[:gj]ગુજરાત વડી અદાલતના ચાર ન્યાધિશની શપથવીધિ[:]

[:gj]

અમદાવાદ, 4 માર્ચ 2020
ઇલેશ જશંવતરાય વોરા, ગીતા ગોપી, ડો. અશોકકુમાર સી.જોષી અને રાજેન્દ્ર એમ.સરીનને વડી અદાલતના જજ તરીકેના શપથ લીધા હતા.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે આજે ગુજરાત વડી અદાલતના ન્યાધિશ તરીકે નવનિયુક્ત ઇલેશ જશવંતરાય વોરા, ગીતા ગોપી, ડો. અશોકકુમાર ચીમનલાલ જોષી અને રાજેન્દ્ર એમ.સરીનને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
આ શપથવિધિ પ્રસંગે રાજનેતાઓ, ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ, વકીલો, વડી અદાલતના અધિકારીઓ તથા નવનિયુક્ત જજઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

પૂર્વ મુખ્ય ન્યાયાધીશો

મુખ્ય ન્યાયાધીશ કાર્યભાર સંભાળ્યા તારીખ કાર્યભાર છોડ્યા તારીખ
 સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ ૧ મે ૧૯૬૦ ૨૫ જાન્યુઆરી ૧૯૬૧
 કાંતિલાલ ઠાકોરદાસ દેસાઈ ૨૬ જાન્યુઆરી ૧૯૬૧ ૨૨ મે ૧૯૬૩
 જયશંકર મણિલાલ શેલત ૩૧ મે ૧૯૬૩ ૨૪ ફેબ્રુઆરી ૧૯૬૬
 નોમાનભાઇ મહમેદભાઇ મિઆભોય ૨૧ એપ્રિલ ૧૯૬૬ ૫ સપ્ટેમ્બર ૧૯૬૭
 પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી ૧૬ સપ્ટેમ્બર ૧૯૬૭ ૧૭ જુલાઇ ૧૯૭૩
 બિપિનચંદ્ર જીવણલાલ દિવાન ૧૭ જુલાઇ ૧૯૭૩ ૨૯ જૂન ૧૯૭૬
 સેશરેડ્ડી ઓબુલ રેડ્ડી ૭ જુલાઇ ૧૯૭૬ ૧૮ ઓગસ્ટ ૧૯૭૭
 બિપિનચંદ્ર જીવણલાલ દિવાન ૨૮ ઓગસ્ટ ૧૯૭૭ ૧૯ ઓગસ્ટ ૧૯૮૧
 મનહરલાલ પ્રાણલાલ ઠક્કર ૨૦ ઓગસ્ટ ૧૯૮૧ ૧૪ માર્ચ ૧૯૮૩
 પદ્મનાભન સુબ્રમણયન પોતી ૧૮ સપ્ટેમ્બર ૧૯૮૩ ૧ ફેબ્રુઆરી ૧૯૮૫
 પી. આર. ગોકુલકૃષ્ણન ૨૧ માર્ચ ૧૯૮૫ ૧૨ ઓગસ્ટ ૧૯૯૦
 ગણેન્દ્ર નારાયણ રાય ૨ ડિસેમ્બર ૧૯૯૦ ૭ ઓક્ટોબર ૧૯૯૧
 આર. નૈયનાર સુંદરમ ૧૫ જૂન ૧૯૯૨ ૧૩ ડિસેમ્બર ૧૯૯૩
 ભુપિન્દર નાથ કિરપાલ ૧૪ ડિસેમ્બર ૧૯૯૩ ૧૧ સપ્ટેમ્બર ૧૯૯૫
 ગુરુદાસ દત્તા કામત ૨ જુલાઇ ૧૯૯૬ ૪ જાન્યુઆરી ૧૯૯૭
 કુમારન શ્રીધરન ૨૦ ઓક્ટોબર ૧૯૯૭ ૩ જૂન ૧૯૯૮
 કે. જી. બાલાકૃષ્ણન ૧૬ જુલાઇ ૧૯૯૮ ૮ સપ્ટેમ્બર ૧૯૯૯
 ડી. એમ. ધર્માધિકારી ૨૫ જાન્યુઆરી ૨૦૦૦ ૪ માર્ચ ૨૦૦૧
 દયા શરણ સિંહા ૧૭ માર્ચ ૨૦૦૨ ૧૮ માર્ચ ૨૦૦૩
 ભવાની સિંહ ૨૫ ઓગસ્ટ ૨૦૦૩ ૨૮ માર્ચ ૨૦૦૬
 વાય. આર. મીના ૩ એપ્રિલ ૨૦૦૬ ૩૦ જૂન ૨૦૦૮
 કે. એસ. રાધાકૃષ્ણન ૯ સપ્ટેમ્બર ૨૦૦૮ ૧૬ નવેમ્બર ૨૦૦૯
 એસ. જે. મુખોપાધ્યાય ૯ ડિસેમ્બર ૨૦૦૯ ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૧
 ભાસ્કર ભટ્ટાચાર્ય ૨૧ જુલાઇ ૨૦૧૨ ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૪
 આર સુભાષ રેડ્ડી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૬ ૧ નવેમ્બર ૨૦૧૮

[:]