10 lakh people lost their jobs due to severe recession in Gujarat गुजरात में भयंकर मंदी के कारण 10 लाख लोगों की नौकरियाँ चली गईं
હીરા, સ્ટીલ, કાપડના નાના ઉદ્યોગોમાં બે વર્ષથી મંદી
ગુજરાતની ભુપેન્દ્ર પટેલનો હીરા જેવો ચમકતો દાવો, પણ મદદ ન કરી
દિલીપ પટેલ
અમદાવાદ, 8 ડિસેમ્બર 2024
હીરા, સ્ટીલ, કાપડના નાના ઉદ્યોગોમાં મંદી હોવાથી ગુજરાતમાં ઓછામાં ઓછા 10 લાખ કર્મચારીઓ બેકાર બની ગયા હોવાનો અંદાજ છે. માત્ર હીરાના કારખાનામાં જ 5 લાખ લોકોએ દિવાળી પછી રોજગારી ગુમાવી હોવાનું માનવામાં આવે છે.
મુખ્ય પ્રધાનનો વિપરીત દાવો
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની જેમ કહ્યું હતું કે, ગુજરાતમાં લઘુ, નાના અને મધ્યમ કદના એકમો ધમધમી રહ્યા છે. ધંધા વધ્યા છે. ગુજરાતની આવકમાં MSME એકમોનો ફાળો 40 ટકા થયો છે. નિકાસમાં 30 ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં 16%, GDPમાં 8,6% ફાળા સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે.
ગુજરાત 21.82 લાખ એકમોના ઉદ્યમ નોંધણી સાથે દેશમાં પાંચમા ક્રમે છે. 20.89 લાખ સૂક્ષ્મ ઉદ્યોગો, 84 હજાર લઘુ ઉદ્યોગ તેમજ 8700 મધ્યમ ઉદ્યોગો છે. જેમાં પ્રાયોરીટી સેક્ટર લેન્ડીંગ પ્રમાણે 32.50 લાખ થાય છે. ગુજરાતમાં પાંચ વર્ષ દરમિયાન ઉદ્યોગ એકમોની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ 25થી 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.
વર્ષ 2023-24માં અને 2024-25માં નવેમ્બર સુધીમાં ગુજરાતના 47 હજાર MSME એકમોને રૂ. 2089 ૯ કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનો દાવો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યો હતો, પણ તેઓએ હીરા ઉદ્યોગને કેટલા કરોડની સહાય કરી તેની વિગતો આપવાનું ટાળ્યું હતું.
ગુજરાતની પ્રગતિમાં રાજ્યના MSME ઉદ્યોગોનો 40 ટકા ફાળો હોવાનો દાવો કરે છે. તેમની પાસેથી સરકાર જંગી કર વસૂલે છે. પણ આફતમાં મદદ કરતી નથી.
વાસ્તવીકતા જૂઓ
ફાર્માસ્યુટીકલ પાર્ટસ, ઓઈલ એન્જિન, બ્રાસપાર્ટ સહિતના 55 હજાર ઉદ્યોગોને ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે. હીરાના હજારો એકમો બંધ છે. વેપારી અને સાહસી લોકોના કારણે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે, નહીં કે સરકારના કારણે.
જુલાઈ 2024
ગુજરાતમાં જુલાઈ 2020થી 2024ના 4 વર્ષમાં 4,861 મધ્યમ, નાના, લઘુ ઉદ્યોગો – એમએસએમઈ બંધ થયા છે. જેમાં 5876 માઈક્રો, 89 સ્મોલ અને 7 મિડિયમ એકમો બંધ થયા હતા. જે દેશના ત્રીજા નંબરે મહારાષ્ટ્ર અને તમિલનાડુ બાદ ગુજરાતમાં ઉદ્યોગો મંદીના ઝપેટમાં છે. સરકારના એમએસએમઈ મંત્રાલયના જણાવ્યા મુજબ, આમ વાઈબ્રન્ટ ગુજરાતમાં રોજના ત્રણથી ચાર ઉદ્યોગ માંદા પડી રહ્યાં છે.
