૩૧ ખાનગી હોસ્પિટલોને ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કામ કરશે, કુલ ૪૦૬૪ બેડની ક્ષમતા વધવાની છે. સમગ્ર ગુજરાતમાં કોવિડ-19 કોરોના વાયરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ ૯૪૬૪ બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો તૈયાર છે.
રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-19 અસરગ્રસ્તોની સઘન સારવાર સુશ્રુષા માટે રાજ્યના ર૬ જિલ્લાઓમાં ૩૧ જેટલી હોસ્પિટલોને ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવી ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલોના રોજબરોજના સંચાલન, કામકાજ અને નિયંત્રણ દેખરેખ માટે એક મેનેજમેન્ટ કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે.
આવી ડેડિકેટેડ કોવિડ-19 જાહેર થયેલી આ ખાનગી હોસ્પિટલોના આરોગ્ય, તબીબી, પેરામેડિકલ સ્ટાફને જવાબદારીઓ પણ સોંપી દેવાઇ છે.
સરકારે જિલ્લા કલેકટરોને તેમના જિલ્લામાં ઉપલબ્ધ કોઇ પણ ડૉકટર અને પેરામેડિકલ સ્ટાફની સેવાઓ આ રોગ નિયંત્રણ હેતુસર લેવા માટેના સત્તાધિકારો પણ આપ્યા છે.
અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં કુલ રર૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત છે. અન્ય ર૮ જિલ્લામાં કુલ ૩ર૦૦ બેડની ક્ષમતા અને વેન્ટીલેટર તથા ICUફેસેલીટીઝ સાથેની હોસ્પિટલો ખૂબ જ નજીકના ભવિષ્યમાં શરૂ થવામાં છે.
૩૧ ખાનગી હોસ્પિટલોને ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કામ કરશે, કુલ ૪૦૬૪ બેડની ક્ષમતા વધવાની છે.
૩૧ ખાનગી હોસ્પિટલોની યાદી
અરવ્વલી-શ્રી કે.કે. શાહ સાબરકાંઠા આરોગ્ય મંડલ (શ્રીમંત ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ વાત્રક (૩૧૨ બેડ),
સાબરકાંઠા- મેડીસ્ટાર હોસ્પિટલ હિંમતનગર (૧૦૦ બેડ),
બનાસકાંઠા-ગાંધી લિંકન હોસ્પિટલ ડીસા (૧૦૦ બેડ),
પાટણ-પાટણ જનતા હોસ્પિટલ (૨૨૫ બેડ),
મહેસાણા-સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ (૩૦૦ બેડ),
આણંદ-ઝાયડસ હોસ્પિટલ (૧૧૦ બેડ),
ખેડા-ડૉ. એન. ડી. દેસાઇ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ નડિયાદ (૩૩૩ બેડ),
મહિસાગર-કે.એમ.જી. જનરલ હોસ્પિટલ, બાલાસિનોર (૧૦૦ બેડ),
પંચમહાલ-શ્રી નારાયણ આઇ હોસ્પિટલ તાજપુરા-હાલોલ (૧૦૦ બેડ),
દાહોદ-સમીર ઓર્થોપેડીક હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર (૧૦૦ બેડ),
છોટાઉદેપુર- મેડિટોપ લાઇફકેર હોસ્પિટલ (૧૦૦ બેડ) અને ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ બોડેલી (૧૦૦ બેડ),
નર્મદા-આર્યુવેદિક હોસ્પિટલ રાજપીપળા (૧૦૦ બેડ),
ભરૂચ-જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર (૧૦૦ બેડ)
તાપી-કાલીદાસ હોસ્પિટલ (વ્યારા-૧૦૦ બેડ),
નવસારી-યાસ્ફીન કાર્ડિયાક હોસ્પિટલ (૧૧૦ બેડ)
ઉદીત હોસ્પિટલ એન્ડ આઇસીયુ (વાંસદા (૧૦૦ બેડ),
વલસાડ-શ્રેયસ મેડિકેર હોસ્પિટલ વાપી (૧૦૦ બેડ),
અમરેલી-નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ હોસ્પિટલ(૧૫૦ બેડ),
બોટાદ-વ્હાઇટ હાઉસ, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર (૧૦૦ બેડ),
જામનગર-આર્મી હોસ્પિટલ (૧૦૦ બેડ),
દેવભૂમિ દ્વારકા-સાકેત હોસ્પિટલ જામખંભાળિયા (૧૦૦ બેડ),
ગીરસોમનાથ-આદિત્યા બિરલા હોસ્પિટલ વેરાવલ (૧૦૦ બેડ),
અંબુજા હોસ્પિટલ કોડીનાર (૧૦૦ બેડ),
જુનાગઢ-કલ્પ હોસ્પિટલ (૨૦૦ બેડ),
પોરબંદર-શ્રી મોરારજી ખેરાજ ઠકરાર હોસ્પિટલ (૧૨૦ બેડ),
મોરબી-ક્રિષ્ણા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ (૧૦૨ બેડ),
કચ્છ-સ્ટેર્લીંગ રામક્રિષ્ણા સ્પેશ્યાલીટી હોસ્પિટલ ગાંધીધામ (૧૦૨ બેડ),
હરિઓમ હોસ્પિટલ ગાંધીધામ (૧૦૦ બેડ),
વાયેબલ હોસ્પિટલ ભૂજ (૧૦૦ બેડ),
ભાવનગર-એચ.સી.જી હોસ્પિટલ (૧૦૦ બેડ)
એમ કુલ ૪૦૬૪ની બેડ ક્ષમતા ધરાવતી હોસ્પિટલો કાર્યરત થઇ છે તેમ સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.