ત્રણ દિકરીએ મૃતક માતાના અંગોનું દાન કરીને 3 લોકોને નવજીવન આપ્યું

ગાંધીનગર, 23 જાન્યુઆરી 2021

અમદાવાદના ઘાટલોડિયાના મીનાબહેનને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.  તેમની 3 દિકરોઈએ અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. તેમના અંગદાનથી 3 દર્દીને જીવનદાન મળ્યું છે. સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.

અંગદાન જેવા કાર્યમાં અસમજણ અને અજ્ઞાનતાના કારણે પુરુષો પણ જે નિર્ણય લેવાની હિંમત કરી શકતા નથી, તે ત્રણ દિકરીઓએ લઇને જે હિંમત દર્શાવી છે.

મીનાબેનના પરિવારમાં ત્રણ પુત્રી અને બે પુત્રો છે. અમદાવાદ શહેર ચાણક્યપુરી ઘાટલોડિયામાં રહેતા  48 વર્ષીય મીનાબહેન ઝાલાને 19 જાન્યુઆરી, 2021ના દિવસે બ્રેઈનડેડ જાહેર કરાયા હતાં. તબીબોએ મીનાબહેનના પરિવારજનોને અંગદાન માટે સમજાવ્યા હતા.

અમદાવાદ સિવિલના નવનિર્મિત ટ્રોમા સેન્ટર ખાતે અંગોને રીટ્રાઇવ કરીને પ્રત્યારોપણ દ્વારા 3 જિંદગી બચી ગઈ હતી. મીનાબેનના લીવરને જામનગર જિલ્લાના 15 વર્ષના બાળકને અને બંને કિડનીનું સુરેન્દ્રનગરના 30 અને 35 વર્ષની ઉંમરના વ્યક્તિમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. મીનાબહેનના અંગો – બે કિડની અને એક લીવર દ્વારા કુલ ત્રણ દર્દીઓને નવજીવન મળ્યું છે.

‘સોટો’ની સફળતા

ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના દર્દીઓ માટે ‘સોટો’ (સ્ટેટ ઓર્ગન અને ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) ની 26 જાન્યુઆરી 2019માં મંજૂરી આપી હતી. અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા જ દર્દી અને ઓર્ગન ડોનરને મેળવવાની પ્રક્રિયા કરવામાં આવતી હતી. તેથી હવે દર્દીને સરળતાથી ઓર્ગન ડોનર મળી શકશે. હમણાં સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ અંગદાન વધ્યા છે. એક મહિનામાં 3 બ્રેઇનડેડ દર્દીના પરિવારજનોએ અંગદાન આપ્યા છે. જેમાં 7 વ્યક્તિઓના જીવ બચાવી શકાયા છે.

10 લાખ લોકો અંગદાન માટે પ્રતિજ્ઞા લે તેવા પ્રયાસ શરૂ કર્યા છે

13 ઓગસ્ટે ઓર્ગન ડોનેશન સપ્તાહમાં 50 શહેરમાં 300 કરતા વધુ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ હતી.  ગુજરાતમાં 10 લાખ લોકો અંગદાન માટે પ્રતિજ્ઞા લીધી હતી.

ગુજરાતમાં છેલ્લા 14 વર્ષમાં મૃત દાતા કિડની પ્રત્યારોપણ 943 રહ્યું હતું. 2013થી વર્ષ 2017માં 580 અંગદાન ગુજરાતમાં થયા હતા. આ જ સમયગાળામાં તમિલનાડુમાં 2291 અંગદાન સાથે મોખરાનું સ્થાન હાંસલ કર્યું હતું.

કિડનીના 6500 દાન

ઈન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા છેલ્લા 25 વર્ષમાં 6500 અંગ પ્રત્યારોપણ પૂર્ણ કરાયા છે. મૃતક કિડની ટ્રાન્સપ્લાન્ટ માર્ચ 2020 સુધીમાં ઘટીને 19 થઇ ગયા છે. 2019માં 87 હતા. ભારતમાં 2 લાખ લોકો લીવરની ખરાબીને કારણે મૃત્યુ પામે છે.

સુરતમાં અવલ્લ ઘટના

સુરતના બાળકનું રશિયાના ચાર વર્ષના બાળકને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડિસેમ્બર 2020માં કરાયું હતું. તેના હાર્ટ, ફેફસા, કિડની, આંખો અને લીવરનું પણ દાન કરાયું હતું. ગુજરાતમાં હૃદય દાનની 35મી ઘટના આ હતી. સુરતમાં 28 હૃદય દાન કરાવમાં આવ્યા હતા. જેમાંથી 20 હૃદય મુંબઈ, 4 હૃદય અમદાવાદ, 2 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

1968માં યુ.કે.માં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ભારતમાં 1994માં દલ્હીમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ગુજરાતમાં 2016માં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 4 (ચાર) હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.

2017માં 180 લોકોનું અંગદાન

ગુજરાતમાં 2017માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન 180 લોકોએ અંગદાન કર્યું હતું. જેમાંથી અડધા એટલે કે 91 ઓર્ગન ડોનેશન સુરતમાં થયા હતા. અમદાવાદમાંથી 28 , ભાવનગરમાંથી 26 લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હતું. 2017માં 106  કેડેવર કિડની ડોનેશનમાંથી 52 સુરતમાંથી થઈ હતી. 17 કિડની ડોનેશન સાથે ભાવનગર બીજા અને અમદાવાદ 15 સાથે ત્રીજા સ્થાને છે. 2017માં 62 લીવર ડોનેશનમાંથી 28 સુરતમાં થયા હતા. ગુજરાતમાંથી કુલ 10 લોકોએ હાર્ટ ડોનેટ કર્યું હતું અને તેમાંથી 9 સુરતના હતા.

આ પણ વાંચો

કિડની હોસ્પિટલમાં આયોજીત કાર્યક્રમમાં અંગદાન કરનારના 60 દાતાના પરિવારજનોનું બહુમાન કરાયું

અંગદાન માટે સોટો બનતાં સુરતને સૌથી મોટો ફાયદો