અમદાવાદ 8 જાન્યુઆરી 2020
ગુજરાતમાં અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકરો પર ભાજપ, આરએસએસ, એબીવીપી, વિશ્વ હિંદુ પરિષદના ગુંડાઓએ કરેલા હુમલામાં NSUI, યુથ કોંગ્રેસ, કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો જાહેર સ્થળોએ 8 જાન્યુઆરી 2020ના દિવસે ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે. ભાજપ સરકારની આ ડર અને ભયની રાજનીતિ સામે લોકશાહી બચાવવા માટે, સંવિધાન બચાવવા માટે ગાંધીજીના મુલ્યોનેને બચાવવા માટેની લડત લડી રહ્યાં છે.
https://twitter.com/INCGujarat?s=20
રાજ્યમાં અનેક સ્થળે ધરણાં અને શાંત દેખાવો કર્યા હતા. ધરણામાં સ્પષ્ટ દેખાતું હતું કે ફરી એક વખત કોંગ્રેસ એક બની છે. ગુજરાતની રૂપાણી સરકાર સામે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની જોહુમી સામે દેખાવો સફળ રહ્યાં હતા.
દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ – પ્રોફેસરો – શિક્ષણ જગત સાથે સંકળાયેલ સન્માનિત લોકો પર એબીવીપી અને ભાજપ પ્રેરિત ગુંડાઓ દ્વારા જે રીતે હીચકારો હુમલો કરવામાં આવ્યો એ હિચકારા હુમલાના વિરોધમાં ગુજરાત એન.એસ.યુ.આઈ. ના વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક રીતે એનો વિરોધ 7 જાન્યુઆરી 2020ના દિવસે કરી રહ્યા હતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – એબીવીપીના કાર્યાલયથી દુર હોવા છતાં પણ પૂર્વ આયોજિત રીતે રીતે એબીવીપીના હોદ્દેદારો, ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો, RSS – આર.એસ.એસ. અને વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલા લોકો દ્વારા લાકડીઓ, લોખંડની પાઈપ, તલવારો, ભાલા સહિતના હિંસક હથિયારો સાથે પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે એન.એસ.યુ.આઈ.ના વિદ્યાર્થીઓ પર જે હિચકારા હુમલો કર્યો છે. એને કોંગ્રેસ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.
ભાજપના શાસકો દ્વારા દેશમાં જે ડર અને ભયની રાજનીતિની શરુઆત કરવામાં આવી છે, કોઇપણ વ્યક્તિ વિરોધ કરે તો તેને ભયથી દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તેની ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે, ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ પોતે સામેલ હતા. પ્રદેશ ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ સામેલ હતા.
કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે, ભાજપના નેતાઓ સાથે ઘનિષ્ઠ ઘરોબો ધરાવતા અનેક યુવાનો હાજર હતા. સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં કોઇપણ વ્યક્તિ સરકાર સામે વિરોધ કરે એની ઉપર આ રીતસરના હુમલા કરાવી, ડરાવી, ધમકાવી લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
વર્ષોથી શાંતિ પૂર્વક વિરોધના કાર્યક્રમો રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક વખત કરવામાં આવ્યા છે પણ ગુજરાતમાં થાય છે, આવો પ્રયત્ન ક્યારેય થયો નથી. એ પણ જયારે પોલીસની ખૂબ મોટી સંખ્યામાં હાજરી હોવા છતાં ભાજપના લોકો ખુલ્લેઆમ હથીયારો લઈને આવ્યા હતા. તો તેમની પાસે લાકડીઓ, તલવાર, ભાલા જેવા હિંસક હથિયાર ક્યાંથી આવ્યા ? પોલીસની હાજરી હતી તેમ છતાં ખુલ્લેઆમ હુમલો કેમ થયો ? શું પોલીસ તેમાં સામેલ હતી ? શું ઉપરથી દિલ્હીમાં બેઠેલા એમના આકાઓ દ્વારા દિલ્હી પેટર્નથી, પોલીસના સહયોગથી હુમલો કરવા માટેના આદેશ થયા હતા ?
પોલીસની હાજરીમાં એન.એસ.યુ.આઈ. ના હોદ્દેદાર નીખીલ સવાણી, અબ્દુલ કાદર અને ઓજસ પરમાર એવા ત્રણથી ચાર યુવાનો પર મોટા પ્રમાણમાં ભાજપના હોદ્દેદારો સહિત રીતે તૂટી પડ્યા હતા. એટલે ખૂન કરવાના ઈરાદે આ આખો હુમલો થયો હોય એવું પ્રત્યક્ષ રૂપે જોઈ શકીએ છીએ. ગાંધી સરદારનું ગુજરાત છે.
કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, સરકારમાં બેઠેલા લોકોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરથી લઈને નેતાઓને સ્પષ્ટ કહેવા માંગુ છું કે ગુજરાતના લોકોની સહનશીલતાની પરીક્ષા ના લો, આજ ગાંધી – સરદારના નેતૃત્વમાં આ ગુજરાતની ધરતી પરથી અંગ્રેજો સામે લડ્યા છીએ, ગોળીઓ પણ ખાધી છે, લાઠીઓ પણ ખાધી છે બલિદાનો પણ આપ્યા છે. તેમ છતાં ક્યારેય પણ પીછેહઠ નથી કરી, ક્યારેય કોઈનાથી ડર્યા કે ગભરાયા નથી. તેવા સંજોગોમાં આ ડરની રાજનીતિ કરવાનું છોડો, નહી તો જનતા રસ્તા પર આવશે તો તમને ક્યાયના પણ નહિ રહેવા દે. જે લોકો મર્યાદા ચૂક્યા છે એમને પણ કહેવા માંગીએ છીએ કે સહનશીલતાની પણ હદ હોય. પોલીસના જોરે જો આ રીતના બનાવો કરવાની જો ફરીવાર ગુસ્તાખી કરશે તો એને આ ગુજરાતના લોકો સહન નહીં કરે. હિંસાને સ્થાન ના હોય, ક્યારેય કોઈનો પણ અવાજ દબાવવાનો પ્રયત્ન ના હોય.
એબીવીપીનો ઈતિહાસ આપ સૌ જાણો છો કે અનેક વખત શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો પર હુમલા કર્યા છે, એરપોર્ટથી લઈને અનેક જગ્યાએ જાહેર મિલકતોને નુકસાન કરવામાં એમના નામ આવ્યા છે. દિલ્હી પેટર્નથી હુમલા થયા છે.
પોલીસનો સહકાર લઇ કઈ રીતે લોકોને ડરાવવા, કઈ રીતે લોકોનો અવાજ દબાવવા માટે થાય છે. એ.બી.વી.પી. ના ભાજપના ગુંડાઓ આટલા હથીયારો લઈને હુમલો કરે છે. તેમ જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું.