દિલીપ પટેલ
અમદાવાદ 31 મે 2024
રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા બાદ ગુજરાતમાં આગ લાગવાની શક્યતા ધરાવતાં સ્થાનો અંગે ચિંતામાં છે. 50 શહેરોની અંદર ગુજરાત ઔદ્યોગિક વસાહત આવી ગઈ છે. જેમાં આગ લાગવાથી બ્લાસ્ટ થઈ શકે એવા કેમિકલ બને છે અથવા રાખવામાં આવે છે. 50 જીઆઈડીસીની આસપાસ 1 કરોડ લોકો જીવના જોખમે જીવી રહ્યાં છે.
ગુજરાતના 50 શહેરો જીવતાં બોંબ પર બેઠા છે. શહેરની વચ્ચે આવેલી કેમિકલની ફેક્ટરીઓ જોખમી બની ગઈ છે. 48 જીઆઇડીસી એવી છે કે જે શહેરની વચ્ચે આવી ગઈ છે. જે પહેલાં શહેરોથી દૂર હતી. શહેર મોટા થવાન કારણે તેની ચારેબાજુ લોકો રહેવા આવી ગયા છે. જેમને પારાવાર પ્રદૂષકો ઘેરી વળ્યા છે. મોત સામે દેખાય છે.
જે ઉદ્યોગો હયાત છે તેનું એક્સ્પાન્સન ન થવું જોઈએ. નવા ઉદ્યોગો ન આવવા જોઈએ. જે જોખમી ઉદ્યોગો છે તેમને શહેરથી દૂર માનવ વસાહતો ન હોય ત્યાં લઈ જવા માટે નીતિ બનાવવી પડે તેમ છે. કારણ કે 1 કરોડ લોકો જીવતાં બોંબ આસપાસ જીવી રહ્યાં છે.
બીજી બાજુ રાજ્ય સરકારે પોતે ઔદ્યોગિક વસાહતોમાં આવેલાં કારખાનાઓને ફાયર એનઓસી આપવાનું બંધ કરી દીધું છે. તેથી ઘણી વસાહતોના એકમો ધંધા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાનો હલ લાવવા સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પોતે ફાયર સ્ટેશન ઉભું કરી રહ્યા છે.
મલ્ટીનેશનલ કંપનીઓ સાથે વેપાર કરતાં હોય તેમને ફાયર એનઓસી હોવું જરૂરી છે. છતાં પણ આપતાં નથી. મલ્ટીનેશનલ કંપનીઓ આયાત નિકાસ કરવા માંગતા હોય છતાં તેમને આપવામાં આવતાં નથી. ઘણી કંપનીઓના આંતરિક ઓડિટ અટકી પડે, આગ લાગે અને ઈન્સ્યોરંસ ક્લેમ કરે તો તે પણ અટકી પડેલાં છે. કારણ કે સરકારે એનઓસી આપવાનું બંધ કરી દીધું છે.
4 વર્ષથી નવા પ્રમાણપત્રો બંધ થયા છે. હવે ફાયરબ્રિગેડે આગ બુઝાવીને આવી જવાતું, કોઈ ફેકટરીની તપાસ થતી નથી.
50 શહેરમાં સોલવંટ, ક્લોરીન, નેપ્થા, ઈથિનલ ઓક્સાઈડ ખતરનાક છે. ઈથિનોલ ઓક્સાઈડ નીચે આડો ફેલાય છે. વટવામાં 7થી 8 ફેક્ટરીઓ છે. કઠવાડામાં એક ફેક્ટરી આવી છે. જે અતિ જવનશીલ છે. લીક થાય તો, બેભાન, ચામડી, ગુંગણામણ થાય છે. ધડાકો થાય તો બિલ઼્ડીંગ ઉડી જાય તેમ છે.
તેથી આ બધા ઉદ્યોગો શહેરથી 40થી 45 કિલો મીટર દૂર રહેણાંક વિસ્તાર ન હોય ત્યાં લઈ જવા માટે વિજય રૂપાણીની સરકારે વિચારણા હથ ધરી હતી. 50 – 100 વર્ષમાં રહેણાંક વિસ્તાર ન બની શકે એવા વિસ્તારો પસંદ કરીને તેમને સરકાર સહાય કરે એવી નીતિ નક્કી કરવાની હતી. સરકારે 48 જેટલી જીઆઈડીસીને શહેરની બહાર ખસેડવાની વિચારણા હાથ ધરી હતી. પણ પછી કંઈ થયું નથી.
રાજકોટમાં તો ડીએનએ ટેસ્ટ થઈ શક્યો હતો. પણ જો આ 50 શહેરોમાં આગ લાગશે તો માણસો આખા ઓગળી જઈ શકે એવી ભાયાનક આગ હશે. ડીએનએ ટેસ્ટ નહીં થઈ શકે એવી ભયાનકતા હશે.