સરકારી દાવા પ્રમાણે ગુજરાતમાં 19.60 લાખ એકમોની નોંધણી થઈ હતી. જેમાં 1.07 કરોડ લોકોને રોજગારી મળતી હોવાનું સરકાર અગાઉ જાહેર કર્યું હતું.
ધંધા બંધ
મહારાષ્ટ્ર – 12,233
તામિલનાડુ – 6,298
ગુજરાત – 4,861
રાજસ્થાન – 3,857
બિહાર – 2414,
હરિયાણા – 1531,
કર્ણાટક – 2240,
કેરળ – 1336,
મધ્યપ્રદેશ – 1653,
તેલંગાણા – 1236,
ઉત્તરપ્રદેશ – 3425,
પશ્ચિમ બંગાળ – 1548,
દિલ્હી – 947,
જમ્મુ-કાશ્મીર 516
4 વર્ષમાં દેશમાં 49,342 એકમોને તાળાં વાગ્યા છે.
2022-2023માં ઉત્પાદન ક્ષેત્રમાં લગભગ 1 કરોડ 78 લાખ કારખાના ચાલતા હતા. જે 2015-16માં 1 કરોડ 97 લાખ હતા. 9.3 ટકા ઓછા થયા હતા. તેમાં કામ કરતા લોકોની સંખ્યામાં 15 ટકા ઘટી હતી.
નાના ઉદ્યોગો
2014માં ગુજરાતમાં લગભગ 3 લાખ નોંધાયેલા નાના અને મધ્યમ ઉદ્યોગો હતા જેમાં લગભગ 95 ટકા નોંધણી થયા વગરના હતા. 9 ટકા નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ પડી ગયા હતા.
2021માં જીઆઈડીસીમાં આવેલા 1500 ઉદ્યોગો બંધ પડી ગયા હતા.
2024માં ઈન્ડસ્ટ્રીયલ ડાયરેક્ટરની વેબસાઈટ પ્રમાણે 48 હજાર નોંધાયેલી ફેક્ટરીઓમાંથી 38 હજાર ફેક્ટરી ચાલુ હતી અને 9800 ફેક્ટરીઓ બંધ પડી છે.
બેકારી બેસુમાર
મોદી રાજના 10 વર્ષમાં શિક્ષિત બેરોજગારોમાં છ ટકાનો વધારો થયો છે. ઈન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024માં સ્પષ્ટ કહેવાયું છે કે, ભારતમાં શિક્ષિત યુવાનોમાં બેરોજગારી વધી છે. માધ્યમિક કે તેથી વધુ શિક્ષણ ધરાવતા બેરોજગાર યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. બેરોજગારીમાં શિક્ષિત યુવાનોનો હિસ્સો 54.2 ટકા હતો, જે 2022માં વધીને 65.7 ટકા થયો હતો.
ગુજરાત
ગુજરાતમાં કુલ આશરે પાંચ લાખ એકમો છે જેમાં 70 હજાર એકમ જીઆઇડીસીમાં આવેલા છે. ગુજરાતમાં જ ઔદ્યોગિક વસાહતોમાં 8500 પ્લોટ અને 500 શેડ ખાલી પડેલા છે. જ્યારે 2200 ઉદ્યોગો બંધ હાલતમાં છે. 36000 હેક્ટર જગ્યામાં 228 ઔધોગિક વસાહતો છે. 1 લાખ હેક્ટરમાં 500થી વધુ ખાનગી વસાહતો છે.
2024 ફેબ્રુઆરીમાં 2020થી ફેબ્રુઆરી 2024 સુધીમાં ભારતમાં 3 કરોડ 70 લાખ નાની અને મધ્યમ કદની ફેક્ટરીઓમાંથી 35,680 ફેક્ટરીઓ બંધ થઈ છે. જેમાં 2022-23માં 13,290 એકમો બંધ થયા હતા. 2021-22 માં 6,222 બંધ થયા હતા. જેમાં ગુજરાતમાં 3,243 નાના એકમો બંધ થયા હતા. 34 હજાર ઉદ્યોગો બંધ થવાના કારણે 17 કરોડ નોકરીઓમાંથી 1 લાખ 20 હજાર લોકોએ નોકરી ગુમાવી હતી.
