ખેડૂતોને સ્માર્ટ હેંડ ટુલ કીટ આપવાનું ગુજરાતના કૃષિ વિભાગે નક્કી કર્યું છે. રૂ.22 કરોડ આ માટે આ બજેટમાં કૃષિ વિભાગે ફાળવેલા છે. એક કિટ રૂ.500થી 1000 સુધીની હોય તો 4.50 લાખથી 2.25 લાખ ખેડૂતોને તે આપી શકાય છે.
જોકે હવે ઓન લાઈન આવી કિટ ખેડૂતો મંગાવી રહ્યાં છે જેનાથી ખેતરમાં કામ ઝડપી બને છે. તેમાં ખાસ તો ઓજારો વધું હોય છે. પરંપરાગત ઓજારના બદલે સ્માર્ટ ઓજારથી કામમાં કુશળતા આવે છે, કામ ઝડપી થાય છે. જ્યારે ખેત મજૂરીના દરો વધી ગયા છે ત્યારે આવી સ્માર્ટ કિટ તેના કામમાં કુશળાત અને વધું કામ કરી શકે છે.
સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા માટે ખેડૂતોને કૃષિ કીટમાં 75 ટકા નાણાંકિય સહાય આપવાની નવી યોજના આ વર્ષથી અમલી બનવાની છે. સરકારે રૂ.1.35 કરોડ ફાળવેલા છે.
ગૌશાળા કે પાંજરાપોળ ખાતે જીવામૃત બનાવવા માટે માળખું તૈયાર કરવા માટે ગુજરાત સરકાર 50 ટકા સુધી ખર્ચ આપવાની છે. જે માટે રૂ.1.75 કરોડ આપ્યા છે.
કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં પાંજરાપોળોને ઘાસચારો ઉત્પન્ન કરવા માટે રૂ.100 કરોડનું ખર્ચ કરવાનું સરકારે નક્કી કર્યું છે.
દેશી ગાય પાળે તેને ખેડૂતને રૂ.900 મહિને આપવામાં આવશે સરકાર આ માટે રૂ.50 કરોડનું ખર્ચ કરશે. 45 હજાર ખેડૂતોને તે સહાય આપવામાં આવશે.
ફળ અને શાકભાજી ઉતારી લીધા બાદ થતું નુકસાન અટકાવવા માટે બનાસકાંઠા, જામનગર, કચ્છ એમ ત્રણ જિલ્લામાં 3 ક્લસ્ટરને એફજીઓ આધારિત માળકાકિય સુવિધા ઊભી કરવા અને મૂલ્યવર્ધન કરવા માટે રૂ.15 કરોડની સાવ નવી યોજના આ વખતથી ગુજરાતના ખેડૂતોને મળશે.
રૂ.7.5 કરોડની છત્રીઓ ખરીદીની ફળ અને શાકભાજીની લારીઓ પર આપવાની યોજના છે. 75 હજાર લારીઓ પર ભાજપના નેતાઓની છત્રી રાખવાનું આયોજન છે.
ઘરના આંગણે શાકભાજી ઉગાડવા માટે તથા ડબ્બા પેક કરવા માટે રૂ.2.92 કરોડ સરકાર ખર્ચ કરવાની છે. વળી, ખેડૂત વાહન ખરીદે તો તેને માટે રૂ.30 કરોડનું ખર્ચ સરકાર કરવાની છે.
ઉપરાંત કૃષિ વિભાગે કૃષિ તકનીકી માટેના સેન્ટર ઓફ એક્સલન્સને આર્થિક સહાય આપવા માટેની બીજી એક નવી યોજના આ વર્ષથી શરૂ થશે. જે માટે રૂ.7 કરોડનું ખર્ચ કરવામાં આવશે.
અમદાવાદ, વદોદરા, સુરત, રાજકોટ, ભાવનગર શહેર માટે 10 કરૂણા એનીમલ એમ્બ્યુલંસ રૂ.2.25 કરોડના ખર્ચે ખરીદવામાં આવશે. 50 નવા પશુ દવાખાના પાછળ રૂ.3 કરોડનું જંગી ખર્ચ કરાશે. પશુઓને આઉટ શોર્સીંગથી રસી આપવા ઠેકા આપવા માટે રૂ.3.25 કરોડનું ખર્ચ કરાશે. દાણ ખરીદી પર સહાય આપીને રૂ.146 કરોડનું ખર્ચ સરકાર કરવાની છે.