ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021
14 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહને ગુજરાતમાં લાંબા સમયથી કામો ન થયા હોય એવા પડતર પ્રશ્નો અંગે આક્રમકતાથી રજૂઆત કરીને કોંગ્રેસ કોઈ કામ કરતી નથી એવો આરોપ મૂક્યો હતો. આજે મોદી સરકાર અંદાજપત્ર અને રાજ્યોની માંગણીઓ અંગે સંસદમાં જાહેરાત કરી છે. પણ ગુજરાત માટે ફરી એક વખત તેમણે અન્યાય કર્યો છે. ભાજપે 1998થી રજૂકરેલા 204 પ્રશ્નો આજે મોદી રાજમાં કેન્દ્રમાં વણઉકલ્યા છે, હવે તો પ્રશ્નો સંબંધિત રાજ્યો સહિત બધે ભાજપનું શાસન છે.
ગુજરાતના લોકોને મોદી અન્યાય કરીને ગાલ પર થપ્પડ મારી રહ્યાં છે. છતાં પોપટ જેવા 26 સાંસદો અને ગુજરાતના નિષ્ફળ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી મૌન બની ગયા છે. ભાજપ સત્તા પર આવતાની સાથે પ્રજા હિત ભૂલીને રાજકારણ કરવામાં વ્યસ્ત છે.
2002માં તત્કાલીન મુખ્ય પ્રદાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને થતાં અન્યાય અંગે વિગતો મોકલીને છાપાના માલિકોને લખવા કહ્યું હતું. પણ હવે તેઓ ગુજરાતનું હીત ભૂલીને પોતાનું હીત જોઈ રહ્યાં છે.
શિક્ષણને લગતા બીજા 150 પ્રશ્નો હજુ કેન્દ્રની મોદી સરકાર સામે ઊભા છે.
કેન્દ્રમાં ગુજરાતના પડતર પ્રશ્નો ક્યા છે
ગુજરાતમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એજયુકેશનની સ્થાપના કરો અને તે માટે નાણાં ફાળવો.
જખૌ મત્સ્ય બંદરના વિકાસ માટે ફંડ આપીને કેન્દ્ર સરકાર મદદ કરે.
ઈન્ફરમેશન ટેકનોલોજી એકેડમીની ગુજરાતના ગાંધીનગરમાં સ્થાપના મનમોહન સિંહ કરે.
ગુજરાતમાં વર્લ્ડ કલાસ યુનનિ.ની સ્થાપના કરવાની તેમણે માંગણી કરી હતી, પણ મોદીએ આજ સુધી કંઈ કર્યું નથી.
નર્મદા યોજનાને રાષ્ટ્રિય યોજના જાહેર કરવાની માંગણી મોદીએ કોંગ્રેસ સમક્ષ 2010માં કરી હતી. તેઓ વડાપ્રધાન બન્યાને 6 વર્ષ થયા છતાં તેને રાષ્ટ્રીય યોજના જાહેર ન કરીને ગુજરાતને કરોડો રૂપિયાનો ફટકો પાડ્યો છે.
પશ્ચિમ રેલ્વેનું મુખ્યમથક
પશ્ચિમ રેલ્વેનું મુખ્યમથક અમદાવાદમાં બનાવવા ભાજપે અનેક વખત રજૂઆત કેન્દ્ર સરકારે સમક્ષ કરીને માંગણી કરી હતી. સાબરમતી રેલવે સ્ટેશન મુખ્ય મથક બની શકે એવી માંગણી કરી હતી. પણ તેઓ વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને તેઓ જ અન્યાય કરી રહ્યાં છે.
રાજ્યમાં 25 નવી ટ્રેન શરૂ કરવા અને 12 ટ્રેનની ફ્રિકવન્સી વધારવી-રૂટ લંબાવવા, 14 નવી રેલવે લાઈનનો વિકાસ કરવો, 8 લાઈનનું ગેઝ કન્વર્ઝન અને 17 રેલવે લાઈનના ગેઝ રૂપાંતર કરવું. – અમદાવાદ અને ગાંધીનગરની રેલવે કોરીડોરની ઓછી વપરાશવાળી જમીનોને મેટ્રો પ્રોજેકટ માટે વાપરવી. આમાંથી અડધા પણ કામ થયા નથી.
ગુજરાતમાં ઘણી રેલવે લાઈન બ્રોડગેજ બની નથી. કેટાલક માર્ગોને ડબલ લાઈન કરી નથી.
હાઈસ્પીડ રેલ પ્રોજેકટ-અમદાવાદ-મુંબઈ, પુના કોરીડોર અંગે કોઈ કાર્યવાહી કરી નથી.
કર્ણાવતી શહેર
કેન્દ્રમાં ગુજરાતી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતને બહુ ફાયદો થયો નથી. અમદાવાદને મેટ્રો શહેર જાહેર કરવા અને અમદાવાદનુ નામ કર્ણાવતી કરવા સરકારે કેન્દ્રને દરખાસ્ત જ મોકલી નથી. નામ બદલવા માટે મોદીએ કંઈ કર્યું નથી. તેઓ અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે 1985થી ગુજરાતમાં રાજકારણ રમી રહ્યાં હતા. કર્ણાવતીના નામે મોદીએ 6 ચૂંટણીઓ જીતી હતી. હવે તેઓ અમદાવાદને થતાં અન્યાય ભૂલી ગયા છે. સરકારે રસ દાખવ્યો નથી. ખુદ સરકારે માંગણી કરી તેમ છતાં કેન્દ્ર સરકારે કંઈ કર્યું નહીં.
