3 વર્ષમાં 36 લાખ ઘરમાં નળ નંખાશે – રૂપાણીનું પાણી મપાશે

ગુજરાતમાં 97 લાખ ઘર છે. જેમાં 59 લાખ ગ્રામ્ય અને 38 લાખ શહેરમાં ઘર છે. જેમાં 36,34,486 ઘરમાં નળ દ્વારા પાણી આવતું નથી. તેથી 36 લાખ કુટુંબો કૂવો, નહેર, નદી, બોર, તળાવ દ્વારા પીવાનું પાણી પીવે છે. આમ 3 વર્ષમાં 36 લાખ ઘરમાં નળ જોડાણ આપવું પડશે. દર વર્ષે 12 લાખ ઘરને નળ આપવા પડશે. આ સહેલું કામ નથી. ગુજરાતમાં ભાજપની સરકારો 23 વર્ષથી છે. જેની સામે કોંગ્રેસની 22 વર્ષ સરકાર રહી છે. છતાં આ બન્ને પક્ષો દ્વારા ઘરેઘરે નળનું પાણી આપી શક્યા નથી. ટ્રીટ કરેલું પાણી તો દૂરની વાત છે.

38 ટકા પ્રજાને નળ દ્વારા પાણી મળતું નથી. જેમને મળે છે તેમાં 50 ટકાને જો ટ્રીટ કરીને બેક્ટેરીયા ફ્રી કરેલું હોય એવું પાણી મળતું નથી.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે ગુજરાતના દરેક ઘરે નળ દ્વારા પીવાનું પાણી 3 વર્ષમાં એટલે કે 2022માં આપી અપાશે. આમ 36 લાખ ઘર એટલે કે, 2 કરોડ લોકોને પીવાનું પાણી નળ દ્વારા મળે એવું આયોજન જાહેર કર્યું છે. ગુજરાતના 48 ટકા કુટુંબો એક રૂમના મકાનમાં રહે છે, તેને પાણી આપવાનું હાલના તંત્ર પાસેથી કામ લેવું તે ઘણું અઘરૂં છે.

1950થી આજ સુધી પીવાના પાણીનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં દરેક ઘરે પાણી આપી શકાયું નથી. જે કામ 70 વર્ષમાં માંડ 62 ટકા થયું છે તેમાં બાકી રહેતું નળ જોડાણ આપવાનું 38 ટકા કામ 3 વર્ષમાં વહીવટમાં નબળા વિજય રૂપાણી કઈ રીતે પૂરું કરી શકશે એવો પ્રશ્ન નળ દ્વારા પાણી ન મેળવતાં લોકો પૂછી રહ્યાં છે.

3 જ વર્ષમાં 38 ટકા પ્રજાના ઘરે નળ આપવાનું ખર્ચ ઘણું મોટું આવશે. તેનું આયોજન કરવામાં જ લાંબો સમય પસાર થઈ શકે છે.

ક્યાં કેટલું પાણી મળે છે તેની વિગતો (–)માં બતાવેલાં આંકડા ટકા – %માં છે.

ઘર – રાજ્યના કૂલ ઘર – ગ્રામ્ય – શહેર

કૂલ ઘર – 9,643,989 – 5,885,961 – 3,758,028

ઘરમાં પાણી – 4,488,031 (46.5%) – 1,724,305 (29.3%) – 2,763,726 (73.5%)

ઘરની નજીક – 3,689,470 (38.3) – 2,939,052 (49.9) – 750,418 (20.0)

દૂરથી પાણી – 1,466,488 (15.2) –  1,222,604 (20.8) –  243,884 (6.5)

પીવાનું પાણી મેળવવાના સાધનો દ્વારા મેળવાતું પાણી

કૂલ ઘર – 9,643,989 – 5,885,961 – 3,758,028

નળ –  6,009,503 (62.3) – 2,889,320 – (49.1) – 3,120,183 (83.0)

ડંકી –  1,605,964 (16.7) – 1,339,615 (22.8) – 266,349 (7.1)

બોર –  494,282 (5.1) – 295,698 (5.0) – 198,584 (5.3)

કૂવો –  1,128,070 (11.7) 1,075,352 (18.3) 52,718 (1.4)

તળાવ – 33,566 (0.3) –  32,653 (0.6) – 913 (0.0)

નદી –  41,915 (0.4) – 40,599 (0.7) – 1,316 (0.0)

Spring – 17,430 (0.2) – 17,014 (0.3) – 416 (0.0)

અન્ય – 313,259 (3.2) – 195,710 (3.3) – 117,549 (3.1)

શું કહ્યું મુખ્ય પ્રધાને ?

