700 ટ્રેનો દ્વારા 10 લાખ કારખાનના મજૂરોને ગુજરાત બહાર ધકેલી દેવાયા

ગાંધીનગર, 22 મે, 2020

રાજ્યમાં શ્રમિકો માટે 633 ટ્રેન ચલાવવામાં આવી
રાજ્યમાં 10 લાખ શ્રમિકોને રવાના કરાયા
ગઈ કાલે સૌથી વધારે 71 ટ્રેન રવાના કરાઈ
આજે વધુ 64 ટ્રેન દ્વારા વધુ શ્રમિકોને વતન મોકલવાનું આયોજન
આજે રાત સુધીમાં 697 ટ્રેન દ્વારા 10.20 લાખ શ્રમિકોને મોકલાશે
ધનવંતરી રથ દ્વારા અત્યાર સુધીમાં 23 હજાર લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું
ધનવંતરી રથ દ્વારા અમદાવાદના 14 વોર્ડમાં કામગીરી
રાજ્યમાં પરપ્રાંતીય શ્રમિકો માટે સૌથી વધારે 633 શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી. આ ટ્રેન દ્વારા 9.18 લાખ શ્રમિકોને મોડી રાત સુધીમાં વતન મોકલવામાં આવ્યા. પુરવઠા સચિવ અશ્વિની કુમારે જણાવ્યુ કે, ગઈ કાલે સૌથી વધારે 91 ટ્રેન ચલાવવામાં આવી.. આને આજે 64 ટ્રેન દ્વારા વધુ શ્રમિકોને વતન મોકલવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આજ રાત સુધીમાં 697 ટ્રેન ચાલવામાં આવશે.. જેના દ્વારા 10 લાખથી વધુ શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે.
અમદાવાદના 14 વોર્ડમાં ધનવંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં 23 હજાર લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ છે.

રાજ્યમાં બુધવારથી એસટી સેવા શરૂ કરવામાં આવી
રાજ્યમાં બુધવારથી એસટી સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારે પુરવઠા સચિવ અશ્વિની કુમારે જણાવ્યુ કે, રાજ્યમાં એસટીની સામાન્ય સેવા જનતા માટે શરૂ કરાઈ છે. એક દિવસમાં એસટીની 46 જેટલી એકસ્પ્રેસ ટ્રી શરૂ થઈ. રાજ્યમાં એક દિવસમાં 24 હજાર જેટલા મુસાફરોએ લાભ લીધો. એસટીમાં આવતા મુસાફરો માટે રાજ્ય સરકારની તમામ શરત સાથે મુસાફરોને મુસાફરીની સુવિધા ઉભી કરવામાં આવી હતી.

અમદાવાદથી દરરોજ 5થી 6 ટ્રેન મારફતે શ્રમિકોને વતન જઇ રહ્યા છે
અમદાવાદથી શ્રમિકોને પોતાના વતન મોકલવાના મામલે જિલ્લા કલેક્ટરે કહ્યુ હતે કે. અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ શ્રમિક લોકોને વતન મોકલવામાં આવ્યા. દરરોજ ૫થી 6 ટ્રેન મારફતે શ્રમિકોને વતન જઇ રહ્યા છે. માત્ર યુપી, બિહાર જ નહિ વિવિધ રાજ્યના તમામ શ્રમિક લોકોને વતન મોકલવામાં આવી રહ્યાં છે.
રાજ્યના પુરવઠા સચિવ અશ્વિની કુમારે જણાવ્યુ હતું.