મોદીએ પ્રશ્નો ગુમ કરી દીધા
વર્ષ 2014માં મોદી વડાપ્રધાન બન્યા ત્યારે કેન્દ્ર સરકાર સમક્ષ ગુજરાતના 130 પ્રશ્નો પડતર હતા. કેન્દ્રમાં ભાજપની સરકાર આવતા જ આ પ્રશ્નો ઘટીને 30 થઇ ગયા હતાં. ગુજરાતની વિજય રૂપાણીની નબળી સરકારનું કેન્દ્રમાં કોઇ જ સાંભળતું નથી. મોદી ગુજરાતના આ 130 પ્રશ્નો ઉકેલવા માંગતા નથી. મત મેળવવા માટે તેમણે નાટક કર્યા હોવાનું તેના પરથી પ્રસ્થાપિત થાય છે.
પાકિસ્તાનનું પાણી
પાકિસ્તાર સાથે સિંધુ બેઝીનનો પાણી ફાળવણીનો મહત્ત્વપૂર્ણ મુદ્દો પણ પડતર છે. મોદીએ સિંધુ નદીનું પાણી કચ્છને આપવા માટે રાજરમત રમી હતી. તેમણે મત મેળવ્યા પછી હવે સિંધુ નદી ક્યા અને કચ્છ ક્યાં તે અંગે તેઓ આંખ બંધ કરીને બેસી ગયા છે.
પાકિસ્તાનની હરકત
પાકિસ્તાન દ્વારા ગુજરાતના માછીમાર અને બોટ સાથે અપહરણ કરી લે છે. માછીમારોને પાકિસ્તાનની જેલમાં પૂરી દેવાય છે. બોટો જપ્ત થાય છે. તે પછી માછીમારોના છૂટકારા અને બોટો પરત આપવાના મુદ્દે પાકિસ્તાન ભારત સરકારને જાણે નચાવે છે. કાયમી સમસ્યાના કાયમી ઉકેલ માટે મોદીએ કંઈ કર્યું નથી.
કચ્છ સરહદ પર ફેંસીંગ ન બની
મરીન ઈસગ્રેશન ચેક પોસ્ટ બની નથી. પાકિસ્તાન સાથેની ગુજરાતની શરહદો પર બોર્ડર ફેન્સીંગનું કામ પૂરૃં થયું નથી.
-વહાણોના ઉત્પાદન ક્ષેત્રે સબસીડી આપવાની માંગણી હતી.
કોલસો ભૂલી ગયા
વીજ ઉત્પાદન માટે નજીકની ખાણોમાંથી જ ગુજરાતને કોલસો ફાળવવાની માંગણી વર્ષોથી જોરશોરથી ખુદ વડાપ્રધાન કરતા હતાં, પરંતુ આ અંગે હજુ પૂરેપૂરી વ્યવસ્થાઓ થઈ નથી.
-કેન્દ્ર સરકારે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટિઝને કરમુક્ત જાહેર કરવાની માંગણી ભાજપે જ કરી હતી. તે થઈ નથી.
-2013ના કેન્દ્ર સરકાર સમક્ષ પડતર પ્રશ્નો પૈકી આઇવી લિમિટ નક્કી કરવા રાજ્ય સરકારે કેન્દ્રમાં રજૂઆત કે દરખાસ્ત કરી નહીં.
વિમાની મથક
અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાન મથકે તાજાફળ, શાકભાજી, પ્રોસેસ્ડ ફુડ અને અન્ય કૃષિ ખાઘ પદાર્થોની નિકાસ માટે એરપોર્ટ ઓથોરીટી પાસે કારગો બનાવવા માટે એન.ઓ.સી.ની માગણી. ખેડૂતોને મોટો અન્યાય કરાયો છે. અદાણીને હવાઈ મથક આપી દીધું પણ આ સવલત આપવાનું મોદી સરકાર ભૂલી ગઈ છે.
બે મેટ્રો સિટી
અમદાવાદ અને સુરતને મેટ્રો સિટી જાહેર કરવા માટે કેન્દ્ર સરકારે કોઈ પ્રયાસ કર્યા નથી. ગુજરાત સરકારે પણ છેલ્લાં બે વર્ષમાં કોઈ દરખાસ્ત મોકલી નથી. અમદાવાદ-ગાંધીનગરને ટ્વિન સિટી ગણી મેટ્રો સિટીનું સ્ટેટસ ના મળતાં આશરે દોઢ લાખ સરકારી-અર્ધસરકારીને સહાય થઈ શકે તેમ હતું. કેન્દ્રની વધારાની નાણાં સહાય મળી શકે તેમ હતું.
વર્ડ ટ્રેડ સેન્ટર
અમદાવાદની મિલોની ખાલી પડેલી જમીન પર વિશ્વ કક્ષાનું છૂટક વસ્તુનું બજાર બની શકે તેમ છે. જો તેમ થાય તો ગુજરાતનો વેપાર વિશ્વના વેપારીઓ સાથે વધી શકે તેમ છે. પણ તે આપવામાં આવતું નથી.
ખેતી – દુષ્કાળ સહાય
2017- 2018- 2019 2020માં ના ગુજરાતમાં અતિવૃષ્ટિ અને દુષ્કાળ રહ્યાં પણ તેની સહાય કેન્દ્રની મોદી સરકારે સાવ નજીવી આપી છે. 2019માં મોદીની ભાજપ સરકાર પાસેથી રૂ.1725 કરોડની સહાય માંગી હતી. તેમાં કેન્દ્રની મોદી સરકારે એક પણ રૂપિયો આપ્યો નથી. ખેડૂતો અને પશુઓ પરેશાન છે. 2017માં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી ખેડૂતો, માલધારીઓ, મકાન માલિકોને રૂ.2094 કરોડની માંગણી કરી હતી મોદીએ આપી ન હતી. 2020ના બજેટમાં પણ આપી નથી.
