આનંદીબેન પટેલના જમાઈએ પચાવેલા ગાંધીજીના 21 મકાનો આખરે ખાલી કરવા પડ્યા

आनंदीबेन पटेल के दामाद ने गांधीजी के जो 21 घर कबजा किया था, वे आखिरकार खाली हो गए 21 houses of Gandhiji, Anandiben Patel’s son-in-law have finally been vacated

અનેક મકાનો તોડી પડાયા છે

મોદી અને ભૂપેન્દ્ર પટેલની સરકારે આનંદીબેનના જમાઈની સામે તપાસ કરવા સીટ રચ્યા બાદ શરણે આવ્યા

દિલીપ પટેલ
અમદાવાદ, 24 જુન 2024
આનંદીબેન પટેલના જમાઈ અને દિકરી સામે પ્રકરણો ખુલી રહ્યાં છે. ગાંધી આશ્રમની અંદર અને આસપાસ 21 ઈમારતો એવી છે જેના પર સીધો અથવા પરોક્ષ કબજો જયેશ પટેલ પાસે હતો. તે તમામ મકાનો મોટાભાગે ખાલી કરવાની ફરજ સરકારે પાડી છે. કારણ કે અહીં 1200 કરોડનો સાબરમતી આશ્રમનું સમારકામ શરૂ થયું છે.

આનંદીબેન પટેલના જમાઇ જયેશ પટેલના ગેરકાયદે કબજા વાળા 21 મકાનો ખાલી કરાવાયા છે. તેમાં ગાંધીજી પછી જે બન્યા હતા તે તમામ તોડી પડાયા છે. આ 21 મકાનો જયેશ પટેલ છેલ્લા 30 વર્ષથી દબાણ કરીને બેસી ગયા હતા. સરકારે તેમની પાસે સીટની રચના કરીને તેનું નાક દબાવીને ગાંધીજીના મકાનો ખાલી કરી તોડવામાં આવી રહ્યા છે.

જેમાં રિટાયર્ડ સરકારી વિનય વ્યાસા અન ચેરિટી કમિશનર વાય એસ શુક્લને તપાસ સોંપાઈ હતી. જેમાં સાબરમતી સત્યાગ્રહ આશ્રમના તાબા હેઠળની હરિજન આશ્રમ ટ્રસ્ટની જમીનોને બારોબાર વેચી દેવાનું કૌભાંડ પકડાયુ તેની તપાસ ચાલી રહી છે. જેમાં એક પોલીસ અધિકારીએ મદદ કરી હતી.

આશ્રમનું આ સૌથી મોટું ઓપરેશન માનવામાં આવે છે. કારણ કે જયેશ પટેલ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલના પતિ છે.

રાણીપની જમીન
લાલ દરવાજા ખાતે આવેલી નશાબંધી મંડળ નામની સંસ્થાએ રાણીપની એક જમીન રૂ. 12 કરોડ 88 લાખમાં કૈલા કરોલી ડેવેલોપર્સના ભાગીદાર પ્રકાશ અગ્રવાલ પાસેથી ખરીદી હતી.

ખરેખર તો આ જમીન સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટની હતી. જે બારોબાર વેચી મારવામાં આવી હતી.

જમીનમાં છેતરપીંડી થઈ હોવાનું બહાર આવતાં નશાબંધી મંડળે પ્રકાશ અગ્રવાલ પાસેથી નાણાં પરત માંગ્યા હતા.

નાણાં નહીં આપતા નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈએ પ્રકાશ અગ્રવાલ સામે ફરિયાદ નોંધાવી હતી.

જે પોલીસ વિભાગે ગુના શોધક શાખાને તપાસ કરવા કહ્યું હતું. જ્યાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

નશાબંધી મંડળમાં વર્ષ 2021થી પ્રમુખ તરીકે જોડાયા બાદ દેસાઈએ દસ્તાવેજો તપાસવા ફેબ્રુઆરી 2013માં 100 રૂપિયાના સ્ટેમ્પ પર સંસ્થાના જૂના પ્રમુખ અને ટ્રસ્ટીઓ દ્વારા વેચાણ સમજૂતી કરાર કરાયાનું ધ્યાનમાં આવ્યું હતું.

