[:gj]22 I.V.F અને 10 ગર્ભપાત બાદ જામનગરના દંપતીને સંતાનપ્રાપ્તિ[:]

[:gj]જામનગર ના મહિલા એડવોકેટ શીતલબહેન ઠાકર ને 10 ગર્ભપાત અને 22 આઈવીએફ બાદ બાળકીનો જન્મ થતા
પરિવારમાં ખુશીની લહેર છે. સામાન્ય રીતે કોઈપણ યુગલ વધુમાં વધુ પાંચ વખત આઈવીએફ કરાવે અને ધારી સફળતા ના મળે તો તે માનસિક અને શારીરિક રીતે પડી ભાંગતા હોય છે પણ મહિલા એડવોકેટ શીતલબહેન અને બેંકમાં ફરજ
બજાવતા તેમના પતિ પ્રણવભાઈ એ અમદાવાદના ડો.બીવીશી પાસે I.V.F કરાવ્યું હતું. મહિલા માટે ગર્ભપાત બહુ પીડાદાયક હોય છે, જેનાથી મહિલાને ખુબ મોટો આઘાત લાગતો હોય છે. શિતલબહેન ક્યારેય શારીરિક કે માનસીક હાર નહોતા માન્યા અને તેમણે હકારાત્મક પરિણામ પ્રાપ્ત કર્યું છે. 6 વર્ષમાં 22 I.V.F ટ્રીટમેન્ટ અને 10 ગર્ભપાત કરાવીને 15 ઓગસ્ટના દિવસે શિતલબહેન અને પ્રણવભાઈને ઘરે પંક્તિનો જન્મ થયો છે.[:]