ગુજરાતમાં ભારે પૂર આવ્યા હતા ત્યારે સરકારે રૂ.4473.47 કરોડના નુકશાનીનો અંદાજ 2016-17માં મૂક્યો હતો. જેમાં કેન્દ્ર સરકારે અંગુઠો બતાવીને માત્ર રૂ.871 કરોડ આપ્યા હતા. જે ગુજરાતના દુઃખી લોકોને રૂ.3602.47 કરોડની થપ્પડ પડી હતી જેની ગુંજ ગુજરાતના ખેડૂતોને આજ સુધી સંભળાઈ રહી છે.
વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકારે રૂ.25,000 કરોડની રકમ ખાનગી કંપનીને ચુકવી પણ ગુજરાતના ખેડૂતોને કોઈ રકમ આપી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. 2016માં ખેડુતોના હિત માટે વડાપ્રધાન પાક વિમા યોજના શરૂ કરી હતી. જો કે અઢી વર્ષના ટુંકા ગાળામાં જ આ યોજનામાં 17 ટકા સુધી ખેડૂતોનો ઘટાડો થયો છે. રાજ્ય ખરીફ 2016માં 18.42 લાખ ખેડૂતોએ વીમા સરકારે આપ્યા હતા. 2018માં તે ઘટીને 12 લાખ કરી દેવાયા હતા. ત્યાર પછી 2019માં ઘટાડો થયો છે. ખેડૂતોને વીમો ન આપીને એક લપડાક મારી હતી. જેનો અવાજ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં વિજય રૂપાણીની ભાજપ સરકારને પડી હતી.
હજીરા કોસ્ટ ગાર્ડ
હજીરા કોસ્ટ ગાર્ડ સ્ટેશન સ્થાપવા માટે મનમોહન સીંગની કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. પણ તેઓ વડાપ્રધાન બનતા જ તે ભૂલાઈ ગયું. ગુજરાત સરકારે પણ બે વર્ષમાં કોઈ ઉઘરાણી કરી નથી. લોકો માંગી રહ્યાં છે.
ટાટા નેનો
ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 1 જાન્યુઆરી 2009માં આજથી 10 વર્ષ પહેલાં અમદાવાદના સાણાંદ નજીક ટાટા મોટર્સને દર વર્ષે 2,50,000 કારનું ઉત્પાદન કરવાનું હતું. પણ 2016માં 11,323, 2017માં 3,120 અને 2018માં માત્ર 512 નેનો કારનું ઉત્પાદન થયું હતું. 2019માં એક કારનું ઉત્પાદન કરીને ટાટા કંપની બંધ કરી દીધી તેનું વળતર કેન્દ્ર સરકાર આપવા તૈયાર નથી. મોદીની ગુજરાતનાં આ સૌથી ટાટાની મોટી નિષ્ફળતા છે.
બંદર સહાય
ગુજરાતના 11 મધ્યમ કક્ષાના અને 20 નાના બંદરો પર સુરક્ષા અપૂરતી છે. જ્યાં સુરક્ષા મળે એવી અપેક્ષા હતી પણ મળી નથી. રૂપાણી સરકાર પણ નીંભર બનીને મોદી પાસે માંગણી કરતી નથી. છેલ્લાં 2 વર્ષમાં એક પણ નવા બંદર બનાવવાની જાહેરાત કરી નથી. દરિયાઈ સરહદી સુરક્ષા અંગેની સમીક્ષા માટે રચેયેલા રાજ્ય કક્ષાની સમિતિની બેઠક વર્ષમાં 2 વખત મળવી જોઈએ પણ 2 વર્ષમાં એક જ બેઠક મળી છે.
પોલીસને સહાય નહીં
પોલીસનું આધુનિકીકરણ કરવા માટે રાષ્ટ્રીય કક્ષાએ મનોમોહન સીંહની સરકારે રૂ.78.43 કરોડ 2013-14માં ગુજરાતને આપ્યા હતા. પણ મોદી સરકાર આવ્યા પછી 2017-18માં રૂ.33 કરોડ, 2018-19માં રૂ.27 કરોડ આપ્યા હતા. 2029-20માં પણ કંઈ ઉકાળ્યું નથી. ગુજરાતને કેન્દ્ર સરકારે અન્યાય કર્યો છે. ક્રાઈમ એન્ડ ક્રીમીનલ સીસ્ટમ માટે કેન્દ્ર સરકારે 2016માં રૂ.16.75 કરોડ, 2017માં રૂ.2.39 કરોડ અને 2018માં રૂ.2.72 કરોડ જ ફાળવ્યા છે 2019-20માં બહુ ઓછી અને 2020-21માં તો કંઈ જ ખાસ આપ્યું નથી.
શહેરી વિકાસ સંસ્થાન
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટ માટેનું અનુદાન આપવા 17 મે 2016માં માંગણી ગુજરાત સરકારે કરી હતી પણ કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે આવી કોઈ રકમ 2016માં ફાળવી શકાય તેમ નથી. 2013માં પણ આવો જ જવાબ કેન્દ્ર સરકારે આપી દીધો હતો. 2020ના અંદાજપત્રમાં પણ એવી જ હાલત છે.
જેલ સુધારણા
જેલની સુધારણા માટે અગાઉની સરકારોએ કરોડો રૂપિયા આપ્યા હતા પણ છેલ્લા 3 વર્ષથી ભાજપની મોદી સરકારે એક રૂપિયો પણ આપ્યો નથી. આ મોટો અન્યાય છે.
