વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નનો અને વિગતો
ગાંધીનગર, 4 માર્ચ 2020
રાજ્યના એસ.સી., એસ.ટી., બક્ષીપંચ સહિત ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓને સરકારી કોલેજોમાં નજીવા દરે એમ.બી.બી.એસ.ની અભ્યાસ છે. ગ્રામ્ય સ્તરે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બનાવવા એમ.બી.બી.એસ. માટેના બોન્ડ રૂા. ૧૦ લાખ અને એક વર્ષની સેવા ફરજિયાત છે. રાજ્યમાં પી.એચ.સી. અને સી.એચ.સી.નું મોટું નેટવર્ક ઉપલબ્ધ છે. ૫,૫૦૦થી વધુ એમ.બી.બી.એસ.ની બેઠકો છે. ર્ડાકટરો જતા ન રહે તે માટે કડક કાર્યવાહી થાય છે. ૧ વર્ષમાં રૂા. ૧૯ કરોડના બોન્ડની વસુલાત કરી છે. જે 190 ડોક્ટર છે.
રાજ્યના એસ.સી., એસ.ટી., બક્ષીપંચ સહિત ગરીબ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને રૂા. ૫,૦૦૦ના નજીવા દરે એમ.બી.બી.એસ.નું શિક્ષણ પુરૂં પાડવાની સુવિધા ઉપલબ્ધ છે. આ માટે પ્રત્યેક ર્ડાકટર દીઠ રાજ્ય સરકાર રૂા. ર૫ લાખનો ખર્ચ કરે છે. રૂા. ૧૦ લાખના બોન્ડ અને એક વર્ષની સેવાઓ ગ્રામ્ય સ્તરે ફરજિયાત કરી છે. છેલ્લા એક વર્ષમાં રૂા.૧૯ કરોડની રકમ બોન્ડ તરીકે વસુલાત કરવામાં આવી છે. આ માટે સ્પેશ્યલ મામલતદારની પણ નિમણૂંક કરીને કડક કામગીરી કરવામાં આવી રહી છે.
રાજ્યમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ જતા રહે છે એનું એક કારણ હોતું નથી. એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પી.જી.માં અભ્યાસ માટે જાય ત્યારે તે પૂર્ણ થયા બાદ બોન્ડ વસુલવામાં આવે છે.
ખાસ અંગભૂત યોજના
સુરેન્દ્રનગર જિલ્લામાં 539 તેમજ સાબરકાંઠા જિલ્લામાં 1138 ઘર વપરાશના વીજ જોડાણ અપાયા : રૂ. 86 લાખથી વધુનો ખર્ચ કરાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ અરજી પડતર નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં 539 તેમજ સાબરકાંઠા જિલ્લામાં 1138 ઘર વપરાશના વીજ જોડાણ આપવામાં આવ્યા છે. જે માટે બંને જિલ્લામાં કુલ રૂ. 86 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જયોતીગ્રામ યોજના એ ગામતળમાં ઘરના વીજ જોડાણ આપતી યોજના છે. આમ છતા પણ ગામતળ સિવાય 15-20 ઘરનું જૂથ અન્ય કોઈ જગ્યાએ વસવાટ કરતું હોય તો યોગ્ય અધિકારી દ્વારા તેની તપાસ કરીને જયોતીગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજળી આપવા વીજ જોડાણ આપવામાં આવે છે.
રાજ્યના 16 લાખ હેક્ટરમાં સિંચાઈ
16 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. નર્મદા યોજના શરૂ થઈ ત્યારથી ત્રણ ફેઝમાં સિંચાઈ સુવિધા આપવામાં આવી છે. ફેઝ-૧માં દક્ષિણથી શરૂ કરી વડોદરા, અમદાવાદનો અમુક વિસ્તાર તથા ફેઝ-૨માં અમદાવાદ સહિત, ફેઝ-૩માં બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, કચ્છ સુધી પાણી પૂરું પાડવામાં આવે છે. નર્મદા યોજનામાં સિદ્ધાંત ટ્રિબ્યુનલમાં નક્કી થયા મુજબ નર્મદાનું પાણી જ્યાં જાય ત્યાં સિંચાઈ મંડળી સ્થાનિકકક્ષાએ બનાવીને કેનાલના રીપેરીંગ તથા પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી નિયત કરાઈ છે. પરંતુ જમીન સંપાદન માટે પડતી મુશ્કેલીઓ તથા ગેરકાયદેસર પાણી ઉપાડવાનું પ્રમાણ વધુ હોય ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળી રહે અને પાકનો બગાડ ન થાય એ માટે આ UTPL પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ફાટક મુક્ત રાજ્ય
ગુજરાતને ફાટક મુક્ત રાજ્ય બનાવવા અન્ડરબ્રીજ-ઓવરબ્રીજના કામોને મંજૂરીઓ આપવાનું કાર્ય ચાલી રહ્યું છે.
