Birdsofgujarat.co.in નામની વેબલાઈટે ગુજરાતના તમામ જિલ્લાનમાં જોવા મળતા પક્ષીઓની યાદી તૈયાર કરી છે જેમાં પક્ષીઓમાં સૌથી વધું સમૃદ્ધ જિલ્લો અમદાવાદ છે. બીજા નંબર પર ભાવનગર છે. સુરતના ડો.આનંદ પટેલે 153 સ્થળોની મુલાકાત લઈને 398 જાતના પક્ષીઓની તસવીર લીધી છે. જ્યારે તેમણે 558 જાતના પક્ષીઓની તસવીર લીઘી છે. ડો.પંકજ મહેરીયા અને ડો.આનંદ પટેલે 2015થી વેબસાઈટ બનાવી છે. વોટ્સએપ, ફેસબુક અને વેબ સાથે મળીને 740થી વધું સભ્યો થયા છે. લગભગ 10 હજાર જેટલી તસવીર મૂકવામાં આવી છે. જે પક્ષીઓની ઓળખ કરવા માટે જાગૃત્તિનુ કામ કરે છે. તેથી પક્ષી પ્રત્યે લોકોને પ્રેમ વધે.
કયા જિલ્લામાં કેટલી જાતના પક્ષી જોવા મળે છે.
કચ્છ 323
અમદાવાદ 260
ભાવનગર 248
મહેસાણા 215
સુરત 210
નવસારી 191
ગાંધીનગર 186
જામનગર 173
બનાસકાંઠા 168
આણંદ 162
જુનાગઢ 159
વડોદરા 148
ખેડા 135
વલસાડ 128
પાટણ 125
નર્મદા 110
રાજકોટ 99
ભરૂચ 98
પોરબંદર 87
સાબરકાંઠા 82
સુરેન્દ્રનગર 71
ડાંગ 61
દાહોદ 56
મહિસાગર 47
અમરેલી 46
ગીર સોમનાથ 40
દ્વારકા 35
અરવલ્લી 20
પંચમહાલ 20
મોરબી 19
બોટાદ – –
છોટાઉદેપુર –
તાપી –
10 હજાર પક્ષીઓના મોત
ઉત્તરાયણમાં પતંગના કારણે 20 હજાર પક્ષીઓ ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા. એક પક્ષી વીદ્દના અંદાજ પ્રમાણે આ તહેવારમાં 10 હજારથી વધું પક્ષીઓ પતંગની દોરી કપાવાથી મોતને ભેટ્યા હતા.
ઘાયલ પક્ષી-પશુઓને તત્કાલ સહાય રેસ્કયુ – સારવાર માટે ટોલ ફી ૧૯૬ર નંબર કાર્યરત કરાયો છે. ૧૦ જાન્યુઆરીથી ર૦ જાન્યુઆરી સુધી ચાલનારા રાજ્યવ્યાપી કરૂણા અભિયાનમાં પક્ષીઓની પણ મનુષ્ય જેટલી જ ચિંતા કરી કાળજી લે છે. કરૂણા અભિયાન દ્વારા છેલ્લા બે વર્ષના અભિયાન દ્વારા રૂ.40,000 પક્ષીઓને બચાવી શકાયા હતા. રાજ્યમાં 650 સ્થળોએ 10,000 જેટલા લોકો પક્ષી બચાવવાના અભિયાનમાં જોડાયા હતા. બે વર્ષમાં 1.80 લાખ પક્ષી બચાવાના કોલ મળ્યા હતા.
અમદાવાદમાં પણ ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી 700થી વધુ પક્ષીઓ ઘવાયા હતા. રાજકોટમાં 110 પક્ષીના મોત થયા હતા અને 560 ઘવાયા હતા.
સુરતમાં પાંચ દિવસમાં પતંગની દોરથી 65થી વધુ પક્ષીઓ મોત થયા હતા. 1500થી વધુંને ઈજા થઈ હતી. 1072 બચાવ કોલ આવ્યા હતા. વડોદરા શહેરમાં 250 જેટલા પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 20 કબુતરના મોત થયા હતા.