[:gj]2293 રાજકીય પક્ષો દેશની ચૂંટણીમાં પણ ગુજરાતમાં તો 14 પક્ષો જ મેદાને હશે [:]

[:gj]લોકસભાની ચૂંટણી સમયે નવા નવા રાજકીય પક્ષોના નામ સામે આવી રહ્યા છે. ‘ભરોસા પાર્ટી’, ‘સબસે બડી પાર્ટી’ થી લઇ રાષ્ટ્રીય સાફ નીતિ પાર્ટી જેવી કુલ મળીને 2293 રાજકીય પક્ષો મેદાનમાં ઉતર્યા છે. લોકસભાન ચૂંટણીની તારીખો જાહેર કરવાની સાથે જ માહિતી મળી છે કે દેશમાં કુલ 2293 રાજકીય પક્ષોનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં 7 રાષ્ટ્રીય અને 59 રાજ્ય સ્તરની છે. ગુજરાતમાં માંડ 14 પક્ષો મેદાનમાં રહેશે. જેમાં પ્રવિણ તોગડિયાનો પણ એક પક્ષ આવી જાય છેે.

એટલું જ નહીં આ વર્ષે ફેબ્રુઆરી સુધી દેશમાં 2143 રાજકીય પક્ષો હતા. જેમાં 58 પક્ષોએ ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ સામે આવી હતી. રાષ્ટ્રીય પક્ષોની જો વાત કરવામાં આવે તો ભાજપ, કોંગ્રેસ, CPI, CPM, TMC, NCP અને બસપાનો સમાવેશ થાય છે.

કેટલાંક રાજકીય પક્ષો તો એવા પણ છે જેની પાસે પોતાના ચૂંટણીના સિમ્બોલ પણ નથી. તેવા 84 રાજકીય પક્ષોને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા સિમ્બોલની મદદથી ચૂંટણી લડી શકશે. આ ઉપરાંત ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધીમાં પણ 149 પક્ષોનું રજીસ્ટ્રેશન થયું છે.

કોઇ પણ સ્થાનિક પક્ષે રાષ્ટ્રીય સ્તર પર નામ નોંધવા માટે વિધાનસબા અથવા તો લોકસભામાં અમુક બેઠકો મેળવવાની રહે છે. જેની મદદથી તેનું રાષ્ટ્રીય સ્તર પર નોંધણી કરવામાં આવે છે.[:]