40 લાખ ચૂલા, 40 લાખ ગેસ, 25 લાખ મકાનો સરકારે આપ્યા – વિજય રૂપાણી

40 lakh stove, 40 lakh gas, 25 lakh houses provided by Government - Vijay Rupani

અંત્યોદયથી સર્વોદયની વિભાવના ગરીબ કલ્યાણ દ્વારા સુરાજ્યની સ્થાપના માટે સરકાર સંકલ્પબદ્ધ : મુખ્યમંત્રીશ્રી
વિજય રૂપાણી
ગુજરાતમાં ૪૦ લાખ શૌચાલય બન્યા છે. રાજ્યના ૪૦ લાખ ગરીબ પરિવારોને રાંધણ ગેસના ચૂલા આપ્યાં છે. ગુજરાત સરકાર ગરીબોના આરોગ્યની સુરક્ષા માટે રૂ. ૧૨૦૦ કરોડ ખર્ચે છે. ગરીબોનું ઘરના ઘરનું સ્વપ્ન સરકાર પૂર્ણ કરી રહી છે
છેલ્લાં ૩ વર્ષમાં ગરીબ કલ્યાણ મેળાઓમાં રૂ. ૨૬ હજાર કરોડની સહાય આપી છે. જુદી જુદી ૫૭ સરકારી સેવાઓ માટે અત્યાર સુધીમાં ૮૮૦૦ સેવા સેતુના કેમ્પ સમગ્ર રાજ્યમાં યોજીને લોકોની ૨ કરોડ પ્રશ્નો કે અરજીઓનો નિકાલ આવ્યો છે.

વર્ષો સુધી ગરીબોનાં નામે અનેક સ્લોગન અપાયા. પરંતુ કમનસીબે દેશમાં ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ વધતી ગઈ. ગરીબો માટેની નક્કર યોજનાઓનો વિચાર ન થયો, માત્ર રાજકીય રીતે જ વોટબેંક તરીકે ગરીબોનો વિચાર થયો.

મારી સરકાર ગરીબોને સમર્પિત સરકાર રહેશે. ગરીબો ગરીબીરેખાની બહાર નીકળે એ માટેની નક્કર યોજનાઓનો પ્રારંભ થયો છે.
ગરીબો માટે રોટી, કપડા, મકાન એ અતિ મહત્વની બાબત છે. ગુજરાતમાં ૪૦ લાખથી વધુ શૌચાલયો બનાવી સંપૂર્ણ ગુજરાત ODF આપણે જાહેર કરી શક્યા છીએ.
જનધનની યોજના મારફત ગરીબોનાં એકાઉન્ટ બેંકમાં ખોલાવ્યા, સરકારી સહાયતા સીધી બેંકમાં ખાતામાં ડીબીટીથી પહોંચે ડાયરેક્ટ બેંક ટ્રાન્જેકશન એવી વ્યવસ્થા કરી. ગુજરાતમાં ઓછામાં ઓછા ૪૦ લાખ ગરીબ પરિવારોને ગેસનાં ચૂલા આપ્યા. મા અમૃતમ યોજના, વાત્સલ્ય યોજના અને આયુષ્માન યોજનામાં પાંચ લાખ રૂપિયા સીધા ગરીબનાં ઓપરેશનનાં ખર્ચના આપ્યા હોસ્પિટલનાં બીલ સરકાર ભરે છે. ૧૨૦૦ કરોડ રૂપિયા દર વર્ષે ગુજરાતની સરકાર ગરીબોનાં આરોગ્યની સુરક્ષા માટે આપે છે. રાજ્યની વસ્તીના લગભગ ૫૦ ટકા એટલે કે લગભગ સાડા ત્રણ કરોડ લોકોને ગુજરાતમાં આરોગ્યનું સુરક્ષા કવચ સરકારે પૂરું પાડ્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, સરદાર વલ્લભભાઈ આવાસ યોજના, દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનામાં દર વર્ષે પાંચ લાખ મકાનો અને પાંચ વર્ષમાં પચ્ચીસ લાખ મકાનો બનાવીને પ્રત્યેક વ્યક્તિને પોતાનું ઘરનું ઘર આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સ્લમ રીડેવલોપમેન્ટ સ્કીમ અમલમાં લાવ્યા છીએ. સારું ઘર હશે તો સારું જીવનધોરણ હશે.

યુનિવર્સીટીમાં પ્રથમ વર્ષમાં આવનાર તમામ છોકરાઓને પંદર હજાર રૂપિયાવાળા ટેબ્લેટ માત્ર એક હજાર રૂપિયામાં આપીએ છીએ. જેથી યુવાન સાધનનાં અભાવે આજની કોમ્પિટિશનમાં અટકી ન જાય એટલે એના હાથમાં ટેબ્લેટ રાજ્ય સરકાર આપી રહી છે.
કામદારો માટે અલગ-અલગ યોજનાઓ બનાવી છે. બાંધકામ શ્રમિકો કે અનઓર્ગેનાઈઝ સેકટરના શ્રમિકો હશે યુવીન કાર્ડ આપ્યા. ધનવંતરી આરોગ્ય યોજના, સાથેસાથે અન્નપૂર્ણા યોજનામા દસ રૂપિયામાં ભોજન આપવામાં આવે છે.

ગરીબ કલ્યાણ મેળા

ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને લગભગ છવ્વીસ હજાર કરોડ રૂપિયાની સહાયતા છેલ્લા ત્રણ વર્ષમાં કોઈપણ જાતનાં વચેટિયા વગર એક મંચ પરથી દરેક લોકોને આ સહાયતા ચૂકવીને પોતેપોતાની રોજીરોટી તો પ્રાપ્ત કરે પણ બીજાને પણ એમાં કામ આપે એ પ્રકારનાં સાધનોનું વિતરણ કરીને ગરીબ આગળ વધે, બે પાંદડે થાય, સમૃદ્ધ બને એ માટે સરકાર આગળ વધી રહી છે.
હળપતિ સમાજનાં લોકો માટે હમણાં કાર્યક્રમ થયો અને એક મંચ પરથી હળપતિ સમાજનાં લોકોને હજારો-કરોડો રૂપિયાની ત્યાંને ત્યાંથી સહાયતા વિતરણ કરવામાં આવ્યું, આવાસો આપવામાં આવ્યા.

બે કરોડથી વધુ અરજીઓ

કોઇકને આવકનો દાખલો જોતો હોય તો કોઇને જ્ઞાતિનો દાખલો જોતો હોય કોઇકને સાતબારમાં નામ ચડાવવાનું હોય તો કોઇને આરટીઓમાં લર્નિંગ લાઈસેન્સ જોતું હોય આવી ૫૭ જેટલી સેવાઓ અત્યાર સુધીમાં ૮૮૦૦ સેવાસેતુની ટિમ અલગ-અલગ જગ્યાએ ફરીને સરકાર આખી એટલે કે અધિકારીઓ બધા ગામડે જાય એક દિવસમાં બધી અરજીઓ ત્યાંને ત્યાં નિકાલ થાય બે કરોડથી વધુ અરજીઓને આ સરકારે લોકોએ નિકાલ કર્યો છે.