છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં દુષ્કૃત્યના કેસોમાં ૧૧૮ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જો સમગ્ર ગુજરાતમાં આ સંખ્યા ગણવામાં આવે તો ઘણી મોટી સંખ્યા થઈ જાય છે. દરેક જિલ્લામાં સરેરાશ 50 બળાત્કારીઓ હોઈ શકે છે.
રાજ્યમાં ૦ થી ૫ વર્ષ તેમજ ૬ થી ૧૮ વર્ષની બાળાઓ ઉપર દુષ્કર્મ તથા સામુહિક દુષ્કર્મના કિસ્સામાં કાયદામાં કરાયેલા સુધારા મુજબ ગુનેગારોને આજીવન કેદથી ફાંસીની સજા સુધીની જોગવાઇ કરવામાં આવી છે. આ પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલા એકપણ દોષિતને કોઇપણ સંજોગોમાં છોડવામાં નહી આવે.
છેલ્લા બે વર્ષમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ અરવલ્લી જિલ્લામાં દુષ્કર્મ, સામુહિક દુષ્કર્મ તેમજ દુષ્કર્મના પ્રયાસ બદલ ૨૫ ઇસમો તેમજ સાબરકાંઠા જિલ્લામાં આ પ્રકારના ગુનાઓમાં ૯૩ એમ કુલ ૧૧૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બન્ને જિલ્લામાં મળી બાકી રહેલા કુલ ૩ આરોપીઓને પોલીસ દ્વારા બનતી ત્વરાએ ધરપકડ કરવામાં આવશે તેમ વિધાનસભામાં દ્વારા પૂછાયેલા પ્રશ્નનો છે.
સમગ્ર દેશમાં દર એક લાખની વસતીએ બનતા ગુનાનો દર ૫.૨ છે. જ્યારે ગુજરાતમાં આ દર માત્ર ૧.૭ છે. ગુનાના સંદર્ભે ૩૬ રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુજરાત ૩૧મા સ્થાને છે એટલે કે તે ગુનાની દ્રષ્ટિએ બહુ ઓછો દર ધરાવે છે એ જ બતાવે છે કે ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ દર્શાવે છે તેમ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.