હોળીમાં કેમિકલના રંગોમાં વિસરાતો કેશુડો

ગીર અને જંગલમાં કેસૂડો હાલ ખીલી ઉઠયો છે. ત્‍યારે ફાગણ મહિનો આવતાની સાથે કેસૂડો ગીરમાં ખીલી ઉઠતો હોય છે અને અલગ જ નજારો જોવા મળતો હોય છે. ત્‍યારે આ વખતે મહા મહિનાની શરૂઆતથી જ કેસૂડા ખીલી ઉઠયા હતા અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહયો હોય લોકો કેસૂડાને ફૂલનો ઉપયોગ નાહવામાં કરતા હોય છે અને કહેવાય છે કે કેસૂડાના ફૂલના પાણીથી નાના બાળકોને નાહવાથી લૂ કયારેય લાગતી નથી. ગીર અને જંગલમાં કેસૂડો હાલ ખીલી ઉઠયો છે. ત્‍યારે ફાગણ મહિનો આવતાની સાથે કેસૂડો ગીરમાં ખીલી ઉઠતો હોય છે અને અલગ જ નજારો જોવા મળતો હોય છે. ત્‍યારે આ વખતે મહા મહિનાની શરૂઆતથી જ કેસૂડા ખીલી ઉઠયા હતા અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહયો હોય લોકો કેસૂડાને ફૂલનો ઉપયોગ નાહવામાં કરતા હોય છે અને કહેવાય છે કે કેસૂડાના ફૂલના પાણીથી નાના બાળકોને નાહવાથી લૂ કયારેય લાગતી નથી
ફલેમ ઓફ ધ ફોરેસ્ટ.

હોળીધૂળેટીના પવિત્ર પર્વએ હવે કેમિકલના રંગોની બોલબાલા થઇ રહી રહી છે અને પરંપરાગત કેસુડાના રંગો, પાણી ભૂલાતા જાય છે. એટલુ ય ઠીક પણ આજની પેઢીને કેશુડો શુ છે તે પણ ખબર નથી હોતી. આ વિસરાતા જતા કેશુડાના રંગોથી હોળી રમવાની શરુઆત ભગવાન શ્રીકૃષ્ણએ વૃંદાવનના રમણરેતીની જગ્યાના કેશુડાના રંગથી કરી હતી. ત્યારથી આજ દિન સુધી મંદિરો અને હવેલીઓમાં ફૂલડોલ ઉત્સવ એટલેકે હોળીનો પર્વ કેશુડાના રંગોથી ઉજવાય છે.
પણ ધીમેધીમે કેશુડાના રંગોનું સ્થાન હવે કૃત્રિમ રંગોએ લઇ લીધુ છે. આ અંગે જૂનાગઢના હર્બલ મેડિસીન રિસર્ચ સાયન્ટીસ્ટ ડો. અક્ષય સેવક કહે છે, ર્ ર્ આજ હોળી જે કેમિકલ અને સિન્થેટીક રંગોથી રમાય છે તે શરીર માટે ખૂબ નૂકશાન કર્તા હોય છે. તેમજ આર્થિક રીતે પણ ખર્ચાળ છે. જયારે કેશુડાના રંગનું આરોગ્યની દષ્ટિએ પણ સારુ એવુ મહત્વ છે. ઉનાળો આવતા પહેલા દરરોજ કેશુડાના પાણીથી સ્નાન કરવામાં આવે તો ગરમી લાગતી નથી. કેશુડાનું પાણી શરીરને રુપાળુ બનાવે છે.ર્ ર્
કેશુડા અને તેની ઝાડની ઉપયોગીતા વિશે ડો. અક્ષય સેવક કહે છે, ર્ ર્ આ ઝાડમાંથી નીકળતો ગુંદર ઔષધિ તથા ચામડુ રંગવામાં ઉપયોગી છે. તેના કૂમળા મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેનાં દોરડા અને દેશી ચંપલ બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસાના દોરડા અને કાગળ બને છે. તેના પાનમાંથી પતરાવળા, પાતરદુના, બીડી બને છે. તેના પાન ખાતર તરીકે ઉપયોગી છે ઉપરાંત નાગરવેલના પાનને બંાધવામા પણ ઉપયોગી બને છે.. બિયામાંથી સ્વચ્છ તેલ નીકળે છે. તેના ફૂલ ઉકાળી તેમાં ફટકડી નાખવાથી સુંદર પીળો રંગ થાય છે. કેશુડો કૃમિ, વાયુ, કફ, પિતરોગ, કોઢ, લિવર, લોહીનું શુધ્ધિકરણ કરે છે. ચામડી તથા આંખના રોગો પણ કેશુડો મટાડી દે છે.ર્ ર્
ફાગણ મહિનામાં, વસંત ઙ્ગતુમાં ખાખરાના ઝાડ ઉપર કેશુડો થાય છે. ખાખરાના ઝાડ મોટાભાગે વગડામાં અને આ વિસ્તારના માર્ગોની બંને બાજુ કેશુડાના ઝાડ હોય છે. કહેવાય છે કે ખાખરાકેશુડાના આ ઝાડની ઉત્પતિ સોમરસ પીધા પછી ગરુડના પીછામાંથી થઇ છે. કેશુડાના પાનનું મધ્ય પાંદડુ વિષ્ણુ, ડાબુ બ્રહમા અને જમણુ શિવનું મનાય છે.
