અમદાવાદ,14
દિગ્દર્શકની ખુરશી પર બેસીને એક સારી ફિલ્મ આપવા બદલ અભિષેક શાહને દિલથી સલામ આપવી જ પડે ગાંઠનું ગોપીચંદન કરીને અમોએ આફિલ્મજોઇ છે, ઓવારણા લેવાનું મન થાય એવી ગમેલી આ ફિલ્મમાં એક પ્રકારની અધુરપનોઅસંતોષપણછે, કેટલાક ઊભા થતા સવાલો પણ છે.
ભગવાનઃઆવ વત્સ, શું હાલચાલ છે?
વત્સઃ અરે પ્રભુ, એક ગુજરાતી ફિલ્મએ તરખાટ મચાવી દીધો છે. અત્ર તત્ર સર્વત્ર આ ફિલ્મનો જ ઢોલ ઢબુકી રહ્યો છે. સોશિયલ મીડિયાથી જાયન્ટ અખબારોના પન્ને આ ફિલ્મના પોખણા થઈરહ્યા છે અને ‘નભુતોનભવિષ્યતી’ એવા પ્રશસ્તી કોરસ ગાન સંભળાઇ રહ્યા છે.
ભગવાનઃતું હેલ્લારો ફિલ્મની વાત તો નથી કરી રહ્યો ને વત્સ?
વત્સઃ હા, પ્રભુ તમે તો અંતર્યામીખરુંજાણ્યું. અત્યારે ગુજરાતમાં ફક્ત બે જ પ્રજાતી છેઃ હેલ્લારો જોઇ આવેલી અને ન જોઇ આવેલી.
ભગવાનઃવત્સ,આફિલ્મનાવખાણનીવાતતોઅમારાકાનેપણઆવીછે. પૃથ્વીલોકનીઆવીફિલ્મવિશેમાહિતીઆપીધન્યબન.
વત્સઃતોસાંભળોપ્રભુ, આ વર્ષે દેશની બધી પ્રાદેશિક ભાષાની ફિલ્મોને ટક્કર આપીને એક ગુજરાતી ફિલ્મ ધ બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મેળવી ગઈ, ગુજરાતી સિનેમાને આ ગૌરવ અપાવનારી ફિલ્મ એટલે અભિષેક શાહ દિગ્દર્શિત એવમ લીખિત તથા સૌમ્ય જોશી- પ્રતિક ગુપ્તા સહલીખિત ફિલ્મ હેલ્લારો..
ભગવાનઃઅહોઆશ્ચર્યમ..આ ફિલ્મની કથા શું છે વત્સ?
વત્સઃપ્રભુ, એક કચ્છી લોકકથાના પાયા પર ઊભેલી આ ફિલ્મમાં ૧૯૭૫ના કટોકટીકાળના કચ્છના સમરપુરા ગામની વાત કરવામાં આવી છે. ભુંગા સંસ્કૃતિ ધરાવતા આ ગામમાં ભયંકરકટ્ટરપુરૂષ પ્રધાન માનસિકતા પ્રવર્તે છે. જેમાં ગામની સ્ત્રીઓ ગુંગળાય છે. દરરોજ નદીએ એકસાથે પાણી ભરવા સમયે જ આ સ્ત્રીઓ જાણે જીવે છે. આ બધી સ્ત્રીઓ ગરબા પ્રિય છે.. નવરાત્રીમાં પુરુષોને રાસ રમતા જોઈ તેમનાં મન પણ ગરબા રમવા દોડે છે પણ લોખંડી પુરુષ પ્રધાન વ્યવસ્થા આગળ તે લાચાર બંને છે. એક દિવસ પાણી ભરતા આ સ્ત્રીઓને એક ઢોલી મળી જાય છે… બેડીઓ છૂટે છે.. ઢોલના તાલે જીવનનો થિરકાટ જાણે શરુ થાય છે.. સજ્જડ પાંજરુ પહોળું થાય છે.. ઢોલીના ફલેશબેક પર પણ ફિલ્મકારનો કેમેરા ફરે છે અને કથા પ્રવાહ વેગ પકડે છે.. બસ પ્રભુ હવે થોડું સ્પોઇલર આવતું હોવાથી વિરમું છું.. તમારે જાતે જોવું રહ્યું…
ભગવાનઃ આ અદ્ભૂત વત્સ, આ ફિલ્મ અમારે પણ જોવી પડશે તેવી રસપ્રદ કથા સાંભળતાલાગેછે..