વીઆઈપીએલમાં ખંભાતમાં આ ઉદ્યોગો મોકલવા જોઈએ એવું ઘણાં માની રહ્યાં છે. તો ઘણાં તેનો વિરોધ કરી રહ્યાં છે. ખંભાતમાં અનેક ઉદ્યોગો ખસી ગયા છે.
ગુજરાતના શહેરોમાં 225 જેટલી જીઆઈડીસી આવેલી છે. જેમાં 68,500 ઉદ્યોગો છે. શહેરની બહાર બનાવી હતી. શહેરો મોટા થતાં તે વચ્ચે આવી ગઈ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, અંકલેશ્વર જીઆઇડીસી અને ઔદ્યોગિક એરિયા શહેરની વચ્ચે આવી ગયા છે. 25 ટકા ઉદ્યોગો શહેરની વચ્ચે આવી ગયા છે. તેમાંથી અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં 25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 12 ટકા, મધ્ય ગુજરાતમાં 27 ટકા છે. અવાજ અને વાયુનું પ્રદુષણ વધી રહ્યું છે. વાહનોના અવાજ અને વાયુ શહેરના કાનમાં ઠલવાય છે.
વિજય રૂપાણીને નરેન્દ્ર મોદી, સી આર પાટીલ, અમિત શાહે મુખ્ય પ્રધાન પદેથી હાંકી કાઢ્યા બાદ, પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો અમદાવાદ બહાર ખસેડવા તૈયાર કરેલી દરખાસ્ત 2020થી સરકારમાં પડી રહી છે. અગાઉની સરકારે વિચારેલી યોજનાને ફરીથી પ્રોત્સાહનો આપીને શરૂ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
શહેરોની બહાર ખસેડી શકાય તેમ છે. ખાસ કરીને સોના-ચાંદી અને પ્લેટીનમ ઉપરાંત ધુમાડા કાઢતી ફેક્ટરીઓને શહેરથી દૂર નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી શકાય તેમ છે. 8 પ્રદુષકોમાંથી 6 પ્રદુષકોમાં ઉદ્યોગોના આંકડા વાહનો કરતા વધુ છે. છતાં વાહનોને પ્રદૂષણ માટે જવાબદાર ઠેરવીને ઉદ્યોગોને બહાર ન લઈ જવા પડે એ માટે ઉદ્યોગલોબી દબાણ વધારી રહી છે.
દેશનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ જાણે કે ફાયર સિટી બની ગયું છે. અત્યંત જ્વલનશીલ કેમિકલને હવે શહેરથી દૂર સલામત સ્થળે ખસેડવા પડે તેમ છે. ફેક્ટરીઓમાં જોખમી કેમિકલ રાખવામાં આવે છે.
થોડા સમય પહેલાં વટવાની ફેક્ટરીમાં આગ લાગી ત્યારે તેમાં ઈથિલિન ઓક્સાઈડ હતું. જો તેમાં આગ લાગી હોત તો સમગ્ર વિસ્તારમાં ભારે ખૂવારી થઈ શકી હોત.
ઈથિલીન ઓક્સાઈડ,
મસાલાઓમાં ઈથિલીન ઓક્સાઈડનું પ્રમાણ નિયત માત્રાથી વધુ હોવાથી કેટલાક દેશોએ ભારતીય મસાલાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કહ્યું, ભારતીય મસાલામાં ઇથિલીન ઓકસાઇડની માત્રા હોય છે. મસાલામાં જીવાત હોય તો તે મરી જાય અને જીવાત નવેસરથી સક્રિય ન થાય તેના પર ઇથિલીન ઓક્સાઈડનો હળવો છંટકાવ કરીને નિકાસ કરવામાં આવે છે. કેન્સર જેવી બીમારીનો ખતરો હોવા છતાં મસાલામાં ઉમેરવામાં આવે છે.
એથિલિન ઓક્સાઈડ સ્વાદ અને ગંધહીન કેમિકલ છે, જેનો ઉપયોગ કૃષિ, હેલ્થકેર અને ખાદ્ય પદાર્થોને કિટાણુઓથી મુક્ત રાખવા એટલે કે પેસ્ટીસાઈડ તરીકે થાય છે. કાપડ, ડીટરજન્ટ, દવાઓ, એડહેસિવ અને સોલવન્ટ બનાવવામાં પણ થાય છે. હોસ્પિટલોમાં સર્જિકલ સાધનોને સાફ કરવા માટે કરવામાં આવે છે.
