1.10 લાખ ઘર સૂર્ય ઊર્જા પ્લાન્ટથી 558 મે.વો. વીજળી પેદા કરી, દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય

ગાંધીનગર, 21 જુન 2020
સૌર ઊર્જાના મહત્તમ ઉત્પાદન અને વપરાશથી ગુજરાત ક્લીન ગ્રીન એનર્જીનું હબ છે. ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. 55630 સોલાર રૂફટોપ સિસ્ટમમાંથી 208 મેગાવોટના પ્લાન્ટસ માત્ર 9 માસના ટૂંકાગાળામાં ઇન્સ્ટોલ કરીને ગુજરાતે ઉલ્લેખનીય સિદ્ધિ પણ મેળવી છે. 19 જુન 2020 સુધીમાં ગુજરાતમાં કુલ 110029 ઘરો ઉપર સોલાર રૂફટોપ પ્લાન્ટ

મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂઅબલ એનર્જી (MNRE)ની વેબસાઇટના અહેવાલો અનુસાર 31 મે- 2020 સુધીમાં કુલ 558.17 મેગાવોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ ગુજરાત રાજ્યમાં સ્થપાયા છે.

દેશમાં 2022 સુધીમાં 1.75 લાખ મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. ગુજરાતમાં ઘરવપરાશ માટે પણ લોકો સૂર્ય ઊર્જાનો મહત્તમ વિનિયોગ કરતા થાય તે માટે ‘‘સૂર્ય ગુજરાત’’ સોલાર રૂફટોપ યોજના છે. જે 2022 સુધીમાં 8 લાખ ઘરના છાપરા પર હશે.

સબસિડીની રકમ 3 કિલોવોટ સુધી નિયત કિંમતના 40 ટકા તથા 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20 ટકા સબસિડી સરકાર આપે છે. આ હેતુસર રાજ્યના 2020-21ના બજેટમાં 912 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. 8 લાખ ઘર પ્રમાણે દરેક ઘરને રૂ.11500ની સબસીડી મળી શકશે. વધારાની વીજળી વીજ વિતરણ કંપની રૂ.2.25 પ્રતિ યુનિટના ભાવે ખરીદી પણ કરે છે. 19 જૂન 2020 સુધીમાં સોલાર રૂફટોપ માટે 1.28 લાખ અરજીઓ ઓન લાઇન પોર્ટલ પર મળી છે.

સોલર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં અગ્રેસર એવા રાજ્યો
558.17 મેગા વોટ સાથે ગુજરાત પહેલા ક્રમે
266.82 મેગા વોટ સાથે રાજસ્થાન બીજા ક્રમે,
245.50 મેગા વોટ સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે,
232.77 મેગા વોટ સાથે કર્ણાટક ચોથા ક્રમે,
156.20 મેગા વોટ સાથે દિલ્હી પાંચમા ક્રમે,
156 મેગા વોટ સાથે તમિલનાડું છઠ્ઠા ક્રમે,
146.10 મેગા વોટ સાથે ઉત્તરપ્રદેશ સાતમા ક્રમે,
121.34 મેગા વોટ સાથે હરિયાણા આઠમાં ક્રમે,
118.52 મેગા વોટ સાથે પંજાબ નવમાં ક્રમે,
118.22 મેગા વોટ સાથે તેલંગણા દસમાં ક્રમે છે.