વિદ્યાર્થીઓ
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી 2018-19-20માં વર્ષથી કોઈ રકમ આપી નથી.
લઘુમતીમાં અન્યાય
લઘુમતીઓના વિકાસ માટે છેલ્લાં ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકારે કોઈ રકમ આપી નથી. અહીં સૌનો વિકાસ જોવા મળતો નથી.
જેએનયુઆર
જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રીન્યુઅલ મિશન હેઠળ મોનમોહન સિંહની કેન્દ્ર સરકારે 2013-14માં રૂ.185.81 કરોડ આપ્યા હતા. ભાજપની મોદી સરકારે 2017-18માં રૂ.73.84 કરોડ, 2018-19માં રૂ.17.41 કરોડ જ આપ્યા છે. 2019-20માં તે આપ્યા નથી. 2020-21ના બજેટમાં મળવાની અપેક્ષા હતી તે મળી શક્યા નથી. 2017-18-19-20ના નાણાકીય વર્ષમાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે કોઈ નાણાં ગુજરાતને આપ્યા નથી.
2014માં લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતને અન્યાય એવી કરોડો રૂપિયાની જાહેરાત ભાજપ દ્વારા ટીવીમાં આપવામાં આવતી હતી અને ગુજરાતને અન્યાયની થપ્પડ બતાવવામાં આવતી હતી. હવે કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારે ગુજરાતને અન્યાય નહીં કરે એવું માનવામાં આવતું હતું. પણ ભાજપે ગુજરાતને અન્યાયની થપ્પડ મારી છે. તેના પડઘા લોકસભામાં પડે એવી શક્યતા છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલાં પ્રશ્નોના ઉત્તરોમાં આ વિગતો બહાર આવી છે. ઓગસ્ટ-2018ની લોકસભાની સત્તાવાર માહિતી પુસ્તીકામાં આ બાબતો સામે આવતાં
રોજગારી
ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તાલીમ માટે કેન્દ્ર સરકારે 2017 અને 2018 અને 2019માં એક પણ રૂપિયાની ગ્રાંટ આપી નથી. કૌશલ્ય વર્ધન કેન્દ્રોને ઔદ્યોગિક તાલીમ કેન્દ્રોની સ્થાપના, અપગ્રેડેશન, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને સોફ્ટ સ્કીલ તાલીમ માટે 2017 અને 2018 અને 2019માં એકપણ રૂપિયાની રકમ આપી નથી કે મદદ કરી નથી. કડી પાસે કેન્દ્રની એક સંસ્થા સ્થાપી છે. 2017માં વાયબ્રંટ સિમિટમાં 42.98 લાખ રોજગારી મળવાની હતી. પણ તેની સામે 2.95 લાખ લોકોને નોકરી મળી હતી. જે માત્ર 7 ટકા થાય છે. એટલી રોજગારી તો સામાન્ય સંજોગોમાં મળતી રહે છે. 2019માં ગુજરાતમાં રોજગારીની સ્થિતી ખરાબ છે.
જમીન માપણી
રાષ્ટ્રીય જમીન દફતર સંચાલન કાર્યક્રમ હેઠળ સરકાર તરફથી રૂ.2017-18માં રૂ.10 કરોડ અને 2018-19માં કોઈ રકમ આપી નથી. 2019-20માં હાલત સુધરી નહીં અને 2020-21ના બજેટમાં ખાસ ફળવણી કરી આપી નહીં. ગુજરાતનાં 90 ટકા ખેડૂતોની જમીનની માપણી ખોટી થઈ છે. છતાં ફેર માપણી માટે મોદીએ કોઈ પહેલ કરી નથી.
આંકડા તંત્ર
રાજ્ય કક્ષાએ આંકડા તંત્રને વ્યૂહાત્મક રીતે સંગીન બનાવવા માટે 2017-18માં રૂ.6.12 કરોડ અને વર્ષ 2018માં કોઈ રકમ આપી નથી.
પૈકી આઈ. વી. લીમીટ નક્કી કર
2013ના કેન્દ્ર સરકાર સમક્ષ પડતર પ્રશ્નો પૈકી આઈ. વી. લીમીટ નક્કી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને છેલ્લાં બે વર્ષથી એક પણ રજૂઆત કે દરખાસ્ત પણ કરી નથી. જે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે માંગણી કરી હતી. પણ તેઓ વડા પ્રધાન બનતા ગુજરાતની આ માંગણી સંતોષી નથી
નાણાં આપવામાં અન્યાય
11થી 14માં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સીંઘે ગુજરાતને વધુ નાણા ફાળવણી કરી હતી. જયારે ગુજરાતના નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્ય ગુજરાતને 10 ટકા ઓછા નાણાં આપ્યા છે. ગુજરાતને કેન્દ્ર સરકારના અન્યાયની બુમો પાડીને સત્તા મેળવનાર મોદી સરકારે ગુજરાતને કરેલા હળહળતા અન્યાય કર્યો છે. ડો. મનમોહન સિંઘના વડાપ્રધાન સમયના 12મા નાણા પંચના વર્ષ 2005-06 થી 2009-10ના પાંચ વર્ષ અને 13માં નાણા પંચના 2010-11થી 2014-15 સુધીના વર્ષ માટે 12 ટકા વધારે નાણાં ગુજરાતને આપ્યા હતા. મોદી પાસે ગુજરાતના નાગિરકોની અપેક્ષા હતી તે સંતોષાઈ નથી. 13માં નાણા પંચના 1010-11 માં 7.72 ટકા વર્ષ 2011-12માં 6.69 ટકા અને વર્ષ 2012-13માં 3.51 ટકા વધારે નાણાં ગુજરાતને મનોમોહન સીંઘ સરકારે આપ્યા હતા.