સ્ટેનલેસ સ્ટીલ
ઓક્ટોબરને મીની મંદીનો મહિનો તરીકે ગણવામાં આવે છે. ઓક્ટોબર મહિનો એપ્રિલ 2020 પછીનો સૌથી ખરાબ જોવાયો છે. સ્ટેનલેસ સ્ટીલના દેશમાં 80 ટકા એમએસએમઈ ગુજરાતમાં છે. 3-35 ટકા એકમોએ ધંધો બંધ કરવામાં આવ્યા હતા. અલંગમાં પણ આવી જ હાલત છે. અમદાવાદની 80 ઇન્ડક્શન ફર્નેસ કંપનીઓમાંથી 20 કંપનીઓએ બિઝનેસ બંધ કરી દીધો છે. તે જ સમયે સસ્તી આયાતને કારણે 100થી વધુ રી-રોલર (વાસણો જેવી વિવિધ વસ્તુઓના નિર્માતાઓ) બંધ થઈ ગયા છે.
કાપડ
2023માં સુરત અને અમદાવાદમાં વિશ્વમાં કાપડ ઉદ્યોગ સારો વ્યવસાય કરતો હતો તેમ છતાં દક્ષિણ ગુજરાતમાં 400 ટેક્સટાઇલ પ્રોસેસીંગ યુનિટમાંથી રૂ.5 કરોડનું 1 લાખ મીટર કાપડ બનાવતાં 20 મોટા યુનિટ બંધ થઈ ગયા હતા.
2023માં ગુજરાતમાં સુરત કાપડ ઉદ્યોગના ઉત્પાદનમાં 30-40% ઘટાડો થયો હતો.
ઉત્પાદન અને રોજગારીમાં 50 ટકાનો કાપ મૂક્યો હતો.
તમિલનાડુમાં તિરૂપુર પછી સુરત એ ભારતનું બીજું સૌથી મોટું રૂ.80 હજાર કરોડનું કાપડ ઉત્પાદન કેન્દ્ર છે.
20 લાખ બહારના રાજ્યના મજુરોને રોજગારી આપે છે.
4.5 કરોડ મીટર કાપડની સામે 2.5 કરોડ મીટર પ્રતિદિન થઈ ગઈ હતી.
સુરતમાં અંદાજે 50 હજાર કાપડ ઉત્પાદન એકમો છે. ઉદ્યોગમાં એકંદર ઉત્પાદન લગભગ 30% ઘટ્યું છે.
ચીનના સસ્તા કાપડની આયાત વધી છે.
હીરા
સુરતની હીરા બનાવતી કંપનીમાં 4 ડિસેમ્બર 2024માં મારૂતિ ઈમ્પેક્ષ કંપનીમાં 15 હજાર કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. મારૂતિ ઈમ્પેક્ષના માલિક સુરેશ ભોજપરાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.
2023 ઓક્ટોબરમાં બોટાદમાં 20 ટકા મંદીને કારણે 40 ટકાથી વધુ હીરાના કારખાના બંધ થઈ ગયા હતા. નવરાત્રીના તહેવાર પછી અનુસરશે, ઉદ્યોગના અંદાજ મુજબ.
સુરતમાં 6 લાખ ડાયમંડ પોલિમર્સ છે અને 5 હજાર નાની, મધ્યમ અને મોટી ફેક્ટરી છે. એક યુનિટમાં 10 લોકોને રોજગારી મળતી હોય છે. સુરતમાં પણ આવી જ હાલત હતી. હીરાના કારખાનામાં કામ કરતા 60 લાખ લોકોમાંથી 50 ટકા બેકાર બની ગયા હતા. સુરત વિશ્વના 85% હીરા બનાવે છે.