મોટો વપરાશ જોખમી છે. કેમિકલના સંપર્કમાં આવવાથી અથવા તો તેનું વધુ માત્રામાં સેવન કરવાથી આંખો, ત્વચા, નાક, ગળા અને ફેફસામાં બળતરા થઇ શકે છે. તેમજ મગજ અને નર્વસ સિસ્ટમને પણ નુકસાન થઇ શકે છે.
હાઇડ્રોજન
એક હાઇડ્રોજન બોમ્બ નાખીને આખુ અમદાવાદને ખતમ કરી શકાય છે. રશિયાનો બોમ્બ 1000 કિ. મી. સુધી બારીના કાચ તોડવામાં અને 100 કિ. મી. સુધી લોકોને થર્ડ ડિગ્રી સુધી લોકોને બાળી નાખવામાં સક્ષમ છે. સામાન્ય તાપમાને હાઈડ્રોજન રંગવિહીન, ગંધનિહીન, અધાત્વીક, અત્યંત જ્વલનશીલ વાયુ છે. હાઈડ્રોજન એમોનીયા બનાવવામાં વપરાય છે. ઍસિડ સાથે તે વિષાળુ હાઇડ્રોજન સલ્ફાઇડ મુક્ત કરે છે.
હાઇડ્રોજન સલ્ફાઇડ પણ આવું જ ખતરનાર રસાયણ છે.
એમોનિયા
એમોનિયા વાયુ ઝેરી અને બાળી નાંખનાર વાયુ છે. દુર્ગંધ આવે છે.
સલ્ફ્યુરિક એસિડ, સોલ્વન્ટ પ્લાંટ ઘણાં પ્રમાણમાં આ 50 શહેરોની આસપાસ છે.
કાર્બન મોનોક્સાઈડ
રંગરહિત, દુર્ગંધરહિત અને સહેજપણ લ્હાય બળે નહીં એવો ગેસ છે પરંતુ તે અત્યંત ઝેરી ગેસ છે. વાહનો, યંત્રો, કોલસો, લાકડા, ઇંધણમાં તે પેદા થાય છે. જ્વલનશીલ કેમિકલને શહેરથી ચોક્કસ કિલોમીટર દૂર રાખવામાં આવે જેથી કોઈ દુર્ઘટના ઘટે નહીં.
નગર આયોજન
રાજ્યમાં પહેલીવાર 8 મહાનગરો અને 156 નગરપાલિકામાં ડેવલોપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાનિંગ યોજનાઓમાં કેમિકલ પ્લાન્ટ ન આવે તે માટેની જોગવાઈઓ નક્કી કરવાની હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી કેમિકલ એકમોના પ્રકારોની યાદી માંગી હતી. તે યાદી પ્રમાણે તેવા કેમીકલ્સના કારખારાઓને શહેરની બહાર રાખવાના હતા. તે માટે પ્રોત્સાહનો આપવાના હતા.
ટાઉન પ્લાનિંગ એક્ટમાં સુધારાની દરખાસ્ત અંગે કંઈ થયું નથી.
50 જીઆઈડીસીની જમીન ખાલી પડે તો તે જમીનના પ્લોટનો ઉપયોગ મુખ્ય વિસ્તારોમાં એફોર્ડેબલ હાઉસિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા માટે પણ નફાકારક રીતે થઈ શકે છે.
મોદીની ખરાબ નીતિ
મોદીએ પર્યાવરણના કાયદાઓને નેવે મૂકી દેવાની નીતિ નક્કી કરી છે. ફરી સરકાર આવશે તો ઉદ્યોગી તરફેણમાં પ્રદૂષના કાયદા બનાવી દેવામાં આવશે. આમેય હવે જીઆઈડીસીમાં ઉદ્યોગનું ઉત્પાદન વધારવા નવા સાધનો મૂકવા કે તેનું વિસ્તરણ કરવા માટે જાહેર યુનાવણીમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. જેમાંથી પ્રજાનો એકડો જ કાઢી નાંખ્યો છે. હવે જો ફરીથી મોદી સરકાર બનશે તો પ્રજા પર પ્રદૂષણનું ભારણ વધશે અને ઉદ્યોગને પ્રદૂષણનું ભારણ ઓછું થશે.
એન્વાયમેન્ટલ કમ્પાઈન રિપોર્ટ દર વર્ષે રજૂ કરવામાં આવે છે. તેનો કોઈ અમલ થતો નથી. તે માટે એનજીટીમાં ફરિયાદ કરવા માટે જવું પડે છે.
5 ટ્રીલિયન ઈકોનોમી માટે ઉદ્યોગોને તમામ છૂટ આપી દેવામાં આવી છે. મજૂર કાયદા, ફેક્ટરી ઈન્સ્પેક્શન, પ્રદૂષણ જેવા કાયદાઓ હળવા કરી દેવામાં આવ્યા છે.