ડીસાથી લાખણી સુધીના રસ્તાને ચાર માર્ગીય બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તે માટે રૂા. ૮૫ કરોડના ખર્ચની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. લાખણી-ડીસા સુધીના ૭ મીટર પહોળા માર્ગને ચાર માર્ગીય બનાવવાથી આસપાસના ગામોના કેટલા નાગરિકોને ફાયદો થશે. ૩ર.૪૦ કિ.મી. લંબાઇ ધરાવતો આ માર્ગ ચાર માર્ગીય બનતા આસપાસના ગામોના અંદાજીત પોણા બે લાખ નાગરિકોને લાભ મળશે.
કૃષિ વિષયક વીજ જોડાણ
રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા કૃષિ વિષયક વીજ જોડાણ હેઠળ તા. ૩૧ ડિસેમ્બર, ર૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ૧,૩૮૪ નવા વીજ જોડાણ આપવામાં આવ્યા છે તથા અરવલ્લી જિલ્લાના અનુસૂચિત જાતિના ૯૬ લાભાર્થીઓને કૃષિ વીજ જોડાણથી આવરી લેવામાં આવ્યા છે. તે માટે બંને જિલ્લામાં કુલ રૂા. ૩,૪૮૪ લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના બાયડ અને મોડાસા તાલુકામાં વર્ષ ર૦૧૮ અને ર૦૧૯ એમ છેલ્લા બે વર્ષમાં કુલ ૩૩ વીજ જોડાણ આપવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિના લાભાર્થીઓને મળનાર નવા કૃષિ વીજ જોડાણ માટે અંદાજે રૂા. ૧.૫૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં લાભાર્થી પાસેથી ટોકન દરે રકમ લેવામાં આવે છે. અનુસૂચિત જાતિના લાભાર્થીઓને તત્કાલ નવા કૃષિ વીજ જોડાણ આપવામાં આવે છે.
વડોદરા જિલ્લામાં ‘‘મા’’ અને ‘‘મા વાત્સલ્ય’’ યોજનામાં રૂા. ૧૫૩.૪૧ કરોડના દાવાઓની રકમ
ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ ઉપયોગી ‘‘મા’’ અને ‘‘મા વાત્સલ્ય’’ યોજનામાં ૧૭૦૦ પ્રકારની જુદી જુદી આરોગ્ય સેવાઓ આવરી લેવામાં આવી છે. ૩૧-૧ર-ર૦૧૯ના છેલ્લા બે વર્ષની સ્થિતિએ ‘‘મા’’ યોજના હેઠળ ૪૪૮ અને ‘‘મા વાત્સલ્ય’’ યોજના હેઠળ ૯૯,૩૭૮ લાભાર્થી કુટુંબોને કાર્ડ આપવામાં આવ્યા છે.
‘‘મા’’ યોજના હેઠળ ૬,૬૦૧ અને ‘‘મા વાત્સલ્ય’’ યોજના હેઠળ ૧,૦૭,૪૧ર લાભાર્થી દાવાઓ મંજૂર કરવામાં આવ્યા છે. આ માટે ૧૫૩.૪૧ કરોડની રકમ આ દાવાઓ માટે મંજૂર કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના વડગામ-જીતપુર રોડ ૭ મીટર પહોળો કરાશે
અરવલ્લી જિલ્લાના વડગામથી જીતપુર રોડને હાલના પ.૫ મીટર થી ૭ મીટર સુધી પહોળો કરવામાં આવશે. ૧૦.૫૦ કિ.મી. લાંબા આ રસ્તાને પહોળો કરવાથી વીસ હજારથી વધુ વસતી ધરાવતા ધનસુરા અને બાયડ તાલુકાના ગામોને વધુ લાભ મળશે. આ રસ્તો પહોળો કરવા રૂા.૧૧૨૫ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
ખેડૂતોને દિવસે પણ વીજળી
આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદ્રઢ કરવા તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા કરેલા રૂા.૩૫૦૦ કરોડના આયોજનમાં રૂા.૫૦૦ કરોડ મંજૂર કર્યા છે. રાત્રી દરમિયાન પિયત માટે વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં સિંહ, દિપડા, રોઝ તથા જંગલી ભૂંડના કારણે ખેડૂતોને રહેતા જાનનાં જોખમને લીધે ખેડૂતોને દિવસે વીજળી આપવા સમગ્ર રાજ્યમાં ખેડૂતોને દિવસે પણ વીજળી પુરી પાડવામાં આવશે. આ યોજના આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદ્રઢ કરવા તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા માટે રૂા.૩૫૦૦ કરોડનું આયોજન છે. તે માટે આ બજેટમાં રૂા.૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નવા સોલાર પ્રોજેક્ટથી અમે ૧૦ હજાર મેગાવોટ વીજ ઉત્પાદન કરાશે.