીને ખાસ સેમિકન્ડક્ટર બનાવાય છે. ગેલિયમ આર્સેનાઇડ ધાતુ લેઝર, એલઇડી અને સેટેલાઇટ કોમ્યુનિકેશનની ચિપ્સમાં વપરાય છે.
સિલિકોન કાર્બાઈડ અને ગેલિયમ નાઈટ્રાઈડ ઇલેક્ટ્રિક વાહનો  અને ફાસ્ટ ચાર્જરમાં હાઈ-પાવર હેન્ડલ કરવા માટે ખૂબ જ વપરાય છે.
શુદ્ધ સિલિકોન વીજળીનો સારો વાહક નથી હોતો. તેથી તેમાં વીજળીનો પ્રવાહ શરૂ કરવા માટે બીજી ધાતુઓ કે તત્વો ઉમેરવામાં આવે છે, જેને ડૉપિંગ કહે છે. ફોસ્ફરસ અથવા આર્સેનિકને નકારાત્મક ચાર્જ (N-type) આપવા માટે વપરાય છે. બોરોન અથવા ગેલિયમ ધાતુ હકારાત્મક ચાર્જ (P-type) આપવા માટે.

પાણીની વિગતોનો સોર્સ –
https://www.spglobal.com/market-intelligence/en/news-insights/resources/kpi-guides/semiconductor
https://www.weforum.org/stories/2024/07/the-water-challenge-for-semiconductor-manufacturing-and-big-tech-what-needs-to-be-done/