સુરત ડાયમંડ બોર્સનું ઉદઘાટન 17મી ડિસેમ્બર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કર્યું હતું. ત્યારથી ભારે મંદી ચાલી રહી છે. 4,200 ઓફિસ રૂમ સાથે વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ તો બન્યું પણ મંદીએ કમર તોડી છે.
ડિસેમ્બર 2024 સુધીમાં દિવાળી બાદ 50 ટકા કારખાના શરૂ થયા નથી. કુદરતી હીરાના કુલ 75 ટકા સુધી નાના ઉદ્યોગો ફરીથી શરૂ થયા નથી. 2 વર્ષથી મંદી હોવાથી હીરાના ભાવમાં 40 ટકા ઘટાડો થયો છે.
1980માં હીરા બનતાં હતા એટલા હીરા 2024માં બને છે. રફ હીરાનો પુરવઠો 44 વર્ષ પહેલા જેટલો થઈ ગયો છે.
સુરતમાં 8 હજાર હીરા કટ અને પોલિશના નાના ઉદ્યોગોમાં 15 લાખ નોકરી હોય છે. દિવાળીનું 21 દિવસનું વેકેશન લંબાવીને 30 દિવસનું કર્યું અને તે પૂરું થયા પછી પણ ખરાબ હાલત ન સુધરતાં બેકારી 50 ટકા સુધી પહોંચી ગઈ છે.
હીરાના કારખાનામાં 5 લાખ લોકો બેકાર અને અર્ધ બેકાર 2 લાખ હોવાનો અંદાજ છે.
ગુજરાત ડાયમંડ વર્કર સંગઠનના ભાવેશ ટાંકે નવેમ્બરમાં જ ધ્યાન દોર્યું હતું કે, 10 મહિનામાં 50 હજાર કારીગરો સુરતમાં બેકાર થયા છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં થયા છે. જેમાં અમરેલીમાં 1.5 લાખ, ભાવનગર 3.50 લાખ, જૂનાગઢ, બોટાદમાં 2 લાખ કારીગરો કામ કરતા હતા. જેમાં 1 લાખ બેકાર છે. સુરતથી એસ એસટીની 1 હજાર બસમાં વતન ગયેલા 70 હજાર લોકો પરત ફર્યા નથી.
બોટાદમાં 1,500 હીરાના કારખાનામાં 70 હજાર લોકો કામ કરતા હતા. 2 મહિનામાં 40 ટકાથી વધુ નાની અને મધ્યમ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી.
બેકાર બનેલા 42 કારીગરોએ આત્મહત્યા કરી હતી. કુટુંબોની આર્થિક હાલત ખરાબ છે.
અમરેલીમાં 960 કારખાના છે જેમાં 2024ની દિવાળી પછી 30 ટકા કારખાના ફરી શરૂ ન થતા 42 હજાર કારીગરોને અસર થઈ છે.
સરકાર સમક્ષ મદદ માટે માંગણી કરી છે. પણ સરકારે કોઈ મદદ કરી નથી.
2023માં 5.1% વૃદ્ધિ થવાની ધારણા હતી, પણ ઉદ્યોગ પર આફત આવી હતી.
5 મહિનામાં 30થી વધુ હીરાના કારીગરોએ પોતાનો જીવ લીધો છે.
2 મહિનાથી હીરાના કારખાના બંધ રાખવા પડ્યા હતા.
હીરાની નિકાસ ત્રણ મહિનામાં રૂ. 77,500 કરોડથી ઘટીને રૂ. 60,222 કરોડ થઈ હતી.
ગુજરાતનું મુખ્ય હીરા બજાર અમેરિકા છે.
માનવસર્જિત હીરાનું બજાર 1 બિલિયન યુએસ ડોલર હતું, જે 2022માં વધીને 12 બિલિયન ડોલર થયું હતું, જેમાં 17%ના વાર્ષિક વૃદ્ધિ દર સાથે છેલ્લા બે કેલેન્ડર વર્ષમાં વૃદ્ધિ દર 38% હતો.
2028માં $37.32 બિલિયન થશે.