કરારમાં નશાબંધી મંડળના તે સમયના પ્રમુખ કનૈયાલાલ સીતારામ નાયક અને કરસનદાસ સોનેરીએ જમીન વેચી હતી. કરાર લખી આપનાર તરીકે કૈલા કરોલી ડેવેલોપર્સના મુખ્ય ભાગીદાર પ્રકાશ અગ્રવાલ હતા.

રાણીપની સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટની જમીનનો સોદો 10.70 કરોડમાં કર્યો હતો. જેમાં નશાબંધી મંડળે વર્ષ 2013થી 2015 દરમિયાન અલગ અલગ ચેક દ્વારા કુલ 12.88 કરોડ ચૂકવ્યા હતા.

સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ અને પ્રકાશ અગ્રવાલ વચ્ચે રૂપિયા 100ના સ્ટેમ્પ પર એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ધનજીભાઇ જાદવ અને ધનજી પરમાર દ્વારા નશાબંધી મંડળને દસ્તાવેજ કરાર કરી આપવાના હક્ક આપ્યા હતા.

પ્રકાશે નાણાં મળ્યા બાદ પણ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો નહોતો. તે જમીન સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટની હતી. હાઇકોર્ટમાં આ અંગે કેસ ચાલતો હતો. ચેરિટી કમિશનરની મંજૂરી મળતી ન હોવાથી વેચાણ દસ્તાવેજ કરાયો નથી. જેથી નશાબંધી મંડળે સોદો રદ કરીને પ્રકાશને રૂપિયા પરત આપવા જણાવતાં તેમણે 13 ચેક આપ્યા હતા. પરંતુ બેંક એકાઉન્ટમાં નાણાં ન હોવાથી ચેક જમા કરાવવાની ના કહેવામાં આવતું હતું.

આ અંગે આનંદીબેન પટેલના જમાઇ જયેશ ઈશ્વર પટેલની સંડોવણી હોવાનું પોલીસને જણાતાં તેની પાસેથી ગાંધી આશ્રમમાં પચાવી પાડેલી ઘણી ઈમારતો ખાલી કરાવવા માટે આ ફરિયાદનો ઉપયોગ થયો છે.

ગુજરાતમાં દારુ કે ડ્રગ્સના નાશના રવાડે ચઢી ગયા હોય તેમને નાશાથી મુક્ત બનાવવાનું કામ 1960થી નશાબંધી મંડળ કરે છે. 1960માં પૂર્વ વડાપ્રધાન અને ગાંધીવાદી મોરારજી દેસાઇએ દ્વારા ગુજરાત નશાબંધી મંડળની સ્થાપના કરી હતી. પરંતુ અહીં તો જયેશ પટેલનો પૈસા અને પાવરનો નશો ભાજપના જ નેતાના ઈશારે ઉતરી રહ્યો છે.

11 વર્ષથી વિવાદ
ગાંધી આશ્રમની રાણીપની જમીનનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ચાર ધારાસભ્યોએ 11 વર્ષ પહેલાં ઉઠાવ્યો હતો. ત્યારે મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા. તે સમયે આનંદીબેન પટેલ પોતે મોદીના પ્રધાન મંડળમાં પ્રધાન હતા. તે પાછળથી મોદી વડાપ્રધાન બનતા આનંદીબેન પટેલ મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમણે આ જમીન અંગે કોઈ નિર્ણય લીધો ન હતો. વિવાદ દબાવી દીધો હતો. પણ અમિત શાહ ગૃહ પ્રધાન બનતાં આનંદીબેનના સંબંધી સામે પગલાં લેવાનું શરૂ કર્યું હતું.

અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં સર્વે નં. 361, 362 અને 366 વાળી જમીન સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળને છેતરીને વેચી હતી. માણસાના ધારાસભ્ય અમીત ચૌધરી, જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્ર જાડેજા, ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમાર અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે વિધાનસભામાં મોદી અને આનંદીબેન પટેલને ઘેરવાનો પ્રશ્ન કર્યો હતો.

કાયદા પ્રધાને જવાબ આપ્યો હતો કે, જમીન ટ્રસ્ટી મંડળની જાણ હેઠળ ચેરિટી કમિશનરની મંજૂરીથી વેચાણ થઇ હતી. જેના કારણે જમીન કોણે અને ક્યારે ગેરકાયદે ખરીદી તે તેમ જ સરકારને પગલાં લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આમ કહીને બચાવવાનો પ્રયાસ મોદી સરકારે કર્યો હતો.

આઈટીના દરોડા
અમદાવાદમાં દિવાળી પહેલા આવકવેરા વિભાગે દરોડો પાડ્યો હતો. જ્યાં દરોડો પડાયો તે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દોહિત્રી કંપની સાથે સામેલ છે.

જયેશના કૌભાંડો
અમદાવાદમાં આઈટી કંપનીમાં રેડના બે અઠવાડિયા પછી દિવસ બાદ ગુજરાત સરકારે આનંદીબેન પટેલના જમાઇ જયેશ પટેલના ટ્રસ્ટના કૌભાંડો સામે તપાસના આદેશ કર્યા હતા. આ માટે ખાસ તપાસ દળ બનાવવામાં આવ્યું છે.

રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા સાબરમતી આશ્રમની 104 એકર જમીન પૈકી હરિજન આશ્રમ ટ્રસ્ટે અત્યાર સુધીમાં 40 હજાર ચોરસ મીટરની જમીન ચેરિટી કમિશનરની મંજૂરી વગર પાણીના ભાવે બિલ્ડરોને વેચી દીધી છે.

જયેશ પટેલના દબાણ
ગાંધી આશ્રમમાં જયેશ પટેલે ગાંધી આશ્રમની 21 મિલકત દબાવી કે પચાવી દીધી હતી. જે હવે નવો આશ્રમ બનતાં તે ધીમે ધીમે ખાલી કરવામાં આવી રહી છે. તપાસ દળ આ માટે ઘણી ગેરરીતિઓ શોધી કાઢી છે. જેમાં ટ્રસ્ટના ફંડવા નાણાના ગોટાળાની પણ તપાસ કરવામાં આવી હતી.

જમીન, ફંડ, મિલકતો અને ગોરખ ધંધાની વિગતો આ ટીમે શોધીને જયેશ પટેલનું નાક બદાવી લીધું છે. ગાંધી આશ્રમમાં પચાવી પાડેલી 21 મિલકત ખાલી કરાવી દીધી છે. કારણ કે અહીં 1200 કરોડના ખર્ચે આશ્રમનું નવીનીકરણ

સફાઈ વિદ્યાલય
જયેશ પટેલના પિતાએ બનાવેલું સફેદ વિદ્યાલય ખાલી કરી દેવું પડ્યું છે. તેને હવે તોડવીમાં આવી રહ્યું છે. કારણ કે ગાંધીના ગયા પછી તે ખોટી રીતે બનાવવામાં આવ્યું હતું.

ઈશ્વર પટેલના કાળા કરતૂત
1966થી ઈશ્વર પટેલની વિગતો જાહેર થવા લાગી હતી. ગાંધીજીના અંતિમ અનુયાયી પરીક્ષિતલાલ મજમુદારના અવસાન પછી ફાળામાં હજારો રૂપિયાની ગોલમાલ થઈ હતી. ઈશ્વર પટેલ પાસે આ તમામ હિસાબ રહેતા હતા. રાજ્યપાલને પણ પુરાવા આપવામાં આવ્યા હતા. પણ પછી કાયમ આ ગોટાળા પર પડદો પડી ગયો હતો.

