પ્લાસ્ટિક બેગ બનાવતાં 1 હજાર મશીનો બંધ, હજુ બેગ વપરાય છે

અમદાવાદ, 3 જૂલાઈ 2020
3 જૂલાઈ 2020એ પ્લાસ્ટિક બેગ પ્રતિબંધ વિશ્વ દિવસ છે. ગુજરાતમાં પ્લાસ્ટિક બેગ હજુ પણ વપરાય છે. પ્રતિબંધ હોવા છતાં. ગુજરાતમાં 50 પીપીએમ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ છે. 2 ઑક્ટોબર 2019થી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પ્રોડક્ટ પર પ્રતિબંધ, સ્ટિક બેગ, કપ, પ્લેટ, નાની બોટલ, પ્લાસ્ટિક સ્ટ્રા અને અમુક પ્રકારના પેકિંગ પ્લાસ્ટિક છે. બીટ પ્લાસ્ટિક પોલ્યૂશન કેમ્પેઇન હેઠળ આકરાં પગલાં લેવાઇ રહ્યાં છે. ઉત્પાદન યુનિટોને બંધ કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત પ્લાસ્ટીક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ગુજરાતમાં આશરે 2000થી વધુ એસએમઈ યુનિટમાંથી 50 ટકા બંધ થયા છે. રાજયમાં 10 હજાર કરોડ રૂપિયાનો પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે.

પ્લાસ્ટિક બેગ અને પાઉચ મેન્યુફેક્ચરિંગ માટે બજારનો સૌથી મોટો હિસ્સો પ્લાસ્ટિક બેગનો 56.7% હતો.
રાજ્યમાં 50 માઇક્રોનથી પાતળી પોલિથીન બેગ પછી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 50 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિક બેગનું ઉત્પાદ્દન બંધ કરવા આદેશ આપવામા આવ્યો છે. કાયદાના ભંગ બદલ 5 વર્ષની જેલ અથવા રૂપિયા 1 લાખ દંડ અથવા દંડ અને સજા બન્ને થઇ શકે છે.

હેન્ડલવાળી કે હેન્ડલ વગરની પ્લાસ્ટિક બેગ, નોન વોવેન બેગ, પ્લાસ્ટિક શોપિંગ બેગ વગેરે પર પ્રતિબંધ છે. પ્લાસ્ટિક કચરાનું મેનેજમેન્ટની કોઈ સીસ્ટમ નથી. તેને કારણે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક કચરો નીકળે છે.

પોલિથિલીનની 1898માં શોધ થઈ

પ્લાસ્ટિકની શોધ ઇસ 1862માં ઇગ્લેન્ડના એલેકઝાન્ડર પાર્કસે કરી હતી. પોલિથિલીનની 1898માં શોધ થઈ હતી. પણ તેનું વ્યાપક ઉત્પાદન વર્ષ 1939થી શક્ય બન્યુ હતું. વિશ્વમાં વપરાતા ખનીજ તેલનો 8 ટકા હિસ્સો પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવામાં થાય છે. દર વર્ષે જેટલું પ્લાસ્ટિક પૃથ્વી પર ફેંકાય છે તે પૃથ્વીને ચાર આંટા મારી શકાય તેટલું છે. પ્લાસ્ટિક બેગ તેના વજન કરતા 2 હજાર ગણું વજન ઉચકી શકે છે.

એક અનુમાન મુજબ 6 પ્લાસ્ટિક પ્રોડક્ટના ઉપયોગ ઉપર પ્રતિબંધથી ભારતમાં વર્ષ દરમિયાન વપરાશ થતો 14 મીલીયન ટનમાંથી માત્ર 5થી 10 સુધી જ અટકાવી શકાયો છે.

ઈ-કોમર્સ અને મોલ બાબા રામદેવ, ડી માર્ટ 
40 ટકા પ્લાસ્ટિકનો વપરાશ ઈ-કોમર્સમાં થાય છે. સસ્તી સ્માર્ટફોન કંપનીઓ અને ઈ-કોમર્સ કંપનીઓ જેવી કે Amazon.com Inc, Walmart Inc’s, Flipkart પોતાની પ્રોડક્ટને પ્લાસ્ટિકના પેક કરીને મોકલે છે.
અમદાવાદ મહાનગર પાલિકાએ ‘ બાબા રામદાવેના પતંજલિના વિવિધ સ્ટોર્સ પર પણ દરોડા પાડ્યા હતા. પતંજલિના સ્ટોર્સમાંથી પ્લાસ્ટિકનો 20 કિલો જેટલો જથ્થો જપ્ત કરીને રૂ.1.25 લાખનો દંડ ફટકાર્યો હતો. રાણીપમાં આવેલા ડી-માર્ટ અને નેશનલ હેન્ડલૂમ, પતંજલિના ઈન્કમટેક્સ, વાડજ, આરટીઓ, મણિનગર સ્ટેશન, આનંદનગર અને ઈસનપુર દરોડા પાડ્યા હતા.