ભાજપ સરકારે 14માં નાણાં પંચ દ્વારા અપેક્ષિત 2015-16થી 2018-19-20ના વર્ષ માંટે 11.61 ટકાનો ઘટાડો કર્યો છે. રૂ. 3,38,150 કરતાં ઓછો છે. તેની સામે જે 6 ટકા વધારો મળવો જોઈતો હતો તે ગણવામાં આવે તો ગુજરાતને રૂ.70,000થી 90,000 કરોડ ઓછો મળ્યા છે. ત્રણ વર્ષમાં આવી રકમ ગુજરાતને ગુમાવી છે જે ગુજરાત વિરોધ છે. ગુજરાતને નુકશાન કરતાં અને ગુજરાતને અન્યાય થયો છે. જો પાંચ વર્ષ ગણવામાં આવે તો રૂ.1.10 લાખ કરોડ ઓછા નાણાં આપ્યા છે. રૂ.90 હજાર કરોડ નાણાં મળ્યા હોય તો ગુજરાતના તમામ ગરીબ લોકોને મફતમાં ઘર બાંધીને સરકાર આપી શકાત. નર્મદા બંધની બાકી નહેરોનું તમામ કામ પૂરું થઈ ગયું હોત. ગુજરાતનું જે દેવું છે તે આ રકમથી ભરી આપી શકાય હોત.
વેરાની માંગણી ન સંતોષાઈ
યુપીએ સરકાર દ્વારા ગ્રોસ ટેકસ રેવન્યુ વસુલ કરવાની ચુસ્તતા સામે એનડીએની બંને સરકારોની ગ્રોસ ટેકસ રેવન્યુ વસુલાતની શિથિલતા-નિષ્ફળતા સ્પષ્ટ થાય છે. હાલની એનડીએની 14મા નાણા પંચના બજેટ એસ્ટીમેટના પાંચ વર્ષોની ગ્રોસ ટેકસ વસુલાત સરેરાશ દર વર્ષે રાજયોને 10 ટકા ઓછી ફાળવણી કરનાર મોદી સરકાર આર્થિક મોરચે સદ્દંતર નિષ્ફળ ગયાનું અને સાથોસાથ ગુજરાતને ઓછી નાણા ફાળવણી કરીને મોટો અન્યાય કર્યાનો ઘટસ્ફોટ લોકસભાના ઓગસ્ટ-2018ના બુલેટીનમાં થયો છે.
ગરીબોને અન્યાય
ગુજરાતના ગ્રામીણ ગરીબોને મનરેગામાં રોજગારી આપવા ગુજરાત સરકારે, 2016 અને 2017માં કુલ રૂ.1949.92 કરોડની સહાય માંગી હતી. પણ કેન્દ્રની ભાજપ સરકારે રૂ.481.21 કરોડની ઓછી ફાળવણી કરી હતી. આમ બે વર્ષમાં જ આ એક જ યોજનામાં રૂ.500 કરોડ ઓછા આપીને ભાજપની રૂપાણી સરકારને થપ્પડ મારી હતી. 2019માં કોઈ સ્થિતી સારી નથી.
નર્મદા બંધ
35 – સરદાર સરોવર માટે રૂ.2076 કરોડ ઓછા ફાળવ્યા છે. સરદાર સરોવર યોજનાનો રાજકીય લાભ લેવામાં ભાજપ સરકારે કસર છોડી નથી. ભાજપની સરકારે હોમસ્ટેટ ગુજરાતને નર્મદા યોજના પાછળ રૂ. 2076.86 કરોડ ઓછા ફાળવ્યા હતાં. જો તે પૂરા ફાળવ્યા હોય તો તેમાંથી 7 જિલ્લાની નર્મદા નહેરો બાકી રાખી છે તે પૂરી થઈ ગઈ હોત. લોકસભાની ચૂંટણી વખતે મનમોહન સિંહ સરકારે ગુજરાતને ઘોર અન્યાય કર્યો હોવાની જાહેરાતો ટેલિવિઝનમાં ભાજપ બતાવીને અન્યાયની થપ્પડ પડતી હોય એવું લોકોને લોકસભાની ચૂંટણી વખતે કહેતો હતો. મતદારોને ભરમાવ્યા હતા હવે ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓ ગુજરાતને અન્યાય કરી રહી છે. 2016-17માં સરદાર સરોવર નર્મદા બંધ માટે રૂ.2368.14 કરોડ માંગ્યા હતા, જેની સામે માત્ર રૂ.1643.52 કરોડ જ કેન્દ્રની ભાજપ સરકારે આપ્યા હતા. 2017-18માં રૂ.2322.39 કરોડની ગ્રાન્ટની દરખાસ્ત સામે રૂ.970.16 કરોડ ગ્રાન્ટ આપી હતી. આમ જો પાંચ વર્ષનો હિસાબ નર્મદા યોજના માટે ગણવામાં આવે તો રૂ.5000 કરોડ ઓછા મળ્યા હતા. 2020માં નર્મદાની નહેર બનાવવા માટે સહાયની જે અપેક્ષા હતી તેમાં કોઈ ફાયદો થયો નથી.
