ગાંધીનગર, 17 જૂન 2021
નર્મદા બંધમાં 48 ટકા પાણી ભરી રખાયું છે. આખા રાજ્યના 206 બંધોમાં 40 ટકા પાણી ભરી રખાયું છે. 64 લાખ અબજ લીટર પાણી પડી રહ્યું છે. પાણી સાવ નકામું પડી રહ્યું છે. જો તે પાણી ખેતરમાં આપવામાં આવ્યું હોત તો તેનાથી કૃષિ અર્થતંત્ર એકદમ વેગવાન બની ગયું હોત. કૃષિ અર્થતંત્ર સારું થાય તો બાંધકામ ઉદ્યોગ અને વાહન ઉદ્યોગમાં તેજી આવતી હોય છે.
આમ બંધોમાં જે પાણી ભરી રખાયું છે તેનાથી 20 લાખ હેક્ટરમાં ચોમાસા પહેલા વાવેતર થઈ શક્યું હોત. પણ તેના માત્ર 10 ટકા આગોતરું વાવેતર થયું છે.
રાજ્યના બંધોમાં કુલ 64 લાખ અબજ લીટર પાણી પડી રહ્યું છે. જો તે ઉનાળું ખેતી કરવા માટે ખેડૂતોને આપવામાં આવ્યું હોત તો ઉનાળા અને ચોમાસામાં સિંચાઈ શઈ શકી હોત. પણ તેમ થયું નથી.
નર્મદાની 18 લાખ અને 200 બંધોની 12 લાખ હેક્ટર મળીને 30 લાખ હેક્ટરમાં ઉનાળું સિંચાઈ થઈ શકી હોત. તેની સામે ભૂગર્ભજળથી સિંચાઈ તો 23 લાખ હેક્ટર છે. આમ આખા રાજ્યમાં 53 લાખ હેક્ટરમાં સિંચાઈ થાય છે. જોકે સરકાર નર્મદાની 18 લાખ હેક્ટરની સિંચાઈ બતાવે છે. પણ તે 5 લાખથી વધું નથી. તેની સામે 200 બંધોની 5 લાખ હેક્ટર સિંચાઈ મળીને માંડ 10 લાખ હેક્ટર સિંચાઈ વાસ્તવમાં થાય છે. આમ સરકારે 10 લાખ હેક્ટરમાંથી ઘણું ઉનાળા અને ચોમાસા પહેલાનું વાવેતર ગુમાવ્યું છે.
9 લાખ ખેડૂતો ટપક, ફુવારા પદ્ધતિથી ગુજરાતમાં 25 લાખ હેક્ટરમાં સિંચાઈ કરે છે. દર વર્ષે 2 લાખ હેક્ટર વિસ્તાર તેમાં ઉમેરાય છે. એટલો જ વિસ્તાર સિંચાઈના સાધનો ખરાબ થઈ જવાના કારણે હવે નિકળતો જાય છે.
આ બંધોનું પાણી ટપક સિંચાઈ કરવાના ખેડૂતોને આપવામાં આવ્યું હોત તો ઘણો મોટો વિસ્તાર સિંચાઈમાં આવી ગયો હોત.