200 વર્ષના કેલેન્ડરનું મેમરી કાર્ડ હેલી

સાબरકાંઠા,તા:15 સાબરકાંઠાની 21 વર્ષની હેલીને 200 વર્ષનું કેલેન્ડર-તારીખીયું મોઢે છે. તેનું મગજ કમ્પ્યુટરના મેમરી કાર્ડ જેવું છે. કોઈ પણ વર્ષના કેલેન્ડરની તારીખ સેંકડોમાં કહી દે છે. સાથે વાર કહી દે છે. 1801થી લઈ 2020 સુધીનું કેલેન્ડર પોતાના યાદ છે. આ શક્તિ તેને આપો આપ નથી મળી કે કુદરતી નથી. પણ તેના મગજને તેણે કેળવીને આ શક્તિ મેળવી છે. શક્તિ મેળવવામાં તેના પિતાનો હિસ્સો સૌથી વધુ છે. મગજને જે રીતે કળવીએ તે રીતે કેળવી શકાય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ ગુજરાતની હેલી છે.

હેલીને સિદ્ધિ કે કુટુંબનો વારસો તેના દાદા અને પિતા દ્વારા મળેલો છે. હેલીના દાદા રામજીભાઈ પ્રજાપતિની રોજિંદી કામની ડાયરીઓ પરથી હેલીના પિતા બેચરભાઈને કેલેન્ડર યાદ રાખવાની ટ્રીક મળી હતી. બેચરભાઈએ દીકરી હેલીને તે વારસો આપ્યો છે. આ વિદ્યા શિખવવામાં બેચરભાઈને ભારે મહેનત કરવી પડી છે. હેલીને 9 વર્ષની ઉંમરે રસવૃત્તિ જાગતા અને સારી યાદશક્તિ જોતા તેને શિખવવાનું શરૂ કર્યું હતું. હવે હેલી દીકરી 200 વર્ષનું કેલેન્ડર યાદ કરી લીધું છે.

9 વર્ષની ઉમરે એક વર્ષની તારીખ વાર યાદ હતા

સાબરકાંઠાના ઇડર તાલુકાના બડોલી ગામમાં તે ઉછરી છે. તે નાના ઉંમરથી તેને યાદ રહેવા લાગ્યું હતું. દાદા અને પિતાની રોજનીશી કે રોજના કામની ડાયરી દ્વારા 200 વર્ષનું કેલેન્ડર તારીખીયું યાદ છે. 9 વર્ષની હતી ત્યારે એક વર્ષની તારીખો અને વાર મોઢે કરી લીધા હતા. પછી પાંચ વર્ષ, પંદર વર્ષ, 25 વર્ષ યાદ કરી દીધા પછી તે દર વર્ષ આ રીતે યાદ કરતી ગઈ હતી. હવે 200 વર્ષ સુધી પહોંચી ગઈ છે. તેની કુશાગ્ર બુદ્ધિ પ્રતિભા જાતે વિકસાવી છે. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયમાં ઝડપી મેમરી ધરાવે છે.

શિક્ષક પિતાનું શિક્ષણ

મૂળ સાબરકાંઠાના ઈડર તાલુકાના બડોલી ગામના તેના પિતા વતની છે. શિક્ષક પિતા સાથે ભૂજ તાલુકાના મમુઆરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં હેલી ભણી હતી. મમુઆરા પ્રાથમિક શાળા અને સીઆરસી ધાણેટી દહિંસરા ગામે ભૂજ તાલુકાના વિજ્ઞાન-ગિણત પ્રદર્શનમાં હેલીની સ્મરણ શક્તિ અને અંક ગણિત અંગે બહારની દુનિયાને 2010માં ખબર પડી હતી

 અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે

એમએસસી માઇક્રોબાયોલોજીના અભ્યાસ ઉપરાંત અનેક એવોર્ડ મેળવી ચુકી છે. જેમાં 1900થી 2100 સુધીના વર્ષનું કેલેન્ડર માત્ર સેકંડોમાં જ વર્ષ અને મહિનાની તારીખ કે વાર સાથે બોલી જાય છે. કોઈ તેને જન્મ તારીખ જણાવે તો તે દિવસે કયો વાર હતો તે જણાવી દે છે.

હવે શું કરશે?

કેલેન્ડરને કેમ યાદ રાખવું તે માટે લેપટોપથી પેજ બનાવી રહી છે. મેમરી કેમ વિકસાવવી તે અંગે લોકોને સમજ પણ આપી રહી છે. દાદા અને પિતા દ્વારા પ્રાપ્ત થયેલી ગજબ છે. વરસાદની હેલીની જેમ હેલીએ આનંદની હેલી ગુજરાતમાં ફેલાવી દીધી છે.