કેરોસીન
ગરીબો માટે અનાજ પકવવા કેન્દ્ર સરકાર દ્વાર ઓછા દરનું કેરોસીન ગુજરાત સરકારને આપે છે. 2015 અને 2016માં બે વર્ષમાં 1.16 લાખ કિલો લિટર કેરોસીન ગુજરાતને ઓછું આપવામાં આવ્યું છે. તેથી લાખો ગરીબો પોતાનું રસોડું ચાલુ રાખી શક્યા ન હતા. ગુજરાતને વર્ષ 2016ની સરખામણીમાં વર્ષ 2017માં 21,16,08,000 લીટર કરોસીનના જથ્થો પર કાપ મૂક્યો હતો. 2016માં 56,30,16,000 લીટર કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. વર્ષ 2017માં 35,28,48,000 લીટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે. આમ કેન્દ્રમાં બેઠેલા ગુજરાતના નેતાઓ પોતે જ અન્યાય કરી રહ્યા છે. 2018, 2019માં હાલત સુધરશે એવી અપેક્ષા હતી.
શિક્ષણ
2018માં ગુજરાતને શિક્ષણ માટે કેન્દ્ર સરકારે રૂ.320.45 કરોડ ઓછું ફંડ આપ્યું હતું.
એઈમ્સમાં અન્યાય
એઈમ્સનો રૂ.1200 કરોડનો અન્યાય. કેન્દ્રમાં ભાજપની સરકારને પૂરા થવાને હવે માત્ર 100 દિવસ રહ્યાં છે ત્યારે રહીરહીને ગુજરાતને રૂ.1200 કરોડની એઈમ્સ આપી છે. જો તે આજથી 4 વર્ષ પહેલાં આપી હોત તો તે બની પણ ગઈ હોત. પણ ગુજરાતને આ હોસ્પિટલ આપવામાં અન્યાય કરાયો છે. ભારત સરકારે 2014-15માં અંદાજપત્રથી જ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળમાં એઈમ્સની સ્થાપના માટે કામગીરી શરૂ કરી દીધી હતી. ગુજરાતમાં તેમ થઈ શક્યું ન હતું. આમ ગાલ પર પડેલી થપ્પડનો ઈલાજ આ હોલ્પિટલમાં ભાજપના નેતાઓને ક્યારે મળશે તે નક્કી નથી.
ટીવી બંધ
ગુજરાતને અન્યાય, ટીવી રીલે કેન્દ્ર બંધ ખંભાતનું ટીવી રીલે કેન્દ્ર બંધ કરી દેવાયા બા ઈડર અને શામળાજી દૂરદર્શન કેન્દ્રો પણ બંધ કરી દેવાયા છે. આમ કેન્દ્ર સરકાર દૂરદર્શનને હવે તાળા મારવા માટે તૈયાર થતી હોય તેમ કોસ્ટ કટીંગ માટે આવા લોક ઉપયોગી રીલે કેન્દ્રો બંધ કરી રહી છે. જેના કારણે લોકોને દૂરદર્શન કે ડીડી ગીરનાર જેવી ટીવી ચેનલો જોવા નહીં મળે. લોકો આ ચેનલો કોઈ ચાર્જ આપ્યા વગર જોતા હતાં. હવે તે બંધ કરી દેવાનું નક્કી કરાતાં રૂ.200 થી 250 ચેનલોને ખર્ચ પેટે આપવા પડશે. પ્રસાર ભારતીને આવો નિર્ણય લેવી ફરજ કોણે પાડી છે તે એક સવાલ છે. કરોડો રુપિયાનું રોકાણ કરનાર પ્રસાર ભારતી હવે તે રોકાણનો કોઈ ફાયદો પણ નહીં મેળવી શકે. ગુજરાતમાં આવા તમામ રીલે કેન્દ્રો બંધ કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. તેમ થતાં ગ્રામ્ય વિસ્તારોની પ્રજા પર કરોડો રૂપિયાનો આર્થિક બોજ પડશે. આમ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને આવી રીતે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું ગ્રામ લોકો જણાવી રહ્યા છે.
હીરા ઉદ્યોગ માટે નિરાશા
હીરા ઉદ્યોગમાં 4 વર્ષથી મંદી પણ 40 લાખ હીરાઘસુઓને કોઈ મદદ નહીં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગને અન્યાય. દક્ષિણ ગુજરાતમાં ડાયમંડ, ટેક્સટાઇલ, સુગર, કેમિકલ, એગ્રિકલ્ચર, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કરોડો રૂપિયાની રેવન્યુ રળી આપે છે, છતાં આ ઉદ્યોગો પાસે નિકાસ માટે કોઈ સારી સગવડ અથવા સુવિધા કેન્દ્ર સરકારે આપી નથી, ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ નથી. સીધા અને આડકતરા વેરામાં બીજા રાજયોની સરખામણીએ ભારે અસમાનતા છે. આ તમામ સમસ્યાના નિરાકરણની આશા હતી જે ઠગારી નિવડી છે.
ગેસમાં અન્યાય
દિલ્હી મુંબઇ કરતાં વધુ મોંધા ભાવે ગુજરાતને ગેસ આપી કેન્દ્રની સરકાર ગુજરાતને અન્યાય કરી રહી હોવાનું અરુણ જેટલીએ 20 ઓગસ્ટ 2012માં જાહેર કરીને ગુજરાતની ચૂંટણી જીતવામાં જુઠાણા ફેલાવ્યા હતા. તુરંત પૂર્વ નાણા પ્રધાન સૌરભ દલાલે જાહેર કર્યું હતું કે, દિલ્હી-મુંબઇને જે ભાવે ગેસ અપાય છે તે ભાવે ગુજરાતને મળે તો ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી 30 ટકા ઓછા ભાવે ગેસ આપવા તૈયાર છે. કેન્દ્રી કોંગ્રેસ સરકાર છેલ્લા વર્ષોથી ગુજરાતની પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા ધસડી ગઇ છે. છતાં કોંગ્રેસ પ્રજાના હામી હોવાના ખોટા દેખાડા કરી જુઠ્ઠા નિવેદનો દ્વારા ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે પણ ગુજરાતની પ્રજા આવા તત્વોને બરાબર ઓળખી ગઇ છે એમ તેમણે જણાવ્યું હતું. પણ ગુજરાતની પ્રજાના ગાલ પર થપ્પડ મારતાં હોય તેમ આજ સુધી ગેસના ભાવ નીચા તો લઈ નથી ગયા પણ ગેસ વાપરતા ઉદ્યોગો બંધ થવા લાગ્યા છે અને ઘર વપરાશનો ગેર બે ગણા ભાવે વેચાય છે.
