2 લાખ કરોડના  ગેરકાયદે બાંધકામોનો દંડ રૂ.20 હજાર કરોડ

અમદાવાદ, 28 ઓક્ટોબર 2022

હેન્ડઝઅપ કહીને જેટલા લોકોને લુંટવામાં આવ્યાં છે, તેના કરતા વધારે લુંટ ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવીને ભાજપ સરકાર જનતાને લુંટી રહી છે. ભાજપ સરકાર પહેલા રોશની છીનવી લે છે અને પછી ચશ્માનું દાન કરે છે. સરકારની નીતિ ‘ટકે શેર ભાજી ટકે શેર ખાજા અંધેરી નગરી અને ગંડુ રાજા’ જેવી છે. એવા આરોગ મૂકીને કોંગ્રેસ પણ ગેરકાયદે કામને કાયદેસર કરી આપશે એવી કાયદા વિરોદ્ધનું વચન આપ્યું છે. રૂ.20 હજાર કરોડનો દંડ લેવાશે. ગેરકાયદે બાંધકામો રૂ.2 લાખ કરોડના હોઈ શકે છે.

કોંગ્રેસ 2022માં સત્તામાં આવતા ઈમ્પેક્ટ ફીનો અવિચારી કાયદો દુર કરમાં આવશે. પોતાની જગ્યામાં કરેલા અનઅધિકૃત બાંધકામોને એકપણ રૂપિયો લીધા સિવાય નિયમીત કરાશે. એવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં સરકારે જે ઈમ્પેક્ટ ફીનો અવિચારી વટહુકમ લાદેલો છે, તેના કારણે ગુજરાતની મહાનગરો – શહેરી સત્તામંડળો – નગરપાલિકા વિસ્તારોની જનતા ઉપર 20 હજાર કરોડથી વધારે દંડ વસુલવામાં આવે તેવી વકી છે.

પ્રજાએ તો સરકારને ટેક્ષ આપેલ જ છે અને આ વખતના વટહુકમમાં ઘણી બાબતો હજી સ્પષ્ટ નથી.  શું 2011 પહેલા બી.યુ. પરમીશન ન હતી ત્યારે જે રજા ચિઠ્ઠીએ પરમીશન મળતી હતી તે રજા ચિઠ્ઠીને અધિકૃત ગણવામાં આવશે કે નહીં ? હાઉસીંગ બોર્ડના મકાનોમાં 2006માં ગુજરાત સરકારે દંડ વસુલ્યો હતો તે શા માટે ઈમ્પેક્ટ ફીના નામે ફરીથી વસુલવામાં આવી રહેલ છે ?

ગુજરાતમાં 40 લાખ બેરોજગારો છે. તેઓ વારંવાર પેપરફુટવાની ઘટનાથી હતાશામાં ઘેરાઈ ગયા છે. કરાર આધારીત તથા ફિક્સ પગારના 15 લાખ કર્મચારીઓનું પણ શોષણ થઈ રહ્યું છે. કર્મચારીઓને કાયમી કરશે. તાજેતરમાં રાજસ્થાન સરકારે એક લાખ દસ હજાર કરારી કામદારોને નિયમીત કરીને સ્પેશ્યલ પે પ્રોટેક્શનની જોગવાઈ કરવામાં આવેલ છે. જુની પેન્શન યોજનાનો પણ લાભ આપવામાં આવશે. જૂની પેન્શન યોજનાનો લાભ પણ આપશે.