યાદ રાખવાની રીત

ગણકયંત્ર, કમ્યુટર, ઈન્ટરનેટના સર્ચ એન્જીન હાથવગા હોવાથી લોકો અને બાળકોની યાદ રાખવાની શક્તિ ઘટી રહી છે. ગુજરાતી ભાષાનો પંદર એકાનો પાળો બોલવો હોય તો યાર રહી શકતો નથી. હેલી 11 વર્ષની હતી ત્યારથી તેને 200 વર્ષનું કેલેન્ડર યાદ રાખવા માટે પોતાના મગજને કેળવી સારી રીતે લીધું હતું. કેલેન્ડર યાદ રાખવાની પધ્ધતિ અને ગણિત શીખડાવવું તેને ગમે છે. પહેલા એક વર્ષનું કેલેન્ડર શીખવું અને પછી ચાર વર્ષનું કેલેન્ડર શીખડાવવું જોઈએ. રાષ્ટ્રીય સ્તરે તેનું સન્માન થયેલ છે. ભૂજના ભૂપેશ ગોસ્વામીએ આ વિધ્યાર્થિનીને રાષ્ટ્રીય પ્રતિભા માટે લઈ જવા પ્રયાસો કર્યા હતા. આ કોઈ ચમત્કાર નથી પણ માણસ ધારે તો તે પોતાના મગજને કોઈ પણ રીતે કેળવી શકે છે અને સિદ્ધિ મેળવી શકે છે.

હેલીની ગણતરી જૂઓ

2018 વિશે તેમણે સંશોધન કરીને વર્ષની આગળ-પાછળથી સમાન તારીખો જાહેર કરી હતી. જે આ પ્રમાણે છે. ઈ.સ. 2018માં કુલ દિવસો 365 અને 31મી ડિસેમ્બર 2017ના રવિવાર છે, તેથી નૂતન વર્ષ 2018ની શરૂઆત પહેલી જાન્યુઆરી સોમવારથી થશે. લીપ વર્ષ નથી, ફેબ્રુ.ના 28 દિવસો છે. ઈ.સ. 2018માં સોમવારની કુલ સંખ્યા 53 તથા બાકીના 6 વાર મંગળવારથી રવિવારની કુલ સંખ્યા 52-52 છે. આ ઈ.સ. 2018ના વર્ષની શરૂઆત 1 જાન્યુઆરી સોમવાર વિક્રમ સંવત 2074 પોષ સુદ ચૌદશથી થાય છે. આ ઈ.સ. 2018ના વર્ષનો છેલ્લો દિવસ 31 ડિસેમ્બર સોમવાર વિક્રમ સંવત 2075 માગસર વદ દશમ છે. દરેક માસમાં જે તે કોઇ પણ વારની સંખ્યા ઓછામાં ઓછી 4 અને વધુમાં વધુ 5 હોય છે. આ વર્ષે રસપ્રદ ઊલટ-સુલટ તારીખો પણ જોવા મળશે, જેમ કે 8-1-18, 8-11-18, 8-10-18 વગેરે તારીખોને આગળ-પાછળથી સમાન રીતે વાંચી શકાશે. જાન્યુઆરી અને ઓક્ટોબર આ બે માસ સમાન છે. ફેબ્રુઆરી, માર્ચ અને નવેમ્બર આ ત્રણ માસ સમાન છે. એપ્રિલ અને જુલાઇ? આ બે માસ સમાન છે. સપ્ટેમ્બર અને ડિસેમ્બર આ બે માસ સમાન છે, પણ તિથિ અને પંચાગમાં ફરક હશે. મે, ઓગસ્ટ અને જૂન આ ત્રણ મહિના અસમાન છે. આ વર્ષનો છેલ્લો દિવસ 31મી ડિસેમ્બર સોમવાર છે, તેથી આવનારા 2019ના વર્ષની શરૂઆત 1 જાન્યુઆરી મંગળવારથી થશે.

1962, 1990, 2018, 2046, 2074 વગેરે ઈ.સ. વરસોના કેલેન્ડર સમાન છે. તિથિ? અને પંચાગમાં ફરક હશે. સામાન્ય રીતે કોઇ પણ ઈ.સ. કેલેન્ડર દર 28 વર્ષે પુનરાવર્તિત થાય છે. વધુ જાણવા જેવું છે કે, 26-1-2001 શુક્રવારે ભૂકંપ આવ્યો હતો. આ 2001 અને 2018 બંનેના કેલેન્ડર સમાન છે. તિથિ અને પંચાગમાં ફરક છે. આ વખતે પણ 26-1-2018ના શુક્રવાર હતો.