વર્ષોથી રેલવેનું મથક નહીં
અમદાવાદને પશ્ચિમ રેલવેનું વડું મથક આપવાની માગણી ફરી એક વખત 2020માં મોદીએ અભરાઇએ ચઢાવી દીધી છે.
ખેડૂત
કેન્દ્ર સરકારે નવી કોઈ મોટી સિંચાઈ યોજના ગુજરાતને આપી નહીં.
બંધ મિલ
બંધ મિલ ચાલું કરવા માટે કોઈ સહાય આપી નહીં. જામનગરની હમણાં બંધ પડેલી મિલ શરૂ કરી નથી.
કલ્પસર સરોવર બંધ
પાણીના અભાવે સૌરાષ્ટ્ર કચ્છનો વિકાસ શક્યો નથી એટલે સૌરાષ્ટ્ર માટે ખંભાતના અખાતમાં કલ્પસર વગર ક્યારેય બેઠું થઈ શકે એમ નથી. મોટો ફાયદો થઈ શકે તેમ છે છતાં મોદીએ ગુજરાત માટે કલ્પસર યોજના જાહેર ન કરાવી. જે રીતે કેન્દ્રમાં કોંગ્રેસના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નર્મદા બંધની યોજના જાહેર કરી હતી તેમ કલ્પસરની યોજના જાહેર 2020ના બજેટમાં મોદી કરશે એવી ગુજરાતના લોકોને અપેક્ષા હતી. પણ ગુજરાતમાં નર્મદા યોજના કરતાં પણ મોટો ફાયદો આ યોજનાથી થઈ શકે અને ગુજરાતમાં ક્રાંતિ લાવી શકે તેમ છે. ગુજરાતના સપના રૂપી કલ્પસર પુરી કરવાની પણ તાકાત નથી રહી.
દારુ બંધીના રૂ.17 હજાર કરોડ
કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં યોજાયેલી દરેક રાજ્યોના નાણાંમંત્રીની પ્રિ-બજેટની બેઠક મળી હતી. આ બેઠકમાં દરેક રાજ્યના નાણાં મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નીતિન પટેલે કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી હતી કે, ગુજરાત દારૂબંધીને કારણે થતી રૂ.7 હજાર કરોડ આર્થિક ખોટની ભરપાઈ કરવાની માંગણી કરી હતી. જોકે ખરેખર તો રૂ.17 હજાર કરોડ છે. જો આ નાણાં મળે તો ગુજરાતની મધ્યાહન્ના ભોજન યોજના જે કોંગ્રેસ દ્વારા શરુ કરાઈ હતી તેનું ખર્ચ નિકળી જાય તેમ છે.
બુલેટ ટ્રેન
બુલેટ ટ્રેન માટે ખેડૂતોની 158 ગામોની જમીન સંપાદીત કરવામાં અંગે માગણી હતી કે, વળતરની રકમ 2011 નક્કી કરેલા જંત્રી મુજબ નહીં પણ હાલ માર્કેટમાં ચાલી રહેલા જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ. તેમજ વળતરની ગુજરાત રાજ્ય સરકારનાં જમીન સંપાદન કાયદા પ્રમાણે નહીં પરંતુ વળતરની રકમ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ ચૂકવવામાં આવે. તે નાણાં ચૂકવવા માટે 2020ના અંદાજપત્રમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
કોલસાની ખાણ
ગુજરાતના વીજ મથકોને જરૂરી કોલસો મળી રહે તે માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે 6 કોલસાની માઇનની માંગણી કરી હતી. જેમાંથી ૪ કોલ માઇન્સ તો નજીકની એટલે કે છત્તીસગઢની જ છે. કેન્દ્ર સરકારગુજરાતની માંગણી મુજબ આ કોલસાની માઇન ફાળવવાની હતી. પણ 2020માં તેની ફાળવણી કરવામાં આવી નથી.
ગુજરાતના પ્રથમ વડાપ્રધાન
પ્રથમ ગુજરાતી વડા પ્રધાન સ્વર્ગસ્થ મોરારજી દેસાઈના સમાધિસ્થળ અભયઘાટના વિકાસ માટે કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર કંઈ કરવા તૈયાર નથી. ગુજરાતના લોકો ઈચ્છે છે કે મોરારજી દેસાઈના સ્મારક માટે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે એક કન્સેપ્ટ સમિતિની રચના કરી હતી. જમીન સંપાદન કરીને એક ગુજરાતી વડાપ્રધાન બીજા પૂર્વ વડાપ્રધાનને અન્યાય કરે છે.
– આદિવાસી યુનિવર્સિટીમાં ભારત સરકારનો હિસ્સો આપવાની માંગણી હતી.
– 13મા નાણા પંચની 100 ટકા લોકફાળાનો હિસ્સો ગણવાની માંગણી મોદીએ કરી હતી. કંઈ ન થયું.
– ગીરનાં જંગલ ફરતે રિંગ રોડ, ફેંસીંગ અને પર્યાવરણની મંજૂરી માટે રાજ્ય પર્યાવરણ અસર મૂલ્યાંકન સત્તામંડળ બન્યું નથી.
