ગાંધીનગર,તા:૧૯
તુ રંગાઇ જાને રંગમાં ભજનના પ્રસિદ્ધ લોકગાયક હેમંત ચૌહાણે ભાજપનો ભગવો ધારણ કર્યો છે, તેઓની સાથે લોકગાયિકા સંગીતા લાબડિયા, લોક સાહિત્યકાર ગોપાલદાન બારોટ, ગાયક બંકિમ પાઠક, લોક સાહિત્યકાર અમુદાન ગઢવી, બટુક ઠાકોર, કિરીટદાન ગઢવી, બ્રિજરાજ લાબડીયા, ફિલ્મ નિર્માતા રાજેશ ઠક્કર, આરીફ મીર અને જીતુ ઠક્કર સહિતના કલાકારો ભાજપમાં જોડાઇ ગયા છે, કોબામાં આવેલા કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યાં હતા અને તેમને કલાકારોને પ્રાથમિક સભ્યપદ આપ્યું હતુ.
નોંધનિય છે કે ભાજપની સદસ્યતા અભિયાનમાં અગાઉ સિંગર કિંજલ દવે, ઐશ્વર્યા મજમૂદાર અને અરવિંદ વેગડા સહિતના કલાકારો ભાજપમાં જોડાયા હતા અને હવે અન્ય કલાકારોએ ભાજપમાં એન્ટ્રી મારી છે.