ડી-માર્ટમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 20 કિલોનો જથ્થો અને નેશનલ હેન્ડલૂમમાંથી 4 કિલોનો જથ્થો પકડાતાં ભારે મોટો દંડ કર્યો હતો.

અમદાવાદ ચાણક્યપુરીથી સાયોના સિટી સુધીના રોડ પરની 80 દુકાનમાંથી 10 કિલો થેલી પકડાઈ હતી અને દંડ કરાયો હતો. ડી-માર્ટ અને નેશનલ હેન્ડલૂમમાં ગ્રાહકો પાસેથી પ્રતિ થેલી રૂ. ચારથી પાંચ વસૂલાય છે, જેના પર ૫૧ માઈક્રોનની થેલી એવું છપાતું હોવા છતાં તે 30થી 40 માઈક્રોનની થેલી હતી. આ ઉપરાંત પ્લાસ્ટિક બોટલ્સ, એલ્યુમિનિયમ કેનના વેસ્ટના નિકાલ માટે વેન્ડિંગ મશીન મૂકવાના હતા. જેમાં દરેક બોટલના 16થી 50 પૈસા આપવાના હતા.

લારી પર હજું વેચાય છે

વેજિટેબલ માર્કેટ-ફ્રૂટમાર્કેટમાં પ્લાસ્ટિક બેગ (ઝભલા)ના વપરાશ પ્રતિબંધ છતાં આજે વપરાય છે. શહેરના લારી-ગલ્લા પર વસ્તુ ભરવા અપાય છે. ગુજરાતમાં 4 લાખ લારી, ગલ્લા છે જ્યાં ખુલ્લેઆમ પ્લાસ્ટિક બેગ આપવામાં આવે છે.

1 કરોડ પાણીના પાઉચ 

ગુજરાતમાં રોજના 1 કરોડ પાણીના પાઉચ, 50 લાખ પાનમસાલાના પેકિંગ, 150 લાખ પ્લાસ્ટિકના કપ વપરાતા હતા. હવે તેમાં 50 ટકાનો ઘટાડો થયો છે. જોકે, ગુજરાતમાં કૂલ 7 હજાર ટન પ્લાસ્ટિક વેસ્ટ નિકળતું રહ્યું છે.

અમદાવાદ શહેરમાં રોજના 10 લાખ પાણીનાં પાઉચ, 5 લાખ પાનમસાલાના પેકિંગ માટે વપરાતાં પ્લાસ્ટિકના રેપર્સ અને 15 લાખ પ્લાસ્ટિકના કપનો વપરાશ થતો હતો. અમદાવાદમાં રોજ 700 ટન પ્લાસ્ટિક વપરાઈને નિકળે છે.
વૈશ્વિક પ્લાસ્ટિક બેગ અને પાઉચ માટે બજાર 18.9 માં લગભગ 2016 અબજ ડોલર પર પહોંચી ગયું છે. વર્ષ 2022માં આ બજાર આશરે 2020 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે.

બાયો પ્લાસ્ટિક 

ખેતીની પ્રોડ્કટથી બાયો પ્લાસ્ટિક કેરી બેગ બનાવે છે. કંપનીના દિલ્લી એનસીઆરમાં 4 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. પંકજ જૈન બટાકા, મકાઈ જેવી ખેતીની પ્રોડક્ટ માંથી નીકળતા સ્ટાર્ચ માંથી બાયો પ્લાસ્ટિક કેરી બેગ બનાવે છે. 4.5 કરોડ રૂપિયા ખર્ચ કરીને નવકર જૂથ સ્ટાર્ચ માંથી બાયોપ્લાસ્ટિક બેગ બનાવવાનો પ્લાન્ટ શરુ કર્યો હતો. બાયોડિગ્રેડેબલ બેગ 50 માઇક્રોન બેગ કરતા બે ગણા મોંઘા હોય છે. કાચામાલની ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ચીન, યુએસએ અને થાઈલેન્ડ માંથી આયાત થાય છે. સ્ટાર્ચ કાઢવાનો પ્લાન્ટ મોંઘો હોય છે. વિદેશો માંથી સ્ટાર્ચ (કાચો માલ) 280 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે મંગાવવામાં આવે છે. જેના પર 18% જીએસટી વધારે આપવો પડે છે. એક કિલોગ્રામ સ્ટાર્ચ માંથી અડધો કિલો વાળી 250 થી 300 કેરીબેગ બનાવી શકાય છે. તેમાંથી એક કિલો વાળી 170 જેટલી કેરીબેગ બનાવી શકાય છે, જયારે 5 કિલોગ્રામના 60 નંગ બને છે.