– સમુદ્રતટીય નિયમન ઝોન વિસ્તારમાં ખાણ પ્રવૃત્તિના નિયંત્રણમાં છૂટછાટ આપી નથી.
– ઓછા અને મધ્યમ ધોરણવાળા વિસ્તાર માટે CRZની મંજૂરી આપવામાં આવી નથી.
– હજીરામાં કોસ્ટગાર્ડનું સ્ટેશન સ્થાપવું, કોસ્ટલ પોલિસીંગ ઈન્સ્ટિટયૂટની સ્થાપના અંગે કંઈ થયું નથી.
– GMDCને કચ્છમાં 10 વિસ્તારોમાં બોકસાઈટ માઈનનિંગ લીઝ આપવાની વાત હતી.
– સરદાર પટેલના જન્મ સ્થળ કરમસદનો JNURMમાં સમાવેશ કરવાની માંગણી હતી.
– મનરેગાની જેમ શહેરી રોજગાર બાંહેધરી યોજના અમલી બનાવવાની માંગણી હતી.
– સ્વસહાય જૂથોનાં મહિલા સભ્યો માટે સુચિત ધિરાણમાં 50 હજાર સુધી કેશ ક્રેડીટ આપવી..
– નેશનલ અર્બન હેલ્થ મિશનમાં શહેરી વિસ્તારમાં આરોગ્ય માળખું સુવ્યવસ્થિત કરવા ગુજરાતને નેશનલ અર્બન હેલ્થ મીશન આપવાની માંગણી હવામાં છે.
નવા અન્યાય
રાષ્ટ્રીય શહેરી આજીવિકા અભિયાનમાં સરકારે વર્ષ 2017-18માં નાણાં આપ્યા નહીં
દુષ્કાળની પરિસ્થિતીમાં રૂા.1725 કરોડ માંગ્યા પણ કેન્દ્ર આપ્યા નહીં
2017માં ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિમાં પારાવાર નુકશાન થયુ સરકારે રૂા.2094 કરોડની માંગ કરી પણ કશું મળ્યુ નહીં
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયુટને અનુદાન આપવા કેન્દ્રએ ના પાડી દીધી
અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓની છાત્રાલય માટે કેન્દ્રએ નાણાં જ આપ્યા નહીં
લઘુમતીઓના વિકાસ માટે કેન્દ્રએ છેલ્લા બે વર્ષમાં કોઇ રકમ આપી નહી
જેલસુધારણા માટે છેલ્લા બે વર્ષમાં કોઇ સહાય આપવામાં આવી નહી
ઔદ્યોગિક તાલીમ સંસ્થા માટે એકેય રુપિયાની કેન્દ્રએ ગ્રાન્ટ ફાળવી નહી
રાષ્ટ્રીય જમીનદફતર સંચાલન કાર્યક્રમ માટે વર્ષ 2018-19માં કોઇ ગ્રાન્ટ આપી નહી
બે વર્ષમાં એકેય નવા બંદર બનાવવાની જાહેરાત થઇ નથી.
-કૃષિ અને સહકાર વિભાગમાં બી. ટી. કપાસ બિયારણના ભાવોના નિયંત્રણ માટે.
– ધાસચારા અને ખાણ વિકાસ માટે નાણાકીય સહાય ન મળી.
– ગુજરાત ખેત ઉઘોગ નિગમ દ્વારા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા પાસેથી અમદાવાદ એરપોર્ટ ખાતે પેરિશેબલ કાર્ગો બાબતેના વાંધા પ્રમાણપત્ર નથી મળતા.
– મધ્યાહન ભોજન યોજનામાં રાંધણ ખર્ચ, એલપીજી જોડાણ વારંવાર રજૂઆત છતાં નથી મળતી. –
– ધી ગુજરાત એજયુકેશન ઈન્સ્ટિટયુશનલ ટ્રીબ્યુનલ બિલ-2006નું શું થયું.
– સુપ્રીમ કોર્ટે આપેલ ચુકાદા મુજબ માર્ચ-2013 સુધીમાં પ્રાથમિક શાળાના બાળકોને સુવિધા માટે ગુજરાતે રૂા.3255 કરોડની કેન્દ્રને મોકલેલ દરખાસ્ત મંજૂર કરવામાં આવતી નથી. રેશીયો ધટાડવાના કારણે ગુજરાતને રૂા.934 કરોડનું નુકશાન થાય છે.
-રાજયની સીઝનલ હોસ્ટેલની રૂા.30 કરોડની દરખાસ્ત ઘટાડીને 50 ટકા કરી દેવાઈ.
– સાબરમતી ગાંધીઆશ્રમ અને આસપાસના વિસ્તારના વિકાસની યોજના અભેરાઈ પર ચઢાવી છે.
આ પણ વાંચો
https://allgujaratnews.in/gj/why-amit-shah-and-modi-together-with-gujarat-made-another-slap/
ગુજરાતને વધુ એક થપ્પડ – એક સિંહ પાછળ વર્ષ રૂ.2 લાખ અને વાઘ પાછળ 11 લાખ ખર્ચ
મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા, પણ રેલવે લાઈન વધારવાના બદલે ઘટાડી, વધું એક થપ્પડ
ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને 60 અન્યાય કર્યા, થપ્પડ
કચ્છમાં સિંધુનું પાણી પાકિસ્તાનથી લાવવા મોદી કેમ મૌન બની ગયા, ગુજરાતને એક થપ્પડ
પુરતા નાણાં આપવામાં કેન્દ્રની ભાજપ સરકારની ગુજરાતને વધુ એક થપ્પડ