કોરોનામાં કામ કરતી પોલીસને 25 લાખ, તો બીજાને કંઈ નહીં

25 lakh to the police working in Corona, and none to the other

કોરોનાની અસરથી જાન ગુમાવવાનો વારો આવે તેવા વિપરિત સંજોગોમાં રાજ્ય સરકાર પોલીસ-સુરક્ષાકર્મીને રૂ. રપ લાખની સહાય આપવાનું નક્કી કર્યું છે. પણ તબિબો અને કોરોના માટે કામ કરતાં લોકો તથા કચરો ઉપાડવાનું જોખમી કામ કરી રહેલાં લોકો સામે આવા જોખમો ઊભા થાય તો તેમને કોઈ સહાય જાહેર કરી નથી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સંદર્ભમાં જણાવ્યું કે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા જે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેને રાજ્યમાં સફળ બનાવવા પોલીસકર્મીઓ 24 કલાક દિવસ-રાત ફરજ બજાવે છે.

વ્યકિત પોતાના ઘરની બહાર ન નીકળે, લોકો પોતાના ઘરમાં જ રહે તે માટે પોતે પોતાના જીવને જોખમમાં મૂકીને પણ સતત ફરજ બજાવતા પોલીસ, એસ.આર.પી, ગ્રામરક્ષક દળ, હોમગાર્ડ અને ટ્રાફિક જવાનો સહિત જેઓ લોકોની સુરક્ષા સાથોસાથ જરૂરિયાતની સેવાના કામો પણ આ વિકટ પરિસ્થિતીમાં કરે છે.

નિ:સહાય વૃદ્ધોને મદદ કરવી, નિરાધાર લોકોને જમવાની વ્યવસ્થા સંભાળવી જેવા સેવાના કામો કરતા આ સુરક્ષાકર્મીઓ પ્રત્યે માનવીય સંવેદના દર્શાવી રાજ્ય સરકારે તેમની સહાયતા માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

ફરજ દરમિયાન ગંભીર બિમારીની સ્થિતી સર્જાય અને કોઇનું દુઃખદ અવસાન થાય તો તેમના પરિવારજનોની વિપદામાં પડખે ઉભી રહી રાજ્ય સરકાર રૂ. રપ લાખની સહાય કરશે.