વત્સઃઅરેપ્રભુ આ તો હાલાજી તારા હાથ વખાણું કેપટ્ટી, તારા પગલાં વખાણું જેવું છે. કથા ઉપરાંત મેહુલ સુરતીના સંગીત મઢેલી સૌમ્ય જોશીની“ વાગ્યો રે ઢોલ, સપના વિનાની રાત જેવી રચનાઓ પણ જીભે રમવા માંડે અને પગે થિરકાટ આપે તેવી કસદાર અને રસદાર છે. ફિલ્મના પાત્રોમાં પણ ફિલ્મકારે એ સાબિત કર્યું છે કે પોતે ન્યૂ વેવ ગુજરાતી સિનેમાના પ્રોપર કાસ્ટિંગ ડીરેકટર પણ છે. એક એક પાત્રમાં તમને વૈવિધ્ય અને ટેલેન્ટ ફાંટફાંટ થતું દેખાશે પ્રભુ. ઢોલીના પાત્રને આ કંઠ ઉતારીને જીવી ગયેલા જયેશ મોરે, સંસ્કૃત નાટકોના વિદુષકની જેમ ચબરાક રીતે કોમેડી કરીને ભલભલા દિવેલ ડાચાંને પણ હસાવી દેતા મૌલિક નાયક, દમદાર આર્જવ ત્રિવેદી, શૈલેષ પ્રજાપતિ કે મંજરીના પાત્રમાં શ્રધ્ધા ડાંગર, અન્ય સ્ત્રી સહજ ભાવો જેમણે આબેહૂબ ઉપસાવ્યા તેવા બ્રિન્દા ત્રિવેદી, નિલમ પંચાલ સહિતની ટેલેન્ટેડ સ્ટારકાસ્ટ માટે આ ફિલ્મને માણવી રહી.. ફિલ્મના અન્ય મજબૂત જમા પાસાઓમાં સિને મેટોગ્રાફી.. પ્રભુ થિએટરમાંથી ઊંચકાઈને કાયદેસરના રણમાં ફેંકાઇ જવાની ફિલીંગ આવે હો!, ભણસાલી ફલેવરની કોરીયોગ્રાફી અને નામ જ કાફી છે એવા સૌમ્ય જોશીની કસાયેલી કલમના ચમકારા, ભરત ગુંથણની જેમ જીણું કાતેલું દિગ્દર્શન ફિલ્મને જાણે ખારા રણમાં કંડારાયેલી કવિતા બનાવી દે છે.. દિગ્દર્શકની ખુરશી પર બેસીને એક સારી ફિલ્મ આપવા બદલ અભિષેકને એકદિલથી સલામ આપવી જ પડે પ્રભુ..
ભગવાનઃ અરે વાહ વત્સ, આ તું પણ કોઈ સમીક્ષકનું એંઠુ પાણી પીને આવ્યો હોય તેવું લાગે છે. પ્રશસ્તિના સામૂહિકસને પાતનો ભોગ તું પણ બન્યો છે? કે પછી કોઈ પર્ટીકયુલર ફિલ્મ કાર, બેનરની ફિલ્મ હોય એટલે એક સાથે ખમ્મા ખમ્મા કરતી કવર ગેંગનો સ્લાપર સભ્ય છો? દરેક સિક્કાની બે બાજુ હોય.. હવે જરા અમને બીજી બાજુ પણ જણાવ..
વત્સઃ આવું આળ ના મુકો પ્રભુ, સમીક્ષકો લેખકોની આખી જમાતને નિશાન ના બનાવો. બધા ફિલ્મ રિવ્યુઅર કવર રકમ કે મફત ટિકીટ માટે નથી લખતા. ગાંઠનું ગોપીચંદન કરીને અમોએ આ ફિલ્મ જોઇ છે. ઓવારણા લેવાનું મનથાય એવી ગમેલી આ ફિલ્મમાં એક પ્રકારની અધુરપનો અસંતોષ પણ છે, કેટલાક ઊભા થતાસવાલો પણ છે.. ધીરજ ધરોમારાપ્રભુ..એ પણ સંભળાવું.
ભગવાનઃવત્સ, અમારી આજ્ઞા છે..
વત્સઃપ્રભુ પહેલાં તો આ ફિલ્મ જોતા ખટકેલી બાબત હોય તો તે છે તેની ભાષા બોલી..જ્યાં
સરકાર પણ પ્રવેશવા અસમર્થ હોય તેવા કચ્છના છેવાડાના ગામડાના પાત્રો ગુજરાતીના પ્રોફેસર જેવું શુધ્ધ ગુજરાતી કેવી રીતે બોલે? ના ફક્ત શુધ્ધ ગુજરાતી બોલે પણ “એની આંખોના પાટીયા વંચાય છે’’, “મરવાની બિકે જીવવાનું નહીં છોડીએ’’, તમારો ઢોલ વાગે ત્યાં સુધી જીવતા હોય તેવું લાગે, “જો માડી કોપાયમાન થાય તો ભાયડા જન જન્મે’’ “નિયમુ એમના ને રમતો પણ એમની, એના ભાગ નહીં બનવાનું, ભોગ બન્યા એટલું ઘણું’’, ‘ભણેલીઓને શિંગડા અને પાંખો ફૂટે છે આવા ચબરાકીયા કાવ્યાત્મક સંવાદો પણ ફટકારે..