કરોડોની સંપત્તિ
ઈશ્વર પટેલ લોટો લઈને આવ્યા હતા અને પછી તેમની પાસે અબજોની સંપત્તિ થઈ ગઈ હતી. અમદાવાદ ગાંધીનગર વચ્ચે સુધડમાં નર્મદા નહેરના કાંઠે એક વિશાળ ફાર્મ ખરીદ કર્યું હતું. ઊંઝાથી ખાલી હાથ આવ્યા, ગાંધી આશ્રમ પર ગેરકાયદે કબજો કર્યો હતો.

પરીક્ષિતલાલ નિવાસ સ્થાન
તેમાંથી ગાંધીજીની મિલકતો અને પરીક્ષિત હાઉસ પચાવી પાડીને ગાંધી આશ્રમનું નામ વટાવી ખાવાનું શરૂ કર્યું હતું. 2001માં ભાજપની કાયમી સરકાર આવી તેની મદદ લઈને હરિજન સેવક સંઘ ટ્રસ્ટ પર કબજો જમાવી દીધો હતો. આ સરકારના પ્રધાન અને ઈશ્વર પટેલના વેવાઈ આનંદીબેન પટેલે તેમને ભરપુર મદદ કરી હતી. પરીક્ષિતલાલના ઘરમાં જ તેમણે સફાઈ વિદ્યાલય શરૂ કર્યું હતું. સંડાસ બનાવવાના રાજ્યભરના કોંટ્રાક્ટ મેળવ્યા હતા. જેમાં ગોલમાલના આરોપો છે. પછી તેમના વારસદાર એવા જયેશ પટેલ અને અનાર આનંદી પટેલે 2024 સુધી કબજો રાખ્યો હતો. હવે તે તોડી પડાયું છે. જયેશ પટેલ પાસેથી આ મકાન ખાલી કરાવી લેવાયું છે.

પીટીસી કોલેજ પચાવી
ઈશ્વર પટેલે પી.ટી.સી. કોલેજના આચાર્યને માટે ગાંધી આશ્રમનું મકાન આપેલું હતું. પ્રિંસિપાલ વાળું મકાન જયેશ પટેલ ખાલી કરતાં નથી. મકાન દબાવી રાખ્યું હતું. જે ખાલી કરાવાયું છે. ચેરીટી કમિશનર કંઈ કરી શકતા ન હતા.

કનુ મોદીનું મકાન
ગાંધી સ્મારક સંગ્રહાલયના એક મકાનમાં કનુભાઈ મોદી રહેતાં હતા. તેઓ નિવૃત્ત થઈ ગયા અને ત્યાંથી તેઓ ચાલ્યા ગયા બાદ તેનો કબજો ઈશ્વર પટેલે લઈ લીધો હતો આજે પણ તે તેમના પુત્ર પાસે કબજો હતો. હવે તે ખાલી કરાયો છે. જ્યાં સરકારી ટ્રસ્ટનો કબજો આવી ગયો છે. તેને જાળવી રખાશે.

રસોડું
ગાંધીજી જ્યાં સામૂહિક રીતે જમતાં હતા તે રસોડું પણ જયેશ પટેલે પચાવી લીધું હતું. તે ખાલી કરાવી દેવાયું છે. જેનું રિનોવેશન કરાવીને યાદગાર ઈમારત બનાવવામાં આવી રહી છે. જયેશ પટેલે તેનો કબજો છોડી દેવો પડ્યો છે.

7 મકાનો ખાલી
સોમનાથ છાત્રાલય, નંદિની હાઉસ, સોમનાથ છાત્રાલયનું રસોડું, શિક્ષક નિવાસમાં ત્રણ મકાનો, બાળ મંદિર ખાલી કરાવવા માટે ઈકબાલ સુથારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

નદી તરફના જૂના કન્યા છાત્રાલયવાળા મકાન પણ દબાવ્યા હતા.
ઘીરુભાઈ પુબિયાને જયેશ પટેલે રહેવા માટે મકાન આપ્યું હતું.

