12 લાખ મજૂર કોરોના હિજરતી ટ્રેન દ્વારા ગુજરાત છોડી ગયા

રવિવારે 40 ટ્રેન ગુજરાતથી રવાના થઈ જેની સાથે કુલ સવા બાર લાખ પરપ્રાંતિય શ્રમિકોએ ગુજરાત છોડી દીધું છે.

23 મે 2020 શનિવારની મધ્યરાત્રી સુધીમાં ગુજરાતમાંથી 791 ટ્રેન ચલાવાઇ છે. જેમાં 11.60 લાખ  પરપ્રાંતિય મજૂરોએ પોતાના વતન જવા ગુજરાત છોડી દીધું હતું. ગુજરાતની અત્યારસુધીની સૌથી મોટી હિજરત માનવામાં આવે છે. આ કોરોના ટ્રેનો પૈકી મોટા ભાગની ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ રાજસ્થાન, મણીપુર અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં ટ્રેન દોડાવાઈ છે.

24 મે 2020એ 40 ટ્રેન ગુજરાતમાંથી દોડાવી હતી.

કોરોનાના કારણે 2 મે 2020ના દિવસથી બે શ્રમિક ટ્રેન મારફતે ગુજરાતમાંથી પરપ્રાંતીય શ્રમિકો અને કામદારોને પોતાના વતન પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિન્ગ સહિતના તમામ જરૂરી નિયમોના પાલન સાથે ટ્રેનો દોડાવવામાં આવી છે.

ગુજરાતમાં અનેક તકલિફોમાંથી બચવા હિજરત કરી જવા માટે શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે. જે આંક વધીને  રાત સુધીમાં સવા બાર લાખ થયો છે જેને ગુજરાત સરાકર  ગૌરવપુર્ણ બાબત ગણાવે છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે વિગતો આપી હતી.