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૨૦૨૨ સુધીમાં ગુજરાતમાં ૧૦૦ ટકા ‘‘નળથી જળ’’ દરેકના ઘરે શુદ્ધ પીવાલાયક પાણી પહોંચાડવાની જાહેરાત અંદાજપત્રમાં કરી છે. ઘર-ઘર જલના સપનાને પૂર્ણ કરવામાં ગુજરાત અન્ય વિકાસકાર્યોની જેમ જ દેશનું મોડેલ બનશે. એવું પણ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 6 જૂલાઈ 2019માં પાણી પૂરવઠાના અધિકારીઓને કહ્યું હતું.

કેન્દ્ર સરકારે ર૦૨૪ સુધીમાં ઘરે-ઘરે ફિલ્ટર કરેલું સ્વચ્છ પાણી પાઇપલાઇન-નળથી પ્રાપ્ત થાય તેવું આયોજન કરવાનું દરેક રાજ્યોને કહ્યું છે છે. ગુજરાતે ૩ જ વર્ષમાં એટલે કે ર૦રર સુધીમાં કામ પૂર્ણ કરવા આ વર્ષના બજેટમાં જ નાણાં ફાળવણી કરી દીધી છે. આયોજન સાથે પાણી પૂરવઠા વિભાગે એકશન પ્લાન બનાવી કમર કસી છે.

ગુજરાતે હવે વોટર ડેફિસીટ સ્ટેટની છાપ ભૂંસી નાંખી છે અને માત્ર નળથી જળ નહિ પરંતુ રિસાયકલીંગ, રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર, ડિસેલીનેશન પ્લાન્ટ જેવા અદ્યતન આયામોથી ગુજરાત પાણીદાર રાજય બન્યુ છે. છેવાડાના માનવીને પણ પાણીની સરળ ઉપલબ્ધીના આયોજન નાણાંના અભાવે અટકવા નહીં દેવાય.

આઝાદીના ૬૦-૬૫ વર્ષ સુધી પીવાના પાણી રસ્તા, ગટર, લાઈટ જેવી પાયાની સુવિધાઓના આયોજન પૂરતા ન થયા હોય એ આપણી કમનસીબી છે. એવું પણ એમણે જાહેર કરીનો પોતાના પક્ષની અગાઉની કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલની સરકારનો પણ કમનશીબ ગણી કાઢી છે.

આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ૨૦૨૨માં ઉજવીયે ત્યાં સુધીમાં દેશને આવી સુવિધાઓ સંપૂર્ણતઃ પુરી પાડવામાં આવશે.

પાણી પૂરવઠા વિભાગના અગ્રસચિવ જે. પી. ગુપ્તાએ કહ્યું કે, ગુજરાતમાં ૨૦૨૨ સુધીમાં તમામ ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યના ૩૩ જિલ્લાના ૩૦૦થી વધુ અધિકારીઓએ ત્રણ દિવસ માટે વિચાર વિમર્શ કર્યો હતો. જેમાં પીવાના પાણીની સુવિધા, યોજનાઓની ડિઝાઇનથી માંડીને પાણીના વિતરણ સહિતના વિષયો માટે તથા પાણીના રીયુઝ વિષયો હતા. પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે કયારેય નાણાની ચિંતા કરી નથી અને કરશે પણ નહીં તેમ તેમણે ઉમેર્યું હતું.

પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, રાજ્ય સરકારના નર્મદા-જળ સંપત્તિ સલાહકાર નવલાવાલા, જી.આઇ.ડી.એમ.ના ડાયરેકટર  પી.કે.તનેજા, પાણી પૂરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ હતા.