ખાખરાનું ઝાડની ખેતી નથી થતી. પરંતુ તે કુદરતી રીતે ઉગી નીકળે છે. પંખીઓના ચરકના દાણામાંથી ખાખરાનું ઝાડ આપોઆપ, કુદરતી રીતે ઉગી નિકળે છે. અને ખાખરાના ઝાડ ઉપર કેશુડો ઉગી નીકળે છે. ખાખરાના ઝાડની એક ખૂબી એ છે કે આ વૃક્ષમાં ઉપર વસંત ઙ્ગતુમાં એક પણ પાંદડુ હોતુ નથી. વૃક્ષ કેશુડાના ફૂલથી જ છવાઇ જાય છે.
કેશુડાને વસંત ઙ્ગતુનું કહેવાય છે. કેશુડાએ પ્રકૃતિનું પુષ્પ છે. તેની સુંગધ અને શીતળતા તેમજ રંગરુપ અનેરો મદહોશ કરતો હોય છે. પીળા અને કેસરી રંગના આ ફૂલને બીજસનેહ, બ્રાહોપાદપ, કરક, કૃમિદા, લક્ષતરુ, પલાશ, રકતપુષ્પક અને ત્રિપત્રક અને ગુજરાતીમાં ખાખરિયા, ખાખરો, ખાકડા, ખાનડો, ખાખર, પલાસો કહે છે. ફૂલના ભેદ પ્રમાણે તેના રાતો, પીળો, ધોળો અને કાળોે એવા ચાર પ્રકાર છે. ઉનાળાના તાપમાં તેનાં ચકચકિત કેસરી ફૂલ બહુ ચકચકાટ મારે છે. આ ઝાડ આશરે ર૦થી ૪૦ ફૂટ ઉંચુ થાય છે. તેનું થડ વાકું અને ડાળીઓ પણ જુદા જુદા વળાંકવાળી હોય છે. તેની છાલ રાખોડિયા રંગની અને ખરબચડી હોય છે. પાંદડાં ત્રણ ત્રણના ઝૂમખામાં હોય છે. પાંદડાની નીચેની સપાટી રેશમી હોવાથી તેનો દેખાવ દૂરથી ભૂરો લાગે છે. પાંદડાની નીચેની સપાટીમાં નસો ચોખ્ખી દેખાય છે. ડાળીઓ ઉપર ત્રણ ત્રણ ઝૂમખામાં પુષ્કળ ફૂલ થાય છે. ફૂલની પાંચ પાખડીઓ દેખાય છે. ફૂલ લાંબા હોય છે.
નવેંબર અથવા ડિસેંબરમાં પાંદડા ખરવા માંડે અને જાન્યુઆરીમાં બધા ખરી પડે. એપ્રિલ અથવા મે માસમાં નવા પાન આવે. ફુલ ઉપલા ભાગની ડાળીઓ ઉપર જાન્યુઆરીમાં ચોંટવા લાગે અને ધીમે ધીમે ખીલીને ચકચકિત કેસરિયો રંગ ધારણ કરે. ફૂલ જયારે ખીલે ત્યારે ઝાડને પાંદડા નથી હોતા પણ રડયા ખડયા પાન ડાળીઓમાં દેખાય. તેમાં ઝાંખી લીલી ચપટી ઉગે છે. એપ્રિલમાં આ શિંગો જાણે પાંદડા હોય એવો દેખાવ કરે છે. આ ઝાડ કાળી માટીમાં ૃસારી રીતે વૃધ્ધિ પામે છ. અને ખારાશવાળી માટી તેને અનુકૂળ છે. ખાખરાને પાણી પાવાની જરુર પડતી નથી. તે કુદરતી રીતે જ વૃધ્ધિ પામે છે