અમદાવાદ, કચ્છ, રાજકોટ અને સુરતના જ્વેલર્સનું રૂ. 300 કરોડનું ડ્યૂટી ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું છે. મુંબઈના કેટલાક વેપારી એસઈઝેડ તેમજ દાણચોરીથી આવતું સોનું 11 ટકા કસ્ટમ ડ્યૂટી અને 3 ટકા જીએસટી ભર્યા વગર કુરિયર મારફતે તેમજ જુદી જુદી એરલાઈન મારફતે ગુજરાતના વેપારીઓને મોકલતા હતા.
રાજકોટના ઝવેરી બજારમાં સોનાના બે ભાવ બોલાય રહ્યા છે. બિલ વિના રૂ. 38,220માં ગુરુવારે સોનું મળતું હતુ. બિલમાં અર્થાત્ જીએસટી પેઇડ રૂ. 39,550માં મળતું હતુ. બંને વચ્ચે રૂ. 1330નો તફાવત છે. બિલ વિના વેંચવામાં આવતું મોટાભાગનું સોનું જીએસટી ભર્યા વિનાનું, ક્રેપમાં બિલ વિના આવેલું કે દાણચોરીનું હોય છે.
દાણચોરીથી ભારતમાં સોનું આશરે 15 ટકા જેટલું સસ્તું પડે છે એટલે આ નફો દાણચોરો કમાઇ રહ્યા છે.
2019માં જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન દેશમાં 40-50 ટન સોનું દાણચોરીથી ઘુસાડવામાં આવ્યું હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તાજેતરમાં જાહેર કર્યું હતુ. ઊંચા ભાવને લીધે માગ ઓછી છે છતાં દાણચોરી થાય છે. 2019માં કુલ 100 ટન કરતા વધારે માલ આ રીતે આવે તેવી ધારણા છે. દાણચોરીને લીધે સોનું ગાળતી એમએમટીસીની રિફાઇનરીના કામકાજને પણ અસર થઇ છે.
બજેટમાં કિમતી ધાતુ સોના-ચાંદી પરની આયાત જકાત અઢી ટકા વધારીને ૧૨.૫ ટકા કરવામાં આવી છે. જેના પગલે ઉપરોક્ત બંને કિંમતી ધાતુ પરનો કરબોજ વધીને ૧૫.૫ ટકા થયો છે. કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા સોના-ચાંદી ઉપર ૩ ટકા જીએસટી પણ વસૂલવામાં આવે છે. પરિણામ હવે સોના-ચાંદી ઉપરનો કર બોજ ૧૨.૫ ટકા આયાત જકાત + ત્રણ ટકા જીએસટી એમ કુલ મળીને ૧૫.૫ ટકા થયો છે. આયાત જકાત વધવાથી સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે.
દેશમાં સોનાની માગ આશરે ૮૫૦ ટન રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે આ માગ ૭૬૦ ટન હતી. ભારત સોનાની માગ બાબતે વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો દેશ છે.
ભારતીયો આશરે ૫૦ ટન સોનું લાવે છે. જેના પર સરકાર જકાત વસૂલ કરી ૧૦૦ કરોડ રૂપિયાની આવક કરે છે
2019માં
અમદાવાદ અને દુબઈના સોનાના ભાવમાં તોલાએ અંદાજે 6 હજારનો ફરક પડતો હોવાથી દાણચોરી થાય છે
2018-19માં અમદાવાદ કસ્ટમ વિભાગે 139 કેસમાં કેરિયરો પાસેથી 65 કિલો સોનું પકડી પાડ્યું હતું
અમદાવાદમાં એક જ ઓપરેટરે 5 વર્ષમાં 1300 કરોડનું સોનું ઘૂસાડ્યું હતું. દુબઈથી સોનું લાવવા માટે દાણચોરો મોટેભાગે કેરિયરનો ઉપયોગ કરતા હોય છે. દેશમાં 2017-18માં 974 કરોડનું 3223 કિલો સોનું પકડાયું હતું. મોદી સરકારની નીતિ અને અણઆવડતના કારણે આવું થઈ રહ્યું છે.