ડિવાય.એસ.પી કિરણ પટેલ કહે છે કે
સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે વર્ષ ૧૯૯૬ માં ગ્રેજ્યુટ થઈને છુટા પડેલા અમોબધા મિત્રો ૨૨ વર્ષ બાદ સોસીયલ મીડિયાના માધ્યમથી (WhatsApp Group) એકઠા થયા. વરચ્યુઅલી એકઠા થયેલ અમારા આ ગ્રુપે, ગ્રુપમાં ચાલતી રોજબરોજની ચર્ચા સાથે સાથે સમાજ માટે કંઈક સેવાકીય કાર્ય કરવાનું વિચાર્યું. જેના ભાગ રૂપે દાંતા તાલુકા ના વિરમપુર ગામ થી લગભગ ૭ કિલોમીટર દુર અંતરિયાળ આદિવાસી વિસ્તારના થળા ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. આ શાળા માત્ર ૮૦ જેટલા જ બાળકો ધરાવે છે. પતરાં વાળા એક જ રુમ માં માત્ર બે જ શિક્ષકો દ્વારા આ શાળા માં ધોરણ ૧ થી ૫ સુધી નુ શિક્ષણ આપવામાં આવે છે. ખુબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોવાથી ઘણા લાભોથી વંચિત રહી જતી આ શાળા માં અમારા આ ગ્રુપ દ્વારા બાળકો ને યુનિફોર્મ, સ્કુલ બેગ, કંપાસ, પેન્સિલ, રબર, ચોકલેટ વગેરે વસ્તુઓ નુ વિતરણ કરવામાં આવ્યું. શાળા ના શિક્ષકો અને વાલીઓ સાથે ચર્ચા કરી દરેક બાળક ફરજીયાત શાળાએ આવે અને શહેરની શાળામાં હોય એવા યુનિફોર્મ પહેરે અને સ્કૂલબેગ લઇ સ્કુલે જાય એવો પ્રયાસ કર્યો. બાળકો ની સાથે સાથે વ્યસન થી પીડિત આદિવાસી વાલીઓ ને પણ વ્યસન માંથી મુક્તિ મેળવી બાળકો ને સારું ભણતર આપવા અમારા આ ગ્રુપ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
મિત્રો, ગ્રુપમાં સાથે મળી સેવાકીય કાર્ય કરવું એનો આનંદ અનેરો હોય છે. હું મારા કોલેજના તમામ મિત્રોનો અભાર માનું છું કે જેમને આવા સેવાકીય કાર્યમાં મને સહભાગી થવાનો લાભ આપ્યો.


English

You must be logged in to post a comment.