2022 અને 2024ની ચૂંટણીમાં સી આર પાટીલ અને ભાજપના નેતાઓ આ હીરાના કારીગરોને મત માટે કરગરતા હતા. તેઓ હવે દેખાતા નથી કે રાહત આપવા કંઈ કરતા નથી. એક માત્ર વરાછાના ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ હીરા ઉદ્યોગ માટે રાહત આપવાની માંગણી કરી છે. પછી તેઓ પણ મૌન છે.
સ્ટેનલેસ સ્ટીલ
2024 જાન્યુઆરીમાં સસ્તી ચાઇનીઝ ભારે આયાતના ભારને કારણે ગુજરાતમાં લગભગ 30-35 ટકા મધ્યમ અને નાના ઉદ્યોગો ગયા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર વચ્ચે દુકાન બંધ કરી દીધી હતી. ભારતની 80 ટકા સ્ટેનલેશ સ્ટીલ ગુજરાતમાં નાના અને મધ્ય ઉદ્યોગોમાં બને છે.
અમદાવાદમાં 80 ઇન્ડક્શન ફર્નેસ કંપનીઓમાંથી 20 કંપનીએ તે બંધ કરી દીધી હતી. વાસણો બનાવતી 100થી વધુ રિ-રોલર્સ બંધ થઈ ગયા છે.
1800 કંપનીઓ બંધ
2020 એપ્રિલથી 29 નવેમ્બર, 2021 સુધી 1,938 કંપનીઓએ સમગ્ર ગુજરાતમાં શટર ડાઉન કર્યા છે. પ્રવાસન અને પર્યટન ક્ષેત્રની કંપનીઓ હતી. કોવીડના કારણે બંધ થઈ છતાં સરકારે કોઈ મદદ ન કરી.
20 કાગળ મિલ બંધ
2023 જૂન સુધીમાં ગુજરાતમાં 100 કાગળ મીલોમાંથી 20 મિલો 6 મહિનામાં બંધ હતી. મોરબી, અમદાવાદ, સુરત, વાપીમાં બંધ થઈ ગઈ છે. જેનાથી 26 હજાર લોકો બેકાર થઈ ગયા છે. મિલો 3 લાખ મેટ્રિક ટનની માંગ હતી. 50 ટકા ઉત્પાદન ઘટાડી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્રની નિકાસ વાર્ષિક 1.50 લાખ ટન હતી, જે ઘટીને 30,000 ટન થઈ ગઈ છે. નિકાસ સ્થળો ચીન, મધ્ય પૂર્વ વગેરે હતા.
એક એક પેપર મિલ 300 લોકોને સીધી રોજગાર અને 1,000 લોકોને આડકતરી રોજગારી પૂરી પાડે છે. એક મિલનું રોજનું ઉત્પાદન 150 ટન છે. પેપરને પેકેજિંગ મટિરિયલ્સ માટે વપરાય છે. વાપીમાં બે મહિનામાં ચાર મિલો બંધ થઈ ગઈ છે. ગુજરાતમાં વાપી અને મોરબીમાં પેપર મિલો આવેલી છે. 100 પેપર મિલોમાંથી 20 વલસાડ જિલ્લાના વાપી GIDCમાં હતી.
પ્લાસ્ટિક
પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ પછી 2 હજાર નાના ઉદ્યોગો બંધ થયા હતા. 50 હજાર લોકોને રોજગારી પર અસર થઈ હતી. મોટા ભાગના એકમો પંચમહાલ જિલ્લાના હાલોલ, વડોદરા અને વાઘોડિયાના છે.
દેશમાં 30 હજાર એકમો પ્લાસ્ટિક ઉત્પાદન કરે છે. જેમાં 90% નાના એકમો છે. જેમાંથી ગુજરાતમાં 10 હજાર એકમો છે. જેમાંથી લગભગ 80% નાના પાયાના ક્ષેત્રમાં છે જે લગભગ રૂ. 10 હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. દેશમાં કુલ ટર્નઓવર 38,500 કરોડ રૂપિયા છે. જેમાં ભારે મંદી છે. 50 હજાર લોકોને સીધી રોજગારીની અસર થઈ રહી છે.