રાજયસભાની ગુજરાતની ચાર બેઠકોની ચૂંટણી છે જેમાં ભાજપ બે અને કોંગ્રેસ બે બેઠક જીતે તેમ છે. પણ ભાજપ 3 બેઠક જીતવા માટે 4 ધારાસભ્યોની ખરીદી કરવા માટે તૈયારી શરૂં થતાં જ કોંગ્રેસનું મોવડી મંડળ સતર્ક બની ગયું છે, તેને શંકા છે કે તેમના ધારાસભ્યોને અગાઉની જેમ એકના રૂ.20થી 30 કરોડમાં ભાજપ ખરીદી લેશે. ગઈકાલથી જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા પક્ષના તમામ ધારાસભ્યોનો સંપર્ક સાધવામાં આવી રહયો છે અને આ તમામ ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહયું છે.
કોંગ્રેસની સરકાર રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં હોવાથી ત્યાં લઈ જઈ શકાય છે.
રાજયસભામાં સ્પષ્ટ બહુમતી મેળવવા માટે ભાજપ દ્વારા તડજાડનું રાજકારણ થઈ રહ્યું છે. ભાજપના ખૂટતા 6 ધારાસભ્યોમાંથી 3 ધારાસભ્યોને ભાજપે એનકેન પ્રકારે પોતાની સાથે લઈ લીધા છે. હજું 4 ધારાસભ્યો ખરીદવામી વેતરણમાં ભાજપ હોવાથી કોંગ્રેસ સાવધાન થઈ ગયો છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ ખૂલ્લામાં કહ્યું છે કે કોંગ્રેસના કોઈ ધારાભ્ય ભાજપમાં આવી શકે છે.
કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની કામગીરી થતાં કોંગ્રેસનું મોવડી મંડળ એલર્ટ થયેલું છે. રાજયસભાની ચૂંટણી પૂર્વે મોવડી મંડળ દ્વારા સતત પ્રદેશ નેતાગીરી સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. તમામ ધારાસભ્યો સાથે સંપર્કમાં રહેવાનો આદેશ અપાયો છે.
કોંગ્રેસના 73 ધારાસભ્યો સાથે સતત સંપર્કમાં રહી રાજસભાની ચૂંટણી અંગેની ભાવિ રણનીતિ ઘડવામાં આવી રહી છે. અંતિમ સમયે બંને પક્ષો ઉમેદવારો જાહેર કરશે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓ પક્ષના ધારાસભ્યો પર નજર રાખી રહયા છે.
રાજયસભાની ચૂંટણી સમયે પક્ષના ધારાસભ્યો પક્ષ વિરોધી પ્રવૃતિ કરે નહી તે માટે જાસૂસો ગોઠવી દેવાયા છે. જેની વિગતો બહાર આવતાં તમામ ધારાસભ્યોને કોંગ્રેસ નેતાઓ અજ્ઞાત સ્થળે લઈ જાય તેવી શક્યતાઓ છે. જે રીતે અહેમદ પટેલને જીતાડવા માટે રીસોર્ટમાં લઈ જવાયા હતા તે રીતે લઈ જવાવા કે કેમ તેનું આયોજન થઈ રહ્યું છે.