અમદાવાદમાં કોરોના દર્દીઓની 10 દિવસની સારવારની રૂ.100 કરોડની આવક

અમદાવાદ, 12 નવેમ્બર 2020
અમદાવાદમાં નવેમ્બરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેમ 3 હજાર દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. બીજા નામો જાહેર ન થયા હોય અને ઘરે સારવાર લેતાં હોય એવા અગણીત લોકો હશે. કારણ કે અમદાવાદમાં કોરોનાના દર્દીઓ વધી ગયા છે. ડીસેમ્બર મહિનામાં કોરોનાની સ્થિતી ભયાનક બની શકે છે. હાલ જે રીતે આખા કુટુંબો કોરોનાગ્રસ્ત બન્યા છે તે જોતા જે આંકડા બતાવવામાં આવે છે તેનાથી અનેક ગણાં કેસ હોઈ શકે છે.

થોડા દિવસો પહેલા આરોગ્ય સેતુ એપ્લિકેશનના ડેટા દ્વારા સામે આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાએ કોરોનાના દર્દીઓ માટે સરકારી-મ્યુનિસિપલ તેમજ 74 જેટલી ખાનગી હોસ્પિટલોમાં 1475 બેડની વ્યવસ્થા કરી છે. જ્યાં મહાનગરપાલિકા દ્વારા રિફર કરાયેલા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવવે છે. જેમાં હાલ મહાનગરપાલિકાના અને ખાનગી હોસ્પિટલોના પ્રાઈવેટ ક્વોટાના મળીને કુલ 3035 દર્દીઓ સારવાર હેઠળ છે. જે દર્શાવે છે કે, શહેરમાં કોરોનાના કેસ વધી ગયા છે.

શિયાળાની સીઝન, પ્રદૂષણ અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક સહિતના નિયમોના ઉલ્લંઘનના કારણે કોરોનાનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. દિવાળીના તહેવાર પર છેલ્લી ઘડીએ બજારોમાં જે ભીડ ઉમટી રહી છે. આગામી દિવસોમાં કેસોમાં જબરદસ્ત ઉછાળો આવશે.

રિઝર્વ વગરના ખાનગી હોસ્પિટલોના પોતાના 2107 બેડ છે, જેમાં જે દર્દીઓ પોતાના ખર્ચે સારવાર કરાવે છે. જેનો ચાર્જ રૂ.1 લાખથી 7 લાખ સુધી આવી રહ્યો છે. 8થી 10 દિવસે રૂ.100 કરોડનો ચાર્જ લેવામાં આવતો હોવાનું અનુમાન છે. બીજા દર્દીઓની સારવારના એટલી જ નાણાં લોકો ખર્ચી રહ્યાં છે. આમ ખાનગી હોસ્પિટલોના કુલ 3852 બેડ કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ છે.

મ્યુનિસિપલ ક્વોટાના 335 બેડ ખાલી છે, ખાનગી હોસ્પિટલોના ક્વોટાના 482 બેડ ખાલી છે. ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિસિપલ ક્વોટાના 1475 બેડમાંથી 1410 બેડ પર કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલના ક્વોટાના 2107 બેડમાંથી 1625 બેડ પર કોરોનાના દર્દીઓ છે.