મકાન ખાલી કરવા નોટિસ અપાઈ પણ કંઈ ન થયું

ઈશ્વર પટેલના કબજામાં સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના ત્રણ મકાનો હતા. 18 જાન્યુઆરી 2002માં પરિપત્ર જારી કરીને ઈશ્વર પટેલને સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી માંથી હાંકી કાઢીને તેમને માત્ર ભાડુઆત તરીકે જાહેર કરાયા હતા. તેમ છતાં તે અંગે કંઈ થયું ન હતું.

માનવ સાધના
માનવ સાધના ટ્રસ્ટ ગાંધીજીના મકાનમાં ગેરકાયદે ચાલતું રહ્યું હતું. જયેશ પટેલે તે પચાવી પાડ્યું છે. જે ગાંધી આશ્રમને પરત કરી દેવું જોઈતું હતું. પણ ન કર્યું હવે ખાલી કરવું પડશે. 10 ફેબ્રુઆરી 1995માં માનવ સાધના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઘરના જ હતા. જેની તપાસ કરવા ભૂપેન્દ્ર પટેલની સરકાર તૈયાર નથી. આમ એક ખાનગી વ્યક્તિનું આ ટ્રસ્ટ ગાંધીજીના હ્રદયકૂંજ પાસેના મકાનમાં ગેરકાયદે કબજો કરીને વાપરી રહ્યાં હતા.  જેમાં મોટા પાયે તોડપોડ કરી છે.

એન્વાયરમેન્ટ ઈન્સ્ટીટ્યુટ
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને પૂર્વ સાંસદ નટવરલાલ બી. પરમારે 16 જુલાઈ 2001ના રોજ ચેરીટી કમિશ્નરને પત્ર લખીને એવી માંગણી કરી હતી કે, ઈશ્વર પટેલ અને જયેશ પટેલના 1985માં નોંધાયેલા એન્વાયરમેન્ટ સેનટેશન ઈન્સ્ટીટ્યુટ અને 1995માં રાતોરાત માનવ સાધના ટ્રસ્ટ ગાંધીઆશ્રમના મકાન નંબર 136માં નોંધવામાં આવેલા છે. મેનેજીંગ ટ્રસ્ટની પરવાનગી વગર શરૂ કર્યા છે. ફંડની તપાસ કરવાની માંગણી હરિજન ટ્રસ્ટ દ્વારા 2001માં કરવામાં આવી હતી. જે ક્યારેય તપાસ થઈ નથી. હજું પણ ભાજપ સરકાર તે વિગતો છુપાવી રહી છે.

સમધાન સોસાયટી
ઈશ્વર પટેલે ગરીબોના ઘર બનાવવા માટે જમીન લઈને તેના પર સમધાન કો.પ.રેટીવ હા.સો. બનાવીને વગર દસ્તાવેજે મકાન તે સમયે બનાવી દીધું હતું. બીજા બે પ્લોટ પણ તેમની પાસે હતા.

આશ્રમ શાળા
આશ્રમ શાળા જયેશ પટેલના કબજામાં છે, ઈમારત સાથે પણ ચેડાં કરેલા છે. ગાંધીજીની આ સંસ્થા પર જયેશ પટેલે કબજો કરી લીધો છે. અહીં ગાંધીજી થોડો સમય રહ્યા હતા. ખાદીની વણાટ શાળા અહીં ગાંધીજીએ સ્થાપી હતી. જે હવે અહીં માનવ સાધના જયેશ પટેલનું ખાનગી ટ્રસ્ટ ચાલતું રહ્યું હતું. જે ખાલી કરીને હવે સરકારી ટ્રસ્ટને આપી દેવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે.