કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે hydroxychloroquine દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસનો સામનો કરવા માટે હવે ગુજરાતની ત્રણ ફાર્મા કંપનીઓ એક મહિનામાં 25 ટન hydroxychloroquine દવા બનાવવાનું શરૂં કરી દીધું છે. મોટો જથ્થો તૈયાર થઈ ગયો છે.
ગુજરાતની ત્રણ ફાર્મા કંપનીઓ ઓછા સમયની અંદર 12 કરોડ hydroxychloroquineની ટેબલેટ બનાવવાની ક્ષમતા રાખે છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર હેમંત કોશિઆએ જણાવ્યું કે, ગુજરાતની ત્રણ પ્રમુખ કંપનીઓ આ ડ્રગના રૉ-મટિરિયલનું ઉત્પાદન પણ કરે છે અને તેનાથી જ દવાનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાં પ્રમુખ કંપનીઓ તરીકે કૈડિલા હેલ્થકેર લિમિટેડ અમદાવાદ, મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિક લિમિટેડ અને વડોદરાની વાઈટલ લેબોરેટરી સામેલ છે. હાલમાં આ કંપીની પાસે 19 લાખ ટેબલેટનો સ્ટોક છે, જેને સરકાર ખરીદી રહી છે.
તો મંગલમ ડ્રગ્સની પાસે આ દવાનો 14થી 15 દિવસની પ્રોડક્શન સાઈકલ છે. 20થી 25 દિવસમાં 1.5 ટન hydroxychloroquine બનાવી શકે તેટલું રૉ-મટિરિયલ પણ તૈયાર છે. અત્યાર સુધીમાં 200 કિલસો દવાની પહેલી ખપત તૈયાર થઈ ચૂકી છે. આ ઉપરાંત કૈડિલા હેલ્થકેરમાં 15 એપ્રિલ સુધી 1000 કિલો દવા બનીને તૈયાર થઈ જશે. જ્યારે વાઈટલમાં પણ દવાનું ઉત્પાદન ચાલી રહ્યું છે.