ગાંધીનગર, 10 મૅ 2020
અમદાવાદની બી.જે મેડીકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબ 24 કલાક કામ કરી રહી છે. રોજના 700 ટેસ્ટ થાય છે. અત્યાર સુધીમાં કોરોનાના 21000 ટેસ્ટ થયા છે. આ એક સ્વયં એક રેકોર્ડ છે.
લેબના ઈન્ચાર્જ ડોક્ટર પ્રણય શાહ કહે છે કે, સામાન્ય દિવસોમાં 150 – 200 ટેસ્ટ થતા હતા. કોરોનાનું સંક્રમણ વધવાના પગલે 200 થી વધારીને 500 કરી અને આજે રોજ 700 જેટલા ટેસ્ટ થાય છે.
ગુજરાત સરકારની 19 અને 6 પ્રાઇવેટ લેબોરેટરીમાં થઇને રોજના 5000 ટેસ્ટ થાય છે.
24 કલાક 80થી વધુ લોકો કામગીરી કરે છે.
ડોક્ટર શાહ કહે છે કે ‘સામાન્ય રીતે કોરોનાનું સંક્રમણ વધુ નથી એવી જગ્યાએ Pooled test પણ કરી શકાય છે. આ પ્રક્રિયામાં ઘણાં લોકોમાંથી સેમ્પલનું એક સરખું માપ લઈને દરેકમાંથી ચોક્કસ કિસ્સો ભેગો કરી અને તેનો ટેસ્ટ કરાય છે. તેને આધારે કોરોના પોઝીટીવ છે કે નેગેટિવ તે નક્કી કરાય છે. દુનીયાના ઘણા દેશોમા આ રીત ટેસ્ટ થાય છે.
અમદાવાદ જેવા hotspot વિસ્તારમાં આ પ્રક્રિયા શક્ય નથી. અહીં તો પ્રત્યેક વ્યક્તિનો અલગ ટેસ્ટ કરવામાં આવે છે. RT-PCR એટલે કે (Reverse Transcriptase Polymerase Chain Reaction) તરીકે ઓળખાતી આ પ્રક્રિયામાં એક સાયકલનું 6:30 કલાકે રીડિંગ આવે છે. એવી કુલ 10 સાયકલ લેવાય છે. તેને પગલે રોજના 700 ટેસ્ટ કરવામાં આવે છે.
લેવામાં આવેલા સેમ્પલ વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયામાં મૂકી કોલ્ડ ચેઈન મારફતે લેબમાં લાવવામાં આવે છે. પહેલા તે ચકાસવામાં આવે છે કે, આ સેમ્પલ ઝીપ લોક બેગમાં છે કે નહીં. એ પછી આ સેમ્પલ biosafety કેબિનેટમાં ખોલવામાં આવે છે. PPE કીટ પહેરેલી વ્યક્તિ કેબિનેટમાં જ નમુના ખોલે છે. તેના પર પ્રોસેસ હાથ ધારી પરિણામ આપવામાં આવે છે.