બીજું ફિલ્મકારે ફિલ્મ એક્ઝેક્ટલી કઇ લોકકથાથી પ્રેરિત છે તેનો ફોડ પાડ્યો નથી અથવા પાડવા માગતા નથી ઈવન ફિલ્મમા કઇ કોમ્યુનિટી બતાવવામાં આવી છે તે અંગે પણ દિગ્દર્શક દર્શકોને ગુંચવે છે. કચ્છની વ્રજવાણી લોકકથા પર આધારિત આ ફિલ્મ હોવાનું જણાય છે ત્યારે ફિલ્મના પાત્રો, પહેરવેશ, ભાષા પર જે સ્તરનું રીસર્ચ થવું જોઈએ તે થયું નથી અથવા થયું છે તો ક્યારેક કોસ્મેટિક અને ઉપલી સપાટીનું સંશોધન વધુ લાગે છે.. અહીં ધ્યાનથી જુઓ તો ફિલ્મકાર એક ખુબ આછેરી અસર નીચે છે.. આ અસર કેતન મહેતાની મિર્ચ મસાલા, ગુલઝારની રુદાલી, શબાના આઝમી અભિનીત ગોડમધર કે ભણસાળીની રામલીલાની કદાચ હોઇ શકે કે ન પણ હોય પ્રભુ.. અલબત એ પ્લસપોઈન્ટ છે જો વાર્તાનો મુળ અર્ક પણ જળવાતો હોય તો.. આ ઉપરાંત ક્યારેક સ્ત્રીસશક્તિકરણને ઉપસાવવામાં ફિલ્મકાર વધારે પડતી ડઠ્ઠર અને જડપૌરુષિકતા તરફ અંગુલિ નિર્દેશ કરતા હોય તેવું લાગે, આ હદના પુરૂષ પ્રધાન સમાજ ફિલ્મકાર કે લેખકના જમીની સંશોધનને બદલે કલ્પનાના ઘોડાઓ પર સવાર થઈને આવે ત્યારે તે સ્વીકારવુ થોડું મુશ્કેલ છે, ફિલ્મમાં ઉજળિયાતનો શોષિત ઉપેક્ષિત જાતી તરફનો દ્રષ્ટિકોણ કે કથિત અત્યાચારની વાત પણ બહુ ચવાયેલી અપ્રસ્તુત, કહી સુની અને વાસ્તવિકતાથી વેગળી લાગે. ફિલ્મમાં કચ્છ જેવા ઓછા વરસાદ વાળા, દુકાળગ્રસ્ત પ્રદેશમાં નદીઓ વહેતી હોય ત્યારે એક પ્રશ્ન ઉદભવે ખાસ તો નદી જ્યારે કથાપ્રવાહનું નાનું પાત્ર હોય. આ સિવાયની એક બે બાબતો પણ અમને ધ્યાને આવી પણ જવા દો પ્રભુ એ તોપાણીમાંથી પોરા કાઢવાની વાત..
ભગવાનઃતેવત્સ, ખોંખારોખાઈનેકહેકેફિલ્મસારીછેકેખરાબ?
વત્સઃપ્રભુખરાબબિલકુલનાકહીશકાયતેમન
“ભૂતોનભવિષ્યતી”પણનાકહીશકાય.
આપહેલાંગુજરાતીન્યુવેવસિનેમાનીધાડ,
રેવાકેરોલનંબર૫૬કેધગુડરોડજેવીસારીઆર્ટટચફિલ્મોઆપણે
જોઈચુક્યાછીએ. હેલ્લારોએકસારીઆર્ટફિલ્મછે, જોવીપડેતેવીફિલ્મછે,
ટિપીકલઅર્બનગુજરાતીફિલ્મનુંસજ્જડબમ્મપાંજરુપહોળુંથવા
નીઘટનાછેપણચુલાનાઓળાનીસંતૃપ્તિનોઓડકારમાઇક્રોવેવ
નાઓળાકરતાજુદોહોયછે.
હેલ્લારોમાસંતૃપ્તિનોઓડકારછેપણમાઇક્રોવેવનાઓળાનો…
ભગવાનઃવત્સ,
તારીપાસેથીહેલલારોવિશેસાંભળ્યાપછીઅમનેપણઆફિલ્મજોવાનો “હેલ્લારો”ઉપડ્યોછે.
અમેઆજેજઆફિલ્મનિહાળવાનુંપ્રયોજનકરીએછીએ.
વત્સઃતમારાઆઓરતાપરકાળોટિક્કોપ્રભુ
ભગવાનઃતથાસ્તુવત્સ!
હેલ્લારોએકસારીઆર્ટફિલ્મછે, જોવીપડેતેવીફિલ્મછે,
ટિપીકલઅર્બનગુજરાતીફિલ્મનુંસજ્જડબમ્મપાંજરુપહોળુંથવા
નીઘટનાછેપણચુલાનાઓળાનીસંતૃપ્તિનોઓડકારમાઇક્રોવેવ
નાઓળાકરતાજુદોહોયછે. હેલ્લારોમાસંતૃપ્તિનોઓડકારછેપણમાઇક